Homeટોપ ન્યૂઝસોનામાં રૂ. ૧૯૯ની અને ચાંદીમાં રૂ. ૬૨૨ની તેજી

સોનામાં રૂ. ૧૯૯ની અને ચાંદીમાં રૂ. ૬૨૨ની તેજી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: બૅન્ક ઑફ ટોકિયોએ આક્રમક નાણાનીતિનો અભિગમ અપનાવતા આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર સામે યેન ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો તેમ જ ડૉલર ઈન્ડેક્સમાં પણ નરમાઈનું વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ૧.૬ ટકાનો અને ચાંદીના ભાવમાં ૪.૬ ટકાનો ઝડપી ઉછાળો આવી ગયો હતો. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાત પૈસા નબળો પડ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાથી મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૯૮થી ૧૯૯ની તેજી આવી હતી, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૬૨૨ ઉછળી આવ્યા હતા. જોકે, ભાવમાં તેજી આવતાં સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમા વધારો મર્યાદિત માત્રામાં જોવા મળ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ગઈકાલના બંધથી ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૯૮ વધીને રૂ. ૫૪,૪૮૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૪૯૯ વધીને રૂ. ૫૪,૭૦૪ના મથાળે રહ્યા હતા. જોકે, સ્થાનિકમાં સોનાના ભાવ રૂ. ૫૪,૦૦૦ની સપાટીની ઉપર પ્રવર્તી રહ્યા હોવાથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તેમ જ રિટેલ સ્તરની માગ પણ શુષ્ક રહી હતી. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૬૨૨ની તેજી સાથે રૂ. ૬૮,૪૭૧ના મથાળે રહ્યા હતા, પરંતુ જ્વેલરી ઉત્પાદકોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તેમ જ ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી પણ ખપપૂરતી રહી હતી.
દરમિયાન ગઈકાલે બૅન્ક ઑફ ટોકિયોએ આક્રમક નાણાનીતિનો અભિગમ અપનાવતા આજે ડૉલર સામે યેન વધીને ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચતાં વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૧.૬ ટકા વધીને ઔંસદીઠ ૧૮૧૫.૧૦ ડૉલર અને વાયદામાં ભાવ ૧.૫ ટકા વધીને ૧૮૨૫.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ ૪.૬ ટકાની તેજી સાથે ઔંસદીઠ ૨૪.૦૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.
વધુમાં તાજેતરમાં ચીન ખાતે કોરોના વાઈરસના વધી રહેલા પ્રસારના ફફડાટને ધ્યાનમાં લેતાં વિશ્ર્વ બૅન્કે આ વર્ષ તેમ જ આગામી વર્ષનાં આર્થિક વૃદ્ધિદરનાં અંદાજો ઘટાડતાં સોનામાં હેજરૂપી માગને ટેકો મળ્યો હોવાનું વિશ્ર્લેષકો જણાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -