ઇશા અંબાણીએ ટ્વિન્સને જન્મ આપ્યો, દીકરીનું નામ આધ્યા અને દીકરાનું નામ ક્રિશ્ના
ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઇશા અંબાણી અને ઉદ્યોગપતિ અજય પિરામલ તથા સ્વાતી પિરામલના પુત્ર આનંદના ઘરે કિલકારીઓ ગુંજી ઉઠી છે. ઇશાએ જોડિયા બાળકને જન્મ આપ્યો છે. બંને બાળક અને ઇશાની તબિયત સારી હોવાની પરિવારે માહિતી આપી હતી.
ઇશા અને આનંદના માતા-પિતાએ મીડિયાને નિવેદન આપ્યું છે. અમને જણાવતા આનંદ થાય છે કે અમારા બાળકો ઈશા અને આનંદને 19મી નવેમ્બર 2022ના રોજ ઇશ્વર દ્વારા જોડિયા બાળકોનો આશીર્વાદ મળ્યો છે. ઇશા, બેબી ગર્લ આધ્યા, બેબી બોય ક્રિશ્ના- ત્રણેની તબિયત સારી છે. અમે આદ્યા, ક્રિશ્ના, ઈશા અને આનંદ માટે તેમના જીવનના આ સૌથી મહત્વપૂર્ણ તબક્કામાં તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓ માંગીએ છીએ,એમ મીડિયાને આપેલા નિવેદનમાં તેમણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે નીતા અંબાણી અને મુકેશ અંબાણીનો પુત્ર આકાશ અને ઇશા પણ ટ્વિન્સ છે.
ભાગવાની krupa ઉપરવાળા Chhapar Fadi N આપે