Homeદેશ વિદેશવાઇબ્રન્ટ વિલેજ યોજનાથી થઇ ડ્રેગનની ઊંઘ હરામ

વાઇબ્રન્ટ વિલેજ યોજનાથી થઇ ડ્રેગનની ઊંઘ હરામ

ભારત સરકારે ચીન સાથેની સરહદ પર “વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ” શરૂ કર્યો છે અને આ કાર્યક્રમને ઔપચારિક રીતે શરૂ કરવા માટે ગૃહ પ્રધાન અમિત શાહે પોતે અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી. અમિત શાહે ચીનને સોય ઝાટકીને કહ્યું હતું કે ભારત તેની જમીન પર બિંદુ જેટલું પણ અતિક્રમણ સહન નહીં કરે. અમિત શાહના આ નિવેદન બાદ ચીનને મરચા લાગ્યા હતા. એક તો ગૃહમંત્રી અમિત શાહની આકરી પ્રતિક્રિયા અને તેના ઉપર ચીનનું નામ લઈને સીધા પડકારને કારણે ચીની ડ્રેગન ધુંઆપુંઆ થઇ રહ્યો છે. ચીન સાથેની ભારતની સરહદ પર ભારત તરફથી સતત જે ઘટનાક્રમ થઈ રહ્યો છે તે ચીનની ચિંતામાં સતત વધારો કરી રહ્યો છે.

હવે ભારતના “વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ”ને કારણે ચીનની સામે સૌથી મોટી સમસ્યા ઉભી થઈ છે. તમને યાદ હશે કે કારગીલમાં ઘૂસણખોરીની માહિતી સૌથી પહેલા તાશી નામગ્યાલ નામના ભરવાડ દ્વારા આપવામાં આવી હતી. તાશી નામગ્યાલ બાલ્ટિક સેક્ટરમાં તેના યાકની શોધ કરી રહ્યો હતો ત્યારે તેણે તે જ વિસ્તારમાં કેટલાક શંકાસ્પદ પાક સૈનિકોને જોયા. આ પછી જ ભારતીય સેનાને ત્યાં કેટલાક શંકાસ્પદ લોકોની હાજરીની માહિતી મળી હતી, જેના પછી કારગિલ યુદ્ધ થયું હતું. ભારતીય સેનાનું એવું માનવું છે કે કોઈપણ દેશની સરહદ પર આવેલા ગામો તે દેશની ગુપ્ત માહિતીની પ્રથમ કડી હોય છે. દુશ્મન કે પાડોશી દેશની સરહદ પર શું ગતિવિધિઓ થાય છે, તે સૌ પ્રથમ સરહદ પર રહેતા ગ્રામજનો જુએ છે.

સરહદી ગામોનો વિકાસ કરીને તેમને દેશની મુખ્ય ધારા સાથે જોડવા એ પણ “વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ”નો મુખ્ય ધ્યેય છે. ચીને તો સરહદે ગામ વસાવવા પણ માંડ્યા હતા, પરંતુ હવે ભારત પણ તેમાં પાછળ નથી. સરહદ પાર ગામડાં સ્થાપવા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવામાં સતત વ્યસ્ત રહેલું ચીન ભારતના ‘વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’ને લઈને ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે.

તમને વિચાર આવતો હશે કે કેન્દ્ર સરકારનો “વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ” શું છે? તો જાણી લો કે કેન્દ્ર સરકારે સરહદી ગામોના વિકાસ માટે “વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ” શરૂ કર્યો છે. આ કાર્યક્રમ હેઠળ, અરુણાચલ પ્રદેશ, લદ્દાખ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના 19 જિલ્લાના 46 બ્લોકમાં 2967 ગામોની ઓળખ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં અરુણાચલ પ્રદેશના 455 ગામો સહિત 662 ગામોને પ્રાથમિકતાના આધારે ઓળખવામાં આવ્યા છે. આ સિવાય હિમાચલ પ્રદેશ (75), ઉત્તરાખંડ (51), સિક્કિમ (46) અને લદ્દાખ (35)માં ગામોને અલગ તારવવામાં આવ્યા છે. આ ગામોને રસ્તાઓ દ્વારા જોડવામાં આવશે જેથી આર્થિક વિકાસ વધે અને લોકોને રોજગારી મળે. ગામમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવશે. ગામમાં કમ્યુનિકેશન કનેક્ટિવિટી સાથે પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં આવશે. ગામડાઓમાં ખેતીને પ્રોત્સાહન આપવાની સાથે રોજગારના અન્ય માધ્યમો વધારવા પર પણ ભાર મૂકવામાં આવશે. ગામમાંથી લોકોના સ્થળાંતર રોકવા માટે ઘણી વધુ યોજનાઓ પણ ઉમેરવામાં આવશે.

કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2022-23 થી 2025-26 સુધી આ કાર્યક્રમ માટે 4,800 કરોડ રૂપિયાનું ભંડોળ રાખ્યું છે, જેમાંથી 2,500 કરોડ રૂપિયા માત્ર રોડ કનેક્ટિવિટી માટે છે. “વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ”નો ટાર્ગેટ સરહદ પરના આ ગામો વ્યૂહાત્મક રીતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, આને ધ્યાનમાં રાખીને સરકાર “વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ” લઈને આવી છે જેથી સરહદ પરના આ ગામો ખાલી ન રહે અને અહીંના સ્થાનિક લોકોને રોજગા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -