Homeઆપણું ગુજરાતગુજરાત વિધાનસભા ચૂંટણી: 1લી નવેમ્બરે થઇ શકે છે ચૂંટણીની જાહેરાત, બે તબક્કામાં...

ગુજરાત વિધાનસભા ચૂંટણી: 1લી નવેમ્બરે થઇ શકે છે ચૂંટણીની જાહેરાત, બે તબક્કામાં થઈ શકે છે મતદાન

હિમાચલ પ્રદેશની ચુંટણીની તારીખની જાહેરાત બાદ હવે ટૂંક સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની પણ જાહેરાત થઈ શકે છે. સૂત્રોના દ્વારા મળતી માહિતી અનુસાર ચૂંટણી પંચ 1લી નવેમ્બરે ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. આ ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે છે. નવેમ્બરના છેલ્લા સપ્તાહ અને ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં મતદાન થઈ શકે છે.
વિવિધ યોજનાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સાથે ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરથી 1લી નવેમ્બર સુધી ગુજરાત પ્રવાસે છે. તેઓ વડોદરા, થરાદ, કેવડિયા અને માનગઢમાં યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત તેઓ ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં કાર્યકર્તાઓને સંબોધન કરશે. 1 નવેન્બરની સાંજે વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ પૂર્ણ થશે. ત્યાર બાદ 1 નવેમ્બરે સાંજે અને અથવા 2 નવેમ્બરે બપોરે ચૂંટણી પંચ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરે તેવા અહેવાલ છે.
સુત્રો દ્વારા મળતા અહેવાલો મુજબ બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં 29 કે 30 તારીખે થશે, પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 પર મતદાન થશે. બીજા તબક્કાનું મતદાન 4થી ડિસેમ્બરે યોજાઈ શકે છે. બીજા તબક્કામાં ગુજરાતના અન્ય જિલ્લાઓની 93 બેઠક પર ચૂંટણીઓ યોજાઈ શકે છે.
ચૂંટણીનાં પરિણામો હિમાચલપ્રદેશની સાથે જ આઠમી ડિસેમ્બરે જાહેર થશે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -