Homeઆપણું ગુજરાતગુજરાતીઓ આનંદો: ગુજરાત તમામ જિલ્લામાં 5G સર્વિસ ધરાવતું પ્રથમ રાજ્ય...

ગુજરાતીઓ આનંદો: ગુજરાત તમામ જિલ્લામાં 5G સર્વિસ ધરાવતું પ્રથમ રાજ્ય બન્યું

ડિજીટલ ઇન્ડિયા કેમ્પેઈનને આળગ વધારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5G સર્વિસ લોન્ચ કરી હતી. ત્યારે ગુજરાત માટે આનંદના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના દરેક જીલ્લાના લોકો હવે 1Gbps સુધીની મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડનો આનંદ માણી શકશે. રિલાયન્સ જિયોએ આજે 25 નવેમ્બરથી ગુજરાત રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં 5G સેવાઓ શરૂ કરી દીધી છે. ગુજરાત તમામ જિલામાં 5G નેટવર્ક ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય છે.
Reliance Jio Infocomm Limitedના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, “અમને જણાવતા ગર્વ થાય છે કે ગુજરાત હવે પ્રથમ રાજ્ય છે જેના 100% જિલ્લાઓના મુખ્યમથક અમારા મજબૂત TRUE 5G નેટવર્ક સાથે જોડાયેલા છે.”
તેમણે વધુના કહ્યું કે, ‘5G એ વિશેષાધિકાર ધરવતા અમુક લોકો માટે અથવા મોટા શહેરોમાં જ ઉપલબ્ધ એવું ના હોવું જોઈએ. 5G સમગ્ર ભારતમાં દરેક નાગરિક, દરેક ઘર અને દરેક વ્યવસાય માટે ઉપલબ્ધ હોવું જોઈએ. ત્યારે જ આપણે આપણા સમગ્ર અર્થતંત્રમાં ઉત્પાદકતા, આવક અને જીવનધોરણમાં યોગ્ય રીતે વધારો કરી શકીશું, જેનાથી આપણા દેશમાં એક સમૃદ્ધ અને સર્વસમાવેશક સમાજનું નિર્માણ થશે.’
રિલાયન્સ જીયો 700 MHz, 3500 MHz અને 26 GHz બેન્ડમાં સૌથી મોટું મિક્ષ 5G સ્પેક્ટ્રમનું ઓફર કરી રહ્યું છે. રિલાયન્સ જિયો ઉપરાંત, અન્ય અગ્રણી ટેલિકોમ કંપની ભારતી એરટેલ ટૂંક સમયમાં તેમના 5Gની જાહેરાત કરશે.
અગાઉ પીએમ મોદીએ વડોદરાના પ્રગતિ મેદાનથી 8 શહેરોમાં 5જી સેવાની શરૂઆત કરાવી હતી. અમદાવાદના રોપડા ગામે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં 5G લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મુખ્યપ્રધાન ઉપરાંત રિલાયન્સ કંપનીના અધિકારીઓ, રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -