આખી દુનિયામાં છોકરીઓએ શું પહેરવું જોઈએ અને કેવી રીતે જીવવું જોઈએ જેવા મુદ્દાઓ પર ચળવળ શરૂ થઈ ગઈ છે. એવા અનેક લોકો છે જેમને સ્ત્રી વર્ગની સ્વતંત્રતા ગમતી નથી અને તેઓ હંમેશા તેના પર સવાલ ઉઠાવે છે. દરેક વ્યક્તિએ કેવા કપડા પહેરવા એ તેનો મૌલિક અધિકાર છે, પણ જ્યારે મહિલાઓની કે છોકરીઓની વાત આવે છે ત્યારે આખો સમાજ પોતાના વિચારો તેમના પર થોપે છે. છોકરીઓએ અમુક જ કપડા પહેરવા જોઇએ, આમ જ રહેવું જોઇએ, આવા કપડાં નહી પહેરવા જોઇએ વગેરે વગેરે…. હકીકતમાં પોતાનાં કપડાં નક્કી કરવાનો કોઈ બીજાનો અધિકાર હોવો એ મહિલાઓની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે. આવી સ્થિતિમાં, ખૂબ આધુનિક અને વિકાસશીલ કહેવાતા દેશોમાં પણ જો છોકરીઓના કપડા પર વાંધાજનક કૃત્ય સામે આવે છે, