ગુજરાતના દિપડાઓની માનવ વસાહતમાં ઘુસવાની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. એક અભ્યાસ મુજબ, છેલ્લા 10 વર્ષમાં 263 દિપડાઓ એક કે એકથી વધુ વખત માનવ વસાહતમાં ઘુસી ગયા હતા જેને કુલ 834 વખત પકડીને જંગલમાં છોડવામાં આવ્યા હતા. આમ દરેક દિપડાને સરેરાશ ત્રણ વખત પકડવામાં આવ્યો હતો.
દિપડાને એકવખત પકડ્યા પછી તેના ગળાના ભાગે માઇક્રોચિપ્સ લગાવવામાં આવે છે જેથી તેની હિલચાલ પર નજર રાખી શકાય. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં સામે આવ્યું છે કે એક દિપડો રીઢા ગુનેગારની જે સાત વાર માનવ વસાહતમાં પકડાયો હતો.
ગુજરાતમાં દિપડા પકડાયાના 1,192 કેસનો અભ્યાસ કરી અહેવાલ તૈયાર કરવામાં આવ્યો આવ્યો છે. અહેવાલ મુજબ 263 દીપડાઓ વારંવાર માનવ વસવાટની ઘુસી જતા હતા. 263 દિપડાને 834 વખત પકડવામાં આવ્યા હતા અને છોડવામાં આવ્યા હતા, મતલબ કે એક દિપડો સરેરાશ ત્રણ વખત પકડાયો હતો.
અહેવાલ મુજબ એક દિપડાને 2002માં તાલાલાના કૂવામાંથી બચાવી લેવાયા બાદ રેડિયો કોલર બાંધી મુક્ત કરવામાં આવ્યો હતો. જંગમાં છોડ્યાના 72 કલાકમાં તે દીવ નજીકના ખેતરોમાંથી પકડાયો હતો.
અહેવાલ મુજબ કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં છોડવામાં આવેલા મોટાભાગના પકડાયેલા દિપડાઓ ફરીથી ખેતરો તરફ ચાલ્યા ગયા હતા. ખેતરોમાંથી દિપડા પકડવાના 920 કિસ્સા નોંધાયા હતા. દિપડાના કુવામાં પડી જવાના 143 અને ઘરોમાં ઘુસી જવાના 79 નોંધાયા હતા.