જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી એ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઈ છે. કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર મતદાન થશે ત્યાર બાદ 5 ડિસેમ્બરે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો પર મતદાન થશે. ચૂંટણી પરિણામ આઠમી ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.
આ ઉપરાંત ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે ઉમેદવારના ક્રિમિનલ રેકોર્ડ વેબસાઈટ પરથી જાણી શકાશે. ઉમેદવારને ક્રિમિનલ રેકોર્ડની ત્રણ વખત જાહેરાત કરવી પડશે. ચુંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતાની ખાતરી કરવા માટે સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે.ચૂંટણી સમયે ફેલાવવામાં આવતા ફેક ન્યૂઝ પર પણ નજર રાખવામાં આવશે. પોલીસ અને એક્સાઈઝ ડિપાર્ટમેન્ટને ખાસ સૂચના અપાઈ છે. દારૂ અને ડ્રગ્સની ગેરકાયદે ધૂષણખોરી પર ખાસ નજર રખાશે.
પ્રથમ તબક્કો:
પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે.
ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 નવેમ્બર.
ફોર્મની ચકાસણી 15 નવેમ્બરે થશે.
17 નવેમ્બર સુધીમાં પ્રથમ તબક્કાના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે.
પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાશે.
બીજો તબક્કો:
બીજા તબક્કા માટે 10 નવેમ્બરના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે.
ફોર્મ ભરવાની અંતિમ તારીખ 17 નવેમ્બર.
ફોર્મ ચકાસણી 15 નવેમ્બરે કરવામાં આવશે.
ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 21 નવેમ્બર છે.
બીજા તબક્કા માટે 93 બેઠકો પર પાંચ ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે.
મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન થશે.