Homeવેપાર વાણિજ્યસોનાચાંદીમાં ઉપરના મથાળેથી વેચવાલી આવતાં ગત સપ્તાહના ભાવથી નરમ રહે

સોનાચાંદીમાં ઉપરના મથાળેથી વેચવાલી આવતાં ગત સપ્તાહના ભાવથી નરમ રહે

શૅરબજારમાં બેતરફી ચાલ જોવા મળે

ગ્રહ સંકેત -વિનોદ રાવલ

આ સપ્તાહના ગ્રહયોગો અને ખગૌલિક સ્થિતિ:- આ સપ્તાહના ગ્રહયોગ જોઈએ તો ડિગ્રકલી કોઈ મોટા ગ્રહના યોગ બનતા નથી. રોજ ચંદ્ર અલગ અલગ ગ્રહો સાથે સંબંધમાં આવે છે. આ સપ્તાહ શનિ અસ્ત છે. ચંદ્ર પૃથ્વીથી અતિ દૂર છે. આ ગ્રહયોગો બજારને કઈ દિશા આપશે તે જોઈએ.
શૅરબજાર:- સામાન્ય સપ્તાહની શરૂઆત નરમાઈથી થઈ શકે છે. આ સપ્તાહમાં બેતરફી વધઘટ આવી શકે છે. આ સપ્તાહ દરમ્યાન બેતરફી મોટી વધઘટ જોવા મળે. પણ એસ્ટ્રોલોજી પ્રમાણે ઉછાળામાં વેચીને વેપાર કરનારને લાભ મળી શકે છે. બજારમાં કોઈ દિવસ મજબૂતાઈ જોવા મળે. પણ આ ઉછાળામાં વેચીને વેપાર ગોઠવવો. સપ્તાહના અંતિમ દિવસોમાં ફરી મંદીવાળાનું જોર રહે અને બજારમાં વેચવાલી આવી શકે છે અને બજારમાં નરમાઈ જોવા મળે. બેતરફી વધઘટ બજારમાં હોવાથી નફો બુક કરતાં જવો હિતાવહ છે. આ સપ્તાહમાં કોલ, પુટનો વેપાર કરી શકાય.
લાંબા સમય માટે પુટ બાય કરીને અથવા કોલ વેચીને વેપાર રાખી શકાય. આ સપ્તાહમાં ફાઈનાન્સ, ઓટો, રિલાયન્સ, બૅંક, ફાયનાન્સ સેક્ટરમાં વધઘટ જોવા મળી શકે.
સોના-ચાંદી:- ચાંદી સોનામાં સામાન્ય મજબૂતાઈથી સપ્તાહની શરૂઆત જોવા મળી શકે છે. સોના અને ચાંદી વાયદા અને હાજરમાં આ સપ્તાહના શરૂઆતના દિવસથી જ બજારમાં વેચીને વેપાર ગોઠવવાથી લાભ મળી શકે છે ખાસ ચાંદીમાં વેચીને વેપાર કરવો લાભદાયી રહે. સપ્તાહના શરૂઆતના દિવસોમાં અને મધ્યના દિવસોમાં બજારમાં વેચવાલી આવી શકે છે. સપ્તાહની મધ્યમાં નફારૂપી લેવાલી આવતાં ભાવમાં સામાન્ય મજબૂતાઈ જોવા મળે. નફો બુક કરતાં જવો. બજારમાં નરમ ધ્યાન રાખીને વેપાર કરવો. પણ વધઘટ બન્ને સાઈડ આવી શકે છે માટે નફો બુક કરતાં જવો. આ સપ્તાહમાં દરેક ઊંચા ભાવે વેચીને વેપાર કરવો લાભદાયી થઈ શકે છે. સપ્તાહના અંતિમ દિવસોમાં સોના ચાંદીમાં બેતરફી બજાર જોવા મળે. સોના ચાંદીમાં ગત સપ્તાહના મજબૂત ભાવથી નરમાઈતરફી બજાર જોવા મળી શકે છે.
ક્રૂડ ઓઈલ:- ક્રૂડ ઓઈલમાં આ સપ્તાહમાં પણ મજબૂત ભાવ જોવા મળે. ક્રૂડ ઓઈલમાં શરૂઆતના દિવસથી સ્ટોક કરીને તેજીનો વેપાર ગોઠવવો. આ સપ્તાહના શરૂઆત દિવસોમાં સ્ટોક કરીને તેજીનો વેપાર ગોઠવતાં જવો. સપ્તાહની મધ્યના દિવસમાં બજાર બેતરફી ચાલ બતાવી શકે છે. આ સપ્તાહમાં શરૂવાતના દિવસોથી મજબૂત ધ્યાન રાખીને વેપાર કરવો. સપ્તાહના અંતિમ દિવસો સુધી તેજીનો વેપાર રાખી શકાય. સપ્તાહના અંતિમ દિવસોમાં નવી લેવાલી આવતાં બજાર મજબૂત રહી શકે છે. આ સપ્તાહમાં ક્રૂડ ઓઈલમાં મજબૂત ભાવ રહી શકે છે.
કોમોડિટી:- આ સપ્તાહમાં અકોમોડિટી બજારમાં મજબૂત ભાવ જોવા મળે શકે છે. સિંગતેલ તેલ, કપાસિયા તેલ, તેલીબિયાં અને દિવેલમાં સપ્તાહની શરૂઆત મજબૂત ભાવથી થાય. સપ્તાહની શરૂઆતના દિવસથી જ તેજી ધ્યાન રાખીને વેપાર ગોઠવતાં જવો. આ સપ્તાહમાં તેલ તેલીબિયાં, કપાસિયા, એરંડા, દિવેલ, તેલમાં તેજી ધ્યાન રાખીને વેપાર દરેક ભાવે કરવો. સપ્તાહના મધ્યના દિવસે સુધી સ્ટોક કરતાં જવું લાભદાયી રહે. આ દિવસોમાં એકાદ દિવસ બજારમાં સામાન્ય નરમાઈ અથવા સાંકડી વધઘટ જોવા મળે. પણ મંદીનો વેપાર કરવો નહીં. કપાસિયા, એરંડા અને દિવેલ, તેલમાં આ સપ્તાહમાં નવી લેવાલી આવતા હાજર અને વાયદામાં મજબૂતાઈ મળે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -