Homeલાડકીપ્રાણાયમ માટે યોગ્ય માર્ગદર્શન આપો

પ્રાણાયમ માટે યોગ્ય માર્ગદર્શન આપો

કેતકી જાની

સવાલ: મને થાઈરૉઈડ, બીપી, ડાયાબિટીસ ત્રણે છે. એલોપેથી દવાઓથી ઘણી આડઅસર સાથે વર્ષો વિતાવ્યા બાદ ઘણા લોકોના કહ્યા મુજબ આયુર્વેદ/પ્રાણાયમ તરફ વળી છું. પણ મને પ્રાણાયમથી કંઈ ફરક પડતો હોય તેમ નથી લાગતું, પ્રાણાયમ માટે માર્ગદર્શન આપો.
જવાબ: પ્રાણાયમ શરીર માટે ખૂબ જ ચમત્કારિક ફળ આપનાર વિધિ છે, તેમ કહેવામાં લેશમાત્ર અતિશયોક્તિ નથી જ બહેન, પરંતુ લેકિન, કિંતુ તેમાં પણ એક નિશ્ર્ચિત વિવેકપૂર્ણ ગતિવિધિ દરેક પ્રાણાયમ કરનાર વ્યક્તિએ ચોક્કસપણે અનુસરવી જોઈએ. જે નીચે જણાવું છું તે નિયમાનુસાર શ્રદ્ધા અને ધીરજથી જો પ્રાણાયમ કરવામાં આવે તો અને તો જ તેનાથી ઉપર જણાવ્યું તેમ ચમત્કાર સર્જાય છે. અન્યથા જેમ આપે પ્રશ્ર્નમાં જણાવ્યું તે જ કર્યું કારવ્યું ફોક જેવો અનુભવ જે – તે વ્યક્તિને મળે છે. પ્રાણાયામ કરતા સમયે ધૂળ-ધુમાડા રહિત અને જ્યાં આગળ હવાનું અનુસરણ તેજ પ્રવાહે વહેતું ના હોય તેવું સ્થળ પસંદ કરવું જરૂરી છે. જ્યાં કોઈપણ પ્રકારની દુર્ગંધ આવતી હોય, તદ્દન બંધિયાર હોય, સૂર્યના કિરણો/ સૂર્યપ્રકાશના આવે તેવી જગ્યાએ પ્રાણાયામ ના જ થાય, સ્વચ્છ, હવાદાર, ખુલ્લી જગ્યા કે રૂમ આ ક્રિયા માટે અનિવાર્ય ગણવા. ૄ પ્રાત:કાળ મતલબ વહેલી સવારનો સમય પ્રાણાયામ માટે સર્વોત્તમ ગણાય છે, કારણ કે આખી રાત સૂઈને ઊઠયા બાદ શરીર, મન અને મગજ એકદમ તાજગી અનુભવતા હોય છે. ઉપરાંત ઊંઘી ગયા હોવાથી પેટ પણ નિરાંત અનુભવે કેમ કે જમ્યાને થોડા કલાકો વીતી ગયા હોય છે. હંમેશાં પ્રાણાયામ કરતી વખતે પેટ ખાલી જ હોય તે સુધ્ધાં અનિવાર્ય શરત છે. સંધ્યા સમયે પ્રાણાયામ કરતા હોય ત્યારે પણ જમ્યા બાદ પાંચ કલાક વીતી ગયા હોય તેનું ધ્યાન ચોક્કસ રાખવું. ભોજનથી ભર્યા પેટે પ્રાણાયામ કરવાથી ફાયદાના બદલે નુકસાન જ થાય છે. આ વાત મગજમાં નોંધી લેજો. શક્ય હોય તો સવારે નાહી ધોઈ, શૌચક્રિયા પતાવી એકદમ નરવા શરીરે, નયણા કોઠે અને શુદ્ધ હૃદયમન રાખી જ પ્રાણાયામ કરવા જેની શરીર ઉપર સકારાત્મક અસર થવાની સો ટકા ગેરંટી હોય છે. પ્રાણાયામ કર્યા બાદ શક્ય હોય તો બે કલાક સુધી કંઈ જ ખાવું કે પીવું ના જોઈએ. જો આમ કરવું શકાય ના હોય તો કમ સે કમ પિસ્તાળીસ મિનિટ બાદ જ પાણી કે શરબત/જયૂસ પીવા જોઈએ.
નક્કર ખોરાક માટે બે કલાકનો વિરામ પેટને આપ્યા બાદ જ ખાવો જોઈએ. ૄ કોઈ નિશ્ર્ચિત રોગ માટે ઔષધ તરીકે પ્રાણાયામના શરણે જાવ ત્યારે ચોક્કસથી પ્રાણાયામના સમયગાળા દરમિયાનના દિવસો, મહિના કે વર્ષો સુધી શુદ્ધ, સાત્ત્વિક, શાકાહારી ખોરાક જ લેવો જોઈએ. આનાથી રોગને જલદી માત કરવામાં મદદ મળે છે. ૄ પ્રાણાયામ કરતી વખતે ખૂલતા મોસમને અનુરૂપ કપડાં પહેરવા જોઈએ. ૄ પ્રાણાયામ કરતાં સમયે ચશ્માં કાઢી નાખવા જોઈએ. ૄ પ્રાણાયામ હંમેશાં શાંત, સ્થિર અને તણાવરહિત થઈ કરવાં ઉપરાંત તેનો અભ્યાસ કરી ક્રમશ: તેમાં સક્રિયતા વધારવી જોઈએ. ૄ શ્ર્વાસ ઉચ્છ્વાસની લયબદ્ધતાને આંતરમનથી નિહાળવી જેથી અડધા અધૂરાં શ્ર્વાસોચ્છ્શ્ર્વાસની ક્રિયા અટકાવી શકાય. શરીર કે મન પર લેશમાત્ર ચિંતા કે તાણ વગર મોસમ, પોતાની પ્રકૃતિને ધ્યાનમાં રાખી અનુકૂળ આવે તે જ પ્રાણાયામ કરવા. શુદ્ધ સાત્ત્વિક આચાર-વિચાર, અલ્પાહારી, અલ્પભાષી અને કુદરતમાં વિશ્ર્વાસ રાખી પોતાના દેહરૂપી મંદિરને રોગમુક્ત કરવા માટે પ્રાણાયામનો આશરો લેનાર કદી નિરાશ થતો નથી. પ્રાણાયામ કરતી વખતે મનમાં સતત પોતાના શરીરનાં અણુએ અણુને સ્વચ્છ કરી રહ્યા હોવાની ભાવના વહેતી હોવી જરૂરી છે. મન, વચન, કર્મથી સદ્ભાવી મનુષ્ય પ્રાણાયામના ઉત્તમોત્તમ પરિણામ પામે છે, અસ્તુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -