બોલિવૂડ ખેલાડી અક્ષય કુમાર છેલ્લા કેટલાક સમયથી તેની આગામી ફિલ્મ સેલ્ફીને લઈને ચર્ચામાં છે . આ ફિલ્મ 24 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે, જેના પ્રમોશનમાં કલાકારો વ્યસ્ત છે. આ દરમિયાન તેણે એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. અક્ષય કુમાર તાજેતરમાં જ ફિલ્મના પ્રમોશનને લઈને મુંબઈમાં તેના ચાહકોની વચ્ચે પહોંચ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં તેમના ચાહકો આવ્યા હતા, જેમની સાથે અભિનેતાએ ધડાધડ સેલ્ફી લેવા માંડી હતી અને આ દરમિયાન તેમણે એક રેકોર્ડ બનાવી દીધો હતો. અક્ષય કુમારે 3 મિનિટમાં ફેન્સ સાથે 184 સેલ્ફી લીધી હતી. આ સાથે તેમણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. આ પહેલા 3 મિનિટમાં સૌથી વધુ સેલ્ફી લેવાનો રેકોર્ડ અમેરિકાના જેમ્સ સ્મિથના નામે હતો, તેણે 168 સેલ્ફી ક્લિક કરી હતી. જોકે હવે અક્ષયકુમારે આ રેકોર્ડ તોડી નાખ્યો છે. આજકાલ અક્ષય કુમાર તેમની ફિલ્મ સેલ્ફીને લઈને ખૂબ જ ચર્ચામાં છે. થોડા સમય પહેલા આ ફિલ્મનું ટ્રેલર જાહેર કરવામાં આવ્યું હતું, જેને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું.
આ ફિલ્મનું એક ગીત મૈં ખિલાડી તુ અનાડી પણ રિલીઝ કરવામાં આવ્યું છે, જે ખૂબ જ લોકપ્રિય છે. આ ગીત સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું છે અને લોકો તેના પર રીલ વીડિયો બનાવી રહ્યા છે. સેલ્ફીમાં અક્ષય કુમાર સાથે ઈમરાન હાશ્મી અને નુસરત ભરૂચા જેવા સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મ એક સુપરસ્ટાર અને તેના સુપરફેનની વાર્તા પર આધારિત છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર મોટા સુપરસ્ટારના રોલમાં જોવા મળશે અને ઈમરાન હાશ્મી તેના ફેનના રોલમાં જોવા મળશે. જોકે, અક્ષયનો સૌથી મોટો ફેન એટલે કે ઈમરાન હાશ્મી તેના માટે સૌથી મોટી સમસ્યા બની જાય છે. લોકો અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મીને એકસાથે જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. હવે જોવાનું એ રહેશે કે લોકોને આ ફિલ્મ કેટલી પસંદ આવે છે.