Homeવીકએન્ડમરાઠી ભાષાના શિષ્ટ, ખ્યાતનામ કવિ ગોવિંદ વિનાયક કરંદીકર

મરાઠી ભાષાના શિષ્ટ, ખ્યાતનામ કવિ ગોવિંદ વિનાયક કરંદીકર

ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી

પ્રેમ કરે હમ મૂક અનામિક,
પ્રેમ કરે હો કર હમ તૃન,
પ્રેમ કરે હમ ઐસે, બેઉન
પ્રેમ કર રહે હૈ સમજે બિન
નાલ-ન્યાય
આસમાન સે ઉડને વાલે ઘોડો કે નાલ
મુઝે મિલે, ઈસલિયે
ઈન નાલોં કો શોભા દેને વાલે ઘોડે ભી
મૈં હી બનાઉં
યહ ઝિમ્મેદારી મુઝ પર આ પડી.
બાપ હો!
દેવતા કે ઘર કા યહ ન્યાય
કિતના વિપરીત!
-વિંદા કરંદીકર
મરાઠી કાવ્યવિશ્ર્વમાં મંગેશ પાડગાવકર (૧૯૨૯-૨૦૧૫), વસંત બાપટ (૧૯૨૨-૨૦૦૨) અને વિંદા કરંદીકર (૧૯૧૮-૨૦૧૦)ની કવિત્રિપુટી જાણીતી છે. આ ત્રણમાં મરાઠી કવિ મર્ઢેકરના અનુગામી કવિ વિંદા મહત્ત્વના સર્જક લેખાય છે વિંદાની રચનારીતિમાં મર્ઢેકરની અસર તો પશ્ર્ચિમની કવિતાનો પ્રભાવ જોવા મળે છે.
તેમનું મૂળ નામ ગોવિંદ વિનાયક કરંદીકર. કવિ, વિવેચક, અનુવાદક અને નિબંધ લેખક વિંદાનો જન્મ ૨૬ ઑગસ્ટ ૧૯૧૮ના મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના ઘાલવલી ગામમાં એક ગરીબ ખેડૂત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. સ્થળાંતર થયા પછી મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ થઈને જુદી જુદી કોલેજોમાં અંગ્રેજી ભાષાના અધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું. ૧૪ માર્ચ-૨૦૧૦ના રોજ મુંબઈમાં તેઓ દિવંગત થયા હતા.
તેમનો પ્રથમ પહેલો કાવ્યસંગ્રહ ‘સ્વેદગંગા’ ઈ.સ. ૧૯૪૯માં પ્રગટ થયો. ત્યાર પછી ‘મૃદગંધ’ (૧૯૫૪) ‘ધૃપદ’ (૧૯૫૯), ‘જાતક’ (૧૯૬૮), ‘સંહિતા’ (૧૯૭૫) ‘વિરૂપિકા’ (૧૯૮૧)નામના તેમના કાવ્યસંગ્રહોથી મરાઠી કવિતા સમૃદ્ધ થઈ. તેમનાં કાવ્યો સૂક્ષ્મ પ્રેમથી લઈને સ્થળ પ્રેમના વિષય અને આકારમાં બંધાયાં છે. જીવનનાં કેટલાય પાસાંને સ્પર્શતી તેમની રચનાઓમાં તેમણે પ્રકૃતિ અને જીવનસંસ્કૃતિનું ઊર્મિગીત ગાયું છે. પ્રયોગશીલ કવિ તરીકે ખ્યાતિ પ્રાપ્ત આ સર્જકે બાળકાવ્યોનું ખેડાણ કર્યું હતું. તેમના આ પ્રકારનાં પુસ્તકોમાં ‘રાણીચી બાગ’, ‘એકદા કાય ઝાલે’, ‘સસાચે કાન’, ‘એટૂ લોકાચા દેશ’, ‘પરી ગ પરી’, ‘અજબખાના’, ‘સર્કલવાલા’ વગેરેનો સમાવેશ થાય છે. ‘સ્પર્શાચી પાલવી’ અને ‘આકાશાચા અર્થ’માં તેમના નિબંધો ગ્રંથસ્થ છે. ‘વિવેચન આણિ નવતા’ અને ‘ઉદ્ગાર’ તેમના વિવેચનગ્રંથો છે. તેમની પાસેથી અનુવાદનાં ત્રણ પુસ્તકો મળ્યાં છે. ‘પોએમ્સ ઓફ વિન્દા’ તેમની અંગ્રેજી કવિતાનું પુસ્તક છે.
