Homeસ્પોર્ટસIPL 2023GT vs SRH: હૈદરાબાદને હરાવીને ગુજરાત પ્લેઓફમાં પહોંચ્યું, શુભમન ગિલની સદી

GT vs SRH: હૈદરાબાદને હરાવીને ગુજરાત પ્લેઓફમાં પહોંચ્યું, શુભમન ગિલની સદી

સોમવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT)એ સનરાઇઝર્સ હૈદરાબાદ(SRH) સામે એકતરફી 34 રને જીત મેળવીને પ્લેઓફમાં પ્રવેશ કર્યો છે. આ જીત સાથે, ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ હવે લીગ મેચો પછી ટોપ-2માં સ્થાન નક્કી કરી લીધું છે.
ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરતા 188 રન બનાવ્યા હતા. ગુજરાતે શૂન્યના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ બેટ્સમેન શુભમન ગીલે શાનદાર બેટિંગ કરી હતી. શુભમન ગિલ અને સાંઈ સુદર્શન વચ્ચે બીજી વિકેટ માટે 84 બોલમાં 147 રનની ભાગીદારી થઈ હતી. સાઈ સુદર્શને 36 બોલમાં 47 બનાવ્યા હતા.
ગિલે 58 બોલમાં 101 રનની ઇનિંગ રમીને 20 ઓવરમાં ગુજરાતના સ્કોરને 188 રન સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી બોલિંગમાં ભુવનેશ્વર કુમારે 5 જ્યારે માર્કો જેન્સન, ફઝલ્લાક ફારૂકી અને ટી નટરાજને 1-1 વિકેટ ઝડપી હતી.
189 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. હૈદરાબાદને પહેલો ફટકો 6ના સ્કોર પર અનમોલપ્રીત સિંહના રૂપમાં લાગ્યો હતો. આ પછી યશ દયાલે અભિષેક શર્માને પોતાનો શિકાર બનાવ્યો અને 11ના સ્કોર પર હૈદરાબાદને બીજો ઝટકો આપ્યો. 12 રનના સ્કોર પર હૈદરાબાદને ત્રીજો ઝટકો રાહુલ ત્રિપાઠીના રૂપમાં લાગ્યો હતો જે માત્ર 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. ત્યાર બાદ સતત વિકેટ પડતી રહી.
ત્યાર બાદ હેનરિક ક્લાસને ભુવનેશ્વર કુમાર સાથે 8મી વિકેટ માટે 68 રનની ભાગીદારી કરીને ટીમને શરમજનક હારમાંથી બચાવી હતી. હેનરિક ક્લાસેને 64 રનની ઇનિંગ રમી. હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 154 રન જ બનાવી શકી હતી. ગુજરાત તરફથી શમી અને મોહિત શર્માએ 4-4 જ્યારે યશ દયાલને 1 વિકેટ મળી હતી.
આ સાથે જ આ જીત બાદ ગુજરાત ટાઇટન્સ પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ગુજરાત ટાઇટન્સના 13 મેચમાં 18 પોઈન્ટ છે. ટીમની નેટ રન રેટ +0.835 છે. પોઈન્ટ ટેબલમાં હાર્દિક પંડ્યાની ટીમ ટોપ પર છે. જયારે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -