બે હજારની નોટ બદલવાની સમસ્યા પણ ટળી જશે
તમારે ભારતના પાડોશી દેશ નેપાળમાં રૂપિયા એક્સચેન્જ કરવાની જરૂર નથી. અહીં વર્ષોથી માત્ર ભારતીય રૂપિયાથી જ માલસામાનની ખરીદી અને વેચાણ કરવામાં આવે છે. નેપાળ પાસે પોતાનું ચલણ પણ છે, પરંતુ ભારતથી જતા લોકો માટે તે જ ચલણનો ઉપયોગ કરવો જરૂરી નથી. ભારતીય અને નેપાળી ચલણના વિનિમય દર નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારત અને નેપાળ વચ્ચે વેપાર ખૂબ જ ઊંચો છે, નેપાળમાં ભારત રોજગારીનું મુખ્ય સ્ત્રોત પણ છે. તેથી જ ત્યાં ભારતીય રૂપિયો સરળતાથી સ્વીકારવામાં આવે છે.
પરંતુ એક વાતનું ધ્યાન રાખવું પડશે કે તમે નેપાળમાં માત્ર 100 રૂપિયા સુધીની નોટનો ઉપયોગ કરી શકો છો. RBI તમને રૂ. 100 ની કોઈપણ સંખ્યાની નોટો લઈ જવાની પરવાનગી આપે છે. તમે 200 અને 500 રૂપિયાની નોટના રૂપમાં માત્ર 25,000 રૂપિયા જ લઈ જઇ શકો છે. નેપાળમાં ભારતના એક રૂપિયાની કિંમત લગભગ દોઢ રૂપિયો છે. જોકે, નેપાળે 2021માં 100 રૂપિયાથી વધુની ભારતીય નોટો પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે આ પ્રતિબંધનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે ભારતથી નેપાળ ખરીદી કરવા જતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, ત્યાં હજુ પણ 100 રૂપિયા સુધીની નોટોથી ખરીદી કરી શકાય છે.
માત્ર નેપાળ જ નહીં એવા અન્ય દેશો પણ છે જ્યાં ભારતીય રૂપિયાની માન્યતા છે. આ સિવાય ભારતનું ચલણ પણ ભૂતાનમાં પણ ચાલે છે. અહીં પણ એક નિશ્ચિત વિનિમય દર છે. ભુતાનમાં 1 રૂપિયાની કિંમત માત્ર 1 રૂપિયો છે. આ સિવાય ઝિમ્બાબ્વે પણ એક એવો દેશ છે જ્યાં ઉપયોગમાં લેવાતી 8 કરન્સીમાંથી એક ભારતીય રૂપિયો છે. આનું કારણ ઝિમ્બાબ્વે સાથે ભારતનો વેપાર છે. ભારત ઝિમ્બાબ્વેના સૌથી મોટા નિકાસકારોમાંનો એક છે.