ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલ સરકારની બીજી ટર્મમાં નાણાપ્રધાન કનુ દેસાઈ બજેટ રજૂ કરી રહ્યા છે. નાણાકીય વર્ષ 2023-24 માટે કુલ રૂપિયા 3 લાખ 1 હજાર 22 કરોડનું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય બજેટની માફક આત્મનિર્ભરતા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
નાણાં પ્રધાન કનુ દેસાઈ બજેટ રજુ કરતા પહેલા કહ્યું કે, ગુજરાતની જનતાએ 15 મી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જના દેશ આપ્યો છે તેના માટે આભાર માનું છું. ગુજરાતના પનોતાપુત્ર અને માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કંડારેલા વિકાસથ પર ગુજરાત સતત આગળ વધી રહ્યું છે. વિકાસની આ વણથંભી ચાત્રાને ચાલુ રાખવા માનનીય મુખ્યપ્રદ્ગન ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકાર કૃતસંકલ્પ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણ માટે વર્ષ 2027 સુધીમાં દેશને 5 ટ્રિલીયન યુ.એસ.ડોલર અને વર્ષ 2032 સુધીમાં 10 ટ્રિલીયન યુ.એસ.ડોલરનું અર્થતંત્ર બનાવવાની હાકલ કરી છે. દેશની કુલ વસ્તીના 5% જેટલી વસ્તી ધરાવતા ગુજરાતે વર્ષ 2021-22માં દેશના કુલ જી.ડી.પી.માં 8.36%નો ફાળો નોંધાવેલ છે. દેશના મોટા રાજ્યોમાં, છેલ્લા દશકમાં સરેરાશ 12.56%નો વાર્ષિક વિકાસ દર(CAGR) નોંધાવી ગુજરાતે દેશના ગ્રોથ એન્જિનનું બિરુદ મેળવેલ છે.