ગુજરાતના ચૂંટણીમાં NCPને મોટો ઝટકો લાગ્યો છે. પોરબંદર જીલ્લાની કુતિયાણા વિધાનસભા બેઠક પર વર્તમાન વિધાનસભ્ય કાંધલ જાડેજાએ NCP માંથી રાજીનામું આપ્યું છે. ટિકિટ ના મળતા નારાજ કાંધલ જાડેજા નારાજ હોવાના અહેવાલ પેહલા પણ મળ્યા હતા.
થોડા દિવસ પહેલા જ કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધનની જાહેરાત કરાઈ હતી. ત્યારે પોરબંદર જિલ્લાની કુતિયાણા બેઠક કોંગ્રેસ અને NCP વચ્ચે થયેલા ગઠબંધનની બહાર રખાઈ હતી. NCP સામે કોંગ્રેસે તેના ઉમેદવાર ઊભા રાખ્યા છે. કાંધલ જાડેજાએ ગઠબંધનનાં દિવસે જ NCP નાં ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું અને એવુ કહયુ હતું કે મને ગઠબંધનની જાણ નથી. NCP નાં નેતા પ્રફુલ પટેલે મને ફોર્મ ભરવા કહયુ હતું.
તેમણે NCP પ્રદેશ પ્રમુખ જયંત બોસકીને પત્ર લખતા કહ્યું છે કે, ૨૦૧૨ થી આજ દિવસ સુધી નેશનલ કોંગ્રેસ પાર્ટી તરફથઈ કુતિયાણા વિધાનસભાની સીટ પર ધારાસભ્ય પદે હુ ફરજ બજાવી ચુકેલ છુ આ ઉપરાંત સને ૨૦૧૪ ની સાલમા નેશનલ કોંગ્રેસ પાર્ટીના બેનર પર લોકસભા ની ચુટણી પણ લડી ચુકેલ છુ, તથા ૨૦૧૨ મા કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધન થી ચુંટાઇ આવેલ હતા ત્યારબાદ ૨૦૧૭ મા કોંગ્રેસ સાથે પાર્ટીએ ગઠબંધન ન કરતા ચુંટાઇ આવેલ હતા.
વધુમાં તેમણે કહ્યું કે કુતિયાણાની બેઠક NCPને અપાવી રેકોર્ડ સર્જ્યો હતો અને પાર્ટીને વફાદાર રહ્યો હતો તેમ છતા મને પાર્ટી તરફથી મને કુતિયાણા વિધાનસભાની ટિકીટ ન આપી તેથી હુ પાર્ટીના તમામ હોદા ઉપર થી તથા સભ્ય પદે થી મારૂ રાજીનામું આપુ છુ.