Homeઉત્સવનર-તુરંગ (નરાશ્ર્વ) તારામંડળનો મહિમા

નર-તુરંગ (નરાશ્ર્વ) તારામંડળનો મહિમા

બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ

રાત્રિઆકાશના દક્ષિણ વિભાગમાં એક જબરદસ્ત વિખ્યાત તારક સમૂહ છે. સૂર્ય અને ગ્રહો જે તારકસમૂહમાંથી પસાર થાય છે. તે તારકસમૂહને રાશિઓ કહે છે. રાશિઓ, રાશિચક્ર બનાવે છે. એટલે કે બધી રાશિઓ તારકસમૂહ છે.
બધા તારકસમૂહો રાશિઓ નથી. જે તારકસમૂહમાંથી વર્ષ દરમિયાન સૂર્ય પસાર થાય છે તેને રાશિઓ કહે છે. જે તારકસમૂહમાંથી મહિના દરમિયાન ચંદ્ર પસાર થાય છે. તે તારકસમૂહોને નક્ષત્રો કહે છે. દરેક નક્ષત્ર તારકસમૂહ છે પણ દરેક તારકસમૂહ નક્ષત્ર નથી.જેમ દરેક મુંબઇગરો ભારતીય છે, પણ દરેક ભારતીય મુંબઇગરો નથી. આકાશમાં કુલ ૮૮ તારકસમૂહ (ઈજ્ઞળયિંહહફશિંજ્ઞક્ષત) છે. તેમાં ૧૨ અથવા ૧૩ રાશિઓ અને ૨૭ અથવા ૨૮ નક્ષત્રો છે. બાકીના બધા માત્ર તારકસમૂહો જ છે. સપ્તર્ષિ તારકસમૂહ અથવા તારામંડળ છે પણ તે નક્ષત્ર નથી. પણ લોકો સપ્તર્ષિને નક્ષત્ર કહે છે, કેમ કે તેમને તારાનું વધુ જ્ઞાન નથી. વૃષપર્વા તારકસમૂહ છે. રાશિઓ અને નક્ષત્રો સિવાયના ૪૭ તારકસમૂહો છે.
આકાશમાં રવીમાર્ગ છે, તે હકીકતમાં પૃથ્વીની કક્ષા છે. પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે, જેથી પૃથ્વી પરથી જોતાં સૂર્ય પૃથ્વીની પરિક્રમા કરતો લાગે છે, અને પૂર્વમાં આગળ વધતો જાય છે. જે દર દિવસે એક અંશ પૂર્વમાં આગળ વધે છે. તેને આકાશનું વાર્ષિક ભ્રમણ કહે છે અને પૃથ્વી પોતાની ધરી પર પશ્ર્ચિમથી પૂર્વમાં ગોળ ગોળ ફરે છે. જેથી સૂર્ય, ચંદ્ર, તારા ગ્રહો બધા પૂર્વમાં ઉદય પામે છે અને પશ્ર્ચિમમાં અસ્ત પામે છે તેને આકાશનું દૈનિકભ્રમણ કહે છે.
ચંદ્રનો માર્ગ પૃથ્વીની કક્ષા સાથે પાંચ અંશનો ખૂણો બનાવે છે. તેથી હકીકતમાં નક્ષત્રચક્ર, રાશિચક્ર સાથે પાંચ અંશનો ખૂણો બનાવે છે. નક્ષત્રોનું રાશિચક્રમાં પ્રક્ષેપણ થાય છે. તેથી સવા બે નક્ષત્ર એક રાશિને આવરે છે. તેમ છતાં નક્ષત્ર ચક્ર અને રાશિફળ અલગ અલગ છે.
પ્રારંભે આપણે કહ્યું કે રાત્રિઆકાશના દક્ષિણ વિભાગમાં એક જબ્બરદસ્ત વિખ્યાત તારકસમૂહ છે. તેનું નામ નર-તુરંગ છે, એટલે કે હાફમેન-હાફ હોર્સ (કફિંબળફક્ષ-ઇંફહબવજ્ઞયિિ) તેને નરાશ્ર્વ પણ કહે છે. અંગ્રેજીમાં તેને (ભયક્ષફિંયિીતય) કહે છે.
