સાન ફ્રાન્સિસકોઃ દુનિયાભરની આંતરરાષ્ટ્રીય કંપનીઓ મંદીમાં ધીમે ધીમે ગરકાવ થઈ રહી હોય ધીમે ધીમે કર્મચારીઓને ઘરભેગાં કરી રહી છે, જે પૈકી આજે ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ પણ 10,000થી વધુ કર્મચારીની છટણી કરવાની યોજના ઘડી કાઢવામાં આવી હોવાનું જણાવાયું હતું.
હાલના તબક્કે કંપની તેમના કર્મચારીની કામગીરીની સમીક્ષા કરી રહી છે, જ્યારે ખરાબ કામગીરી કરનારા કર્મચારીને નોકરીમાંથી કાઢ મૂકવામાં આવશે. જોકે, નબળું પ્રદર્શન કરનારા લગભગ 10,000થી વધુ અથવા કુલ વર્કફોર્સમાંથી છ ટકા લોકોને નોકરીમાંથી કાઢવામાં આવશે. એટલે પ્રત્યેક 100માંથી છ જણને નોકરીમાંથી કાઢી મૂકવાનું પગલું ભરી શકાય છે. ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટમાં 1,87,000 કર્મચારી છે.
ઉલ્લેખનીય છે કે દુનિયાની આંતરરાષ્ટ્રીય કંપની અત્યારે આર્થિક મંદીનો સામનો કરી રહી છે, જે અંતર્ગત મેટા, એમેઝોન, ટવિટર, સેલ્સફોર્સ દ્વારા છટણીની જાહેરાત કરવામાં આવી હતી.