મુંબઈ: કોબાડ ગાંધીના સંસ્મરણના મરાઠી અનુવાદ માટેના એવોર્ડ પાછા ખેંચવાના રાજ્ય સરકારના નિર્ણયનો બચાવ કરતાં મહારાષ્ટ્રના પ્રધાન દીપક કેસરકરે કહ્યું હતું કે એવોર્ડ આપવાનો અર્થ નક્સલવાદી ચળવળ માટે સરકારે મંજૂરીની મહોર મારી ગણાય.
એવોર્ડની જાહેરાત કર્યાના છ દિવસ બાદ રાજ્ય સરકારે પસંદગી સમિતિના નિર્ણયને પાછો ખેંચી લીધો હતો. ગાંધીના ફ્રેક્ચર્ડ ફ્રીડમ: અ પ્રિઝન મેમોયરના અનુવાદ માટે અનગા લેલેને આપવામાં આવેલો એવોર્ડ પાછો ખેંચી લેવામાં આવ્યા બાદ વિવાદ ફાટી નીકળ્યો હતો. ગાંધીના કથિત માઓવાદી સંબંધોને કારણે સોશિયલ મીડિયા પર તેની ટીકા થઇ હતી.
(પીટીઆઈ)