આ સાહિત્યકારને સેન્ટ્રલ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનનાં ૩ પારિતોષિક, મહારાષ્ટ્ર સરકાર તરફથી ૧૦ ઈનામો, તેમજ લલિત પારિતોષિક સમિતિનું સમીક્ષા પારિતોષિક મળ્યું હતું. સિનિયર ફૂલબ્રાઈટ ઍવોર્ડ અને સોવિયેત લેન્ડ નહેરુ લિટરરી ઍવોર્ડ પણ તેમને એનાયત થયા હતા. તેમના કાવ્યસંગ્રહ ‘વિરૂપિકા’ માટે આ કવિને ‘કુમારન્ આસન્ પુરસ્કાર’ (ત્રિવેન્દ્રમ, ૧૯૮૨) અપાયો હતો.
સોનેટ, ગઝલ, સૂક્ત અને અભંગ જેવાં કાવ્ય સ્વરૂપોમાં કલમ ચલાવનાર આ મોટા ગજાના કવિની કવિતામાં કેટલાંક નિરાળા વળાંકો પણ જોવા મળે છે. તેમણે કાવ્યવિષય અંગેના પરંપરાગત ખયાલો ખંખેરી નાખ્યા હતા. માનવ સંવેદના, સાંપ્રત ઘટનાઓ અને સામાજિક વિસંગતિનુ યથાતય આલેખન ‘દંતકથા’ શીર્ષકવાળી કવિતામાં કેવું ઘૂંટાયું છે તેનો લ્હાવો લેવા જેવો છે. જુઓ:
***
કહતે હૈં કિ અમેરિકા મેં એક અકાક્ષ કુબેર હૈં
વહ સાલ ભર ગિનતા રહતા હૈ અપની હી કારે.
ઔર અપને શરીર પર ઉગે સુનહરે બાલ, લેકિન ઉનમેં સે
અધિક કૌન, યહ ઉસે અભી તક જ્ઞાત નહીં હુઆ.
કહતે હૈ કિ ફ્રાન્સ મેં એક શરાબ કા વ્યાપારી હૈ
ઉસકે સાલ ભરમેં કમાએં નફે કો ગિનને કે લિયે
ફ્રેન્સ સરકાર કો સાત વર્ષ લગ જાતે હૈં, ઉસકે અકેલે કે
ઈનકમ ટેક્સ મેં સે ફ્રેન્સ લશ્કર
એક મહાયુદ્ધ કા ખર્ચ નિકાલતી હૈ.
કહતે હૈં કિ આફ્રિકા મેં કોંગો નદી કે પ્રવાહ કે નીચે
બ્રિટિશો કી બનાઈ એક બડી સુરંગ હૈ.
ઉસમે પડી હર ખોપડી સે એક વર્ષ મેં
એક બડા હીરા બનતા હૈ.
તરાશને કે લિયે સારે હીરે
અમેરિકા મેં ભેજે જાતે હૈ.
કહતે હૈં કિ રૂસ મેં એક બડા જેલ હૈ
ઉસ જેલ કે સીંપાચે નહીં હૈ.
‘હમારે જેલ કો સીંપાચે લગાઈએ’
ઉન બંદિયોંને સરકાર કે પાસ
યહ દરખાસ્ત કી હૈ.
કહેતે હૈં કિ યે સારી દંતહીન દંતકથાએ હૈ.
***
તેમણે કેટલીક દીર્ઘકવિતાઓનું ય સર્જન કર્યું હતું. તેમા ‘ધોંડ્યા નાઈ’ શીર્ષક હેઠળની કવિતામાં વ્યંગ્ય, શ્ર્લેષ, કટાક્ષનું મિશ્રણ કરાયું છે. તેમાં શ્રી વિંદા નવા જ રંગ-રૂપમાં પેશ થયા છે. આ લાંબી કવિતામાંથી કેટલીક પંકિતઓનું આચમન કરીએ:
***
કભી કભી જબ
જાતા હૂં મેં કોંકણ કે અપને ગાંવ
વિગત સ્મૃતિયોં કી બરે ડંસતી હૈ મુઝકો
ઔર સ્મરણ હો આતી હૈ.
ધોંડ્યા નાઈ કી હાસ્ય કહાનિયાં.
ધોંડ્યા નાઈ
સોલહ સેર ભાત કે વાર્ષિક
મહેનતાને કી ખાતિર
કરતા રહતા હજામત સમૂચે ઘર કી
દાદાજી કા ચિકના સફાચટ ગોટા,
ગજાનન કી ચંદિયા રખી ચોટી
ઔર મેરા ‘કટ’ અસલી શહરી
યા દાઢી (બચા કર મસ્સોં કી)
***
ધોંડ્યા નાઈ
‘યાને કેવલ પત્થર’
કહતે હૈં હમારે દાદા
“એક સાલ મેં લગાતાર
બચ્ચે મરે ચાર, હૈ જે સે
લેકિન વડ ધોંડ્યા અપના
જૈસા કા તૈસા, ન બદલા હૈ બિલકુલ
એક રહે પીછે કંધા દેને જબ તક
મૈં કહતા હૂં મર જાયે કોઈ
તો છૂટ ગયા વહ.
ધોંડ્યા ઐસા પત્થર
આ પ્રયોગશીલ કવિ તેમની કવિતામાં ક્યાંય પુનરાવર્તન ન થાય તે માટે સતત જાગૃત અને તત્પર હતા. ક્યાંય અનુકરણ ન થાય તેના આગ્રહી હતા. આ સર્જક કોઈ વાદ કે ચોકઠામાં બંધાયા ન્હોતા. તેઓ પોતીકી કેડી પર પ્રવાસ કરનારા કવિ હતા. ‘બુનિયાદ’ શીર્ષકસ્થ તેમની કવિતા આ વિધાનની સાબિતી આપે છે:
***
મેરા આશાવાદ ચાર સૌ ચાલીસ પૈરો પર ખડા હૈ
દોસ્ત, ઉસ કા ગુર ભી સુન લો.
એથેન્સ ને
સત્તર પાર કે સત્યશોધક સુકરાત પર
યુવજનોં કો ગુમરાહ કરને કા આરોપ લગાકર
જૂરી કે સામને ઉસે પેશ કિયા,
બહુમત સે વહ દોષી પાયા ગયા,
ઉસે વિષયાન કી સઝા મિલી.
(ઉસને સઝા કૈસે કાટી, યહ તો પ્લેટો સે પૂછો,
વિષયાંતર હોગા)
લેકિન મામલા યહીં નહીં સમાપ્ત હુઆ.
જૂરી કે પાંચ સૌ સદસ્યો મેં સે
દો સૌ બીસ ને ઉસે બેકસૂર પાયા
(ઉનસે મિલને કી યદા-કદા ઈચ્છા હોતી હૈ,
લેકિન યહ વિષયાંતર હુઆ)
મેરા આશાવાદ
પ્લેટો કે દો પૈરો પર નહીં,
દો સૌ બીસ દુની ચાર સૌ પૈરોં પર પડા હૈ.
***
મરાઠી ભાષાના આ શિષ્ટ, ખ્યાતનામ કવિની કેફિયત વારંવાર વાગોળવી ગમે તેવી છે. તેમણે લખ્યું છે “કાવ્યની વિશુદ્ધતા વિચારને ટાળવામાં નથી, પણ સંવેદના, ભાવ અને વિચારને એકાત્મ કરવામાં હોય છે. આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન અધ્યાત્મ, ફ્રોઈડનું મનોવગાહન અને માર્કસનું જીવનદર્શન, એમાંના કેટલાક વિચાર મારા અનુભવના અંગભૂત ઘટક બનીને મારાં કાવ્યોમાં ડોકાય છે, પણ તેને લીધે મારાં કાવ્યોને હાનિ થઈ એમ મને લાગતું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -