Homeવેપાર વાણિજ્યપૉવૅલની ટેસ્ટીમની પૂર્વે વૈશ્ર્વિક સોનામાં સાંકડી વધઘટ

પૉવૅલની ટેસ્ટીમની પૂર્વે વૈશ્ર્વિક સોનામાં સાંકડી વધઘટ

લંડન/મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ તેનાં આજના ટેસ્ટીમનીમાં વ્યાજદરમાં વધારાના વલણ અંગે કોઈ સંકેત આપે છે કે નહીં તેની અવઢવ હેઠળ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયા હતા. જોકે, આજે મુંબઈ ઝવેરી બજાર ધુળેટીની જાહેર રજાને કારણે સત્તાવાર ધોરણે બંધ રહી હતી, પરંતુ ગઈકાલે સ્થાનિકમાં ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૧૨૭ વધીને રૂ. ૬૪,૨૬૬ના મથાળે રહ્યા હતા, જ્યારે ૯૯.૫ ટચ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ અનુક્રમે ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩ ઘટીને રૂ. ૫૫,૮૬૫ અને રૂ. ૧૪ ઘટીને રૂ. ૫૬,૦૮૯ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ ૧૮૪૬.૩૭ ડૉલર આસપાસ રહ્યા હતા અને વાયદામાં ભાવ ૦.૨ ટકાના ઘટાડા સાથે ૧૮૫૧.૬૦ ડૉલર આસપાસ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ પણ સાંકડી વધઘટે ઔંસદીઠ ૨૧.૦૪ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા.
વર્તમાન સપ્તાહે ખાસ કરીને આજે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલનાં ટેસ્ટીમનીમાં તેના વક્તવ્ય ઉપરાંત અમેરિકાના પૅરૉલ ડેટાની સોનાના ભાવ પર અસર જોવા મળે તેવી શક્યતા એક્સિનિટીનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ હૅન તેને વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગત શુક્રવારે અમેરિકાના જોબ ડેટા મજબૂત આવતા અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક વધારો કરે તેવી શક્યતા પ્રબળ જણાતા સોનામાં અગાઉ જોવા મળેલો સુધારો ધોવાઈ ગયો હતો. તેમ જ સલામતી માટેની માગ પણ નિરસ રહી હતી.
સામાન્યપણે વધતા ફુગાવાના સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારોની લેવાલી રહેતી હોય છે, પરંતુ હાલના સંજોગોમાં વ્યાજદરમાં વધારાની શક્યતા સાથે ડૉલરમાં અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં
સોનામાં નરમાઈનું વલણ જોવા મળી
રહ્યું છે.
વિશ્ર્લેષકોના મતાનુસાર આગામી ટૂંકા સમયગાળા માટે સોનામાં ઔંસદીઠ ૧૮૬૦ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થઈ શકે છે, પરંતુ જો આજની ટેસ્ટીમનીમાં જો આક્રમક વ્યાજવધારાનો સંકેત આપવામાં આવે તો સોનાના ભાવ ઔંસદીઠ ૧૭૮૦થી ૧૮૦૦ ડૉલર સુધી ઘટે તેવી શક્યતા પણ વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -