પશ્ચિમી જર્મનીમાં પોલીસે સ્વીડિશ ક્લાયમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ અને અન્ય પ્રદર્શનકારીઓની કોલસાની ખાણ નજીકથી અટક કરવામાં આવ્યા પછી તેને છોડી મૂકવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
અહીંયા લોકો ખાણના વિસ્તારો માટે રસ્તો બનાવવામાં આવી રહ્યો છે તેના માટે જર્મનીના લુએત્ઝેરથ ગામને ખસેડવાની યોજના બનાવવામાં આવી રહી છે. ગ્રેટા થનબર્ગ પશ્ચિમી જર્મનના રાજ્ય નોર્થ રાઈન વેસ્ટફેલિયામાં અનેક જગ્યાએ ખનન કરવાનો વિરોધ કર્યો હતો, જેમાં સેંકડો લોકો સામેલ થયા છે. જોકે, તેને પણ જર્મનીના ગામ બચાવવા માટે વિરોધ કર્યો હતો.
મીડિયા અહેવાલ અનુસાર ખોદકામ વિરોધમાં હજારો લોકો અહીં પ્રદર્શન કરી રહ્યા હતા, જેમાં પોલીસે બળપ્રયોગ કર્યા પછી વિરોધ પ્રદર્શન કરનારા લોકો અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા, પરંતુ મંગળવારે ગ્રેટા થનબર્ગ સહિત અન્ય પ્રદર્શનકારીઓ ધરણા ધર્યા હતા ત્યાર બાદ ગ્રેટા થનબર્ગને લુએત્ઝેરથથી લગભગ નવ કિલોમીટર અંતરેની કોલસાની ખાણનો વિરોધ કરવા માટે અટક કરવામાં આવી હતી. અટક કરવામાં આવ્યા પછી થનબર્ગને પોલીસની બસમાં બેસાડી દેવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે તેને છોડી પણ મૂકી હતી. વિરોધ પ્રદર્શનકારીઓને તપાસમાં સહકાર આપવાની અપીલ કરી છે. કહેવાય છે કે થનબર્ગે લગભગ 6,000 પ્રદર્શનકારીઓને સંબોધ્યા હતા અને શનિવારથી લુત્જેરથથી માર્ચ કરી હતી. અહીંના ખાણના વિસ્તારોમાં વર્તમાન અને ભાવિ પેઢીઓ સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે ગ્રેટા થનબર્ગ 2018થી ચર્ચામાં આવી છે ત્યારે તેની ઉંમર પંદર વર્ષની હતી.