અંધારી રાતે અવકાશ દર્શન કરનારા લોકો બુધવારે રાત્રે એક દુર્લભ અવકાશી ઘટનાના સાક્ષી બન્યા હતા. તેમને નરી આંખે અવકાશમાં લીલા ધૂમકેતુને જોવાની તક સાંપડી હતી. અગાઉ 50 હજાર વર્ષ પહેલા પૃથ્વી પરથી આ ધૂમકેતુ જોવા મળ્યો હતો. હવે એને આપણે ફરી ક્યારેય જોઇ શકશું નહી.
બુધવારે રાતે આશરે 9.30 કલાકે (IST) પૃથ્વીથી સૌથી નજીક (42 મિલિયન કિલોમીટર દૂર) થી આ ધુમકેતુ પસાર થયો હતો. લીલો ધૂમકેતુ પશ્ચિમ બંગાળ, ઓડિશા, લદ્દાખ અને દેશના કેટલાક પૂર્વોત્તર રાજ્યો સહિત ભારતના કેટલાક ભાગોમાં જોવા મળ્યો હતો.