નુર-તુરંગ તારામંડળમાં બે ખૂબ જ પ્રકાશિત તારા છે. તેમનાં નામો જય-વિજય છે. તે વિષ્ણુ ભગવાનના દ્વારપાળો છે. તેનાં નામો મિત્ર અને મિત્રક પણ છે. ભારતીય ઋષિ-મુનિઓએ આ તારાને મિત્ર કહ્યો છે. કારણકે તે તારો આપણાથી તદ્દન નજીકનો તારો છે. આશ્ર્ચર્ય એ છે કે તેમને કેવી રીતે ખબર પડી હશે કે તે આપણાથી સૌથી નજીકનો તારો છે. તે આપણાથી ૪.૨૫ પ્રકાશ વર્ષ દૂર છે. એટલે કે જયારે આપણે મિત્ર તારાને જોઇએ ત્યારે આપણે તેની સ્થિતિ તત્ક્ષણની નહીં, પરંતુ ૪.૨૫ વર્ષ પહેલાંની જોઇએ છીએ. એટલે કે ૨૦૧૮ની જોઇએ છીએ.
જો આપણે કલાકની ૫૦,૦૦૦ની કિ. મી. ની ગતિએ ચાલતા રોકેટમાં બેસીને મિત્રતારા સુધી પહોંચવું હોય તો આપણને એક લાખ વર્ષ લાગે. આ તો તદ્દન નજીકના તારાની વાત થઇ. નર-તુરંગ તારકસમૂહમાં ઘણા તારકગૂચ્છો (ભહીતયિંતિ જ્ઞર તફિંતિ) છે. અને જબ્બર સેન્ટોરસ્ડ ગેેલેક્ષી પણ છે. આમ સેન્ટોરસ કોન્સ્ટેલેશન ખૂબ જ ભવ્ય છે. મુંબઇ પરથી તે ચૈત્ર મહિનાથી દેખાતું થાય છે. તેના મિત્ર, મિત્રતારા ખૂબ જ પ્રોમીનન્ટ છે. આપણે તેને અવગણી શકીએ નહીં, તે તરત જ પરખાઇ જાય.
નર-તુરંગ તારકસમૂહની દક્ષિણે એક વહાણ નામનું
તારામંડળ છે. તેમાં જે ખૂબ ચળકતો તારો છે તે અગસ્ત્યનો તારો છે. અગસ્ત્યનો તારો અગસ્ત્ય ઋષિના નામ પર છે, અગસ્ત્ય ઋષિને સન્માન આપવા એ તારાનું નામ અગસ્ત્ય પાડવામાં આવ્યું છે. અગસ્ત્ય ઋષિને દક્ષિણ ભારતમાં, દક્ષિણ એશિયામાં જ્ઞાનનો પ્રચાર કરવાનું મન થયું. એ પ્રકલ્પમાં તેઓ દક્ષિણમાં જવા નીકળ્યા. વચ્ચે વિંધ્યાચળ પર્વતની માળા આવી. ઋષિનું શરીર ઠીક ઠીક ભારે હતું, અને તેમને ખબર હતી કે વિંધ્યાચળ ઊંચો અને ઊંચો થતો જાય છે. તેથી તેમણે વિંધ્ય પર્વતને વિનંતી કરી કે તે જયાં સુધી દક્ષિણ ભારતમાં જ્ઞાન-પ્રચાર કરી ઉત્તર ભારતમાં પાછા ન આવે ત્યાં સુધી તે વધે નહીં. વિંધ્ય પર્વતે ઋષિની એ વિનંતીને માન્ય રાખી વધવાનું બંધ કર્યું, પણ ઋષિ પછી કદી દક્ષિણ ભારતમાંથી ઉત્તર ભારતમાં પાછા ફર્યા જ નહીં. દક્ષિણ ભારતમાં જ તેમનું નિર્વાણ થઇ ગયું. આ પ્રસંગ ‘અગસ્ત્યના વાયદા’ તરીકે જાણીતો થયો. આપણે કોઇને વચન આપીએ અને તે પાળી શકાય નહીં તો આપણે તેને ‘અગસ્ત્યના વાયદા’ કહીએ છીએ.
એવું લાગે છે કે અગસ્ત્ય ઋષિના સમયમાં દક્ષિણ ભારતની પ્લેટ (ખંડ) ગતિશીલ અને કાર્યશીલ હશે તેથી હિમાલય જેમ હાલમાં ઊંચો થતો જાય છે તેમ એ સમયે વિંધ્ય પણ ઊંચો થતો જતો (હશે, પણ પછી તે પ્લેટ ખંડ) શાંત થઇ હશે એટલે વિંધ્યનું ઊંચે વધવાનું બંધ થઇ ગયું હશે. પણ અગસ્ત્ય ઋષિની કથા પરથી લાગે છે કે મુનિને તે ખંડોની પાટો ખસે છે (ઈજ્ઞક્ષશિંક્ષયક્ષફિંહ, ઉશિરિ)ં, તેનું જ્ઞાન હશે. આ દર્શાવે છે કે ખંડોની પાટો ખસવાની ક્રિયાનું પણ તે વખતે ઋુષિ મુનિઓને જ્ઞાન હતું.
શ્રીલંકા, સાઉથ કોરિયા, થાઇલેન્ડ, હૉંગકૉંગ વગેરે દેશોમાં અગસ્ત્ય મુનિની પૂર્ણ કદની મૂર્તિઓ જોઇને થાય છે કે મુનિ એ બધા દેશોમાં જ્ઞાન-પ્રચાર માટે ગયા હતા અને પછી ખૂબ પરિશ્રમને કારણે ત્યાં જ નિર્વાણ પામ્યા હશે. ઋષિ વહાણમાં એ બધા દેશોમાં ગયા હશે માટે જ તેમના નામના તારાના તારામંડળનું નામ વહાણ તારામંડળ રાખવામાં આવ્યું હશે. કહેવાય છે કે ઋષિ દરિયો પી ગયા હતા. એટલે કે એ જમીનમાં ૭૦૦૦ વર્ષ પહેલાં તેઓએ વહાણમાં બેસી દરિયાની મુસાફરી કરી. દક્ષિણ એશિયામાં જ્ઞાન-પ્રચાર કર્યો હશે. એટલે આવી ઉક્તિ અસ્તિત્વમાં આવી હશે. કદાચ તેઓ તેમની યોગશક્તિથી દરિયો પી ગયા પણ હોય-અગસ્ત્યનો તારો લગભગ ૯૦૦ પ્રકાશ વર્ષ દૂર છે તેમ છતાં તે પ્રકાશિત છે, માટે હાલના અંતરિક્ષયાનો ચોક્કસ દિશા જાણવા ધ્રુવના તારાની મદદ નહીં પણ અગસ્ત્યના તારાની મદદ લે છે. તે અંતરિક્ષયાનો માટે દીવાદાંડીનું કામ કરે છે. તો ૯૦૦ પ્રકાશ વર્ષ દૂર હોવા છતાં દૃશ્યમાન થાય છે એટલે તે બ્રાઇટ જાયન્ટ તારો છે.
અગસ્ત્યનો તારો આપણાથી લગભગ ૯૦૦ પ્રકાશ વર્ષ દૂર હોઇ જ્યારે આપણે તેને જોઇએ ત્યારે આપણે તેની તત્ક્ષ્ણની નહીં પણ ૯૦૦ વર્ષ પહેલાંની એટલે કે બારમી સદીની સ્થિતિ જોઇએ છીએ. ત્યાં પહોંચવું હોય તો કલાકના ૫૦,૦૦૦ કિ. મી. ની ગતિએ ચાલતા રોકેટમાં બેસીને જઇએ તો લગભગ બે કરોડ વર્ષ લાગે.
૧૧,૦૦૦ વર્ષ પછી અગસ્ત્યનો તારો આપણો દક્ષિણ ધ્રુવ તારો બનશે. મુંબઇ પરથી અગસ્ત્યનો તારો માર્ચથી લઇને વર્ષા થાય ત્યાં સુધી રાતે દક્ષિણ આકાશમાં આસાનીથી જોઇ શકાય છે.
નર-તુરંગ તારકસમૂહની પૂર્વદિશામાં એક ત્રણ પ્રકાશિત તારા દૃશ્યમાન થાય છે. તેમાં વચ્ચે ઘણો પ્રકાશિત તારો છે. અને એ પ્રકાશિત તારાની બન્ને બાજુ એક એક થોડા ઝાંખા તારા છે. આ શ્રવણ નક્ષત્ર છે. તેને ગરૂડ નક્ષત્ર પણ કહે છે. વચ્ચેનો તારો તે શ્રવણ તારો છે. આ નક્ષત્રમાં બીજાં બે ઝાંખા તારા શ્રવણનાં માતા-પિતાને પ્રદર્શિત કરે છે.
આ નક્ષત્ર શ્રવણની યાદમાં શ્રવણ નક્ષત્ર કહેવાય છે. શ્રવણીના પ્રકાશિત તારાની બન્ને બાજુનાં તારા શ્રવણીના માતા-પિતા પ્રદર્શિત કરે છે. શ્રવણ તારાને અંગ્રેજીમાં અહફિંશિ કહે છે, અને નક્ષત્રને અંગ્રેજીમાં ઊફલહય (ગરૂડ) કહે છે. શ્રવણ તારો આપણાથી ૧૬ પ્રકાશ વર્ષ દૂર છે. કલાકની ૫૦,૦૦૦ કિ. મી. ગતિવાળા રોકેટમાં બેસી શ્રવણ તારા પાસે જવું હોય તો ચાર લાખ વર્ષ લાગે.
શ્રવણ નક્ષત્રની પૂર્વ ઉત્તરે એક નાનું તારામંડળ છે. તેનું નામ બીજા (સ્વરમંડળ) છે. તેમાં પ્રકાશિત તારાનું નામ અભિજિત છે. અભિજિત તારો આપણો ભવિષ્યનો, ૧૧,૦૦૦ વર્ષ પછીનો ધ્રુવ તારો છે. અભિજિત નક્ષત્ર, નક્ષત્ર ચક્રનું ૨૮મું નક્ષત્ર છે. તે નક્ષત્ર ચક્રથી ઠીક ઠીક દૂર છે પણ વસંતસંપાત બિન્દુના ૨૫,૬૦૦ વર્ષના ચક્રના અંતે અને ૨૫,૬૦૦ વર્ષના નવા ચક્રના પ્રારંભે તે નક્ષત્ર બને છે અને ૨૫,૬૦૦ વર્ષનું ચક્ર સમાપ્ત થાય છે એને નવું ચક્ર શરૂ થાય છે તેની જાણકારી અભિજિત નક્ષત્ર, નક્ષત્ર ચક્રથી દૂર હોવા છતાં પણ આવશે. એ વખતે વસંતસંપાત બિન્દુ વળી પાછું પુનર્વસુ નક્ષત્ર (મિથુનરાશિ)માં આવશે જેની અધિષ્ઠાત્રી દેવી અદિતી છે. હાલ સુધીમાં અદિતી કેલેન્ડરે તેના ચક્રના ૧૦,૦૦૦ વર્ષ પૂરા કર્યાં છે.
ગરૂડ નક્ષત્રની પશ્ર્ચિમે હસ્તનક્ષત્ર છે. હાથના પાંચ આંગળામાં એક એક તારો છે અને હાથ ફેલાયેલો છે. જયારે સૂર્ય હસ્તનક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે વર્ષાઋતુની સમાપ્તિ થાય છે અને છેલ્લે આકાશમાં ભયંકર મેઘગર્જના થાય છે અને વીજળીના ધબકારા સાથે વરસાદ પડે છે, જેને લોકો હાથિયો ગાજ્યો એમ કહે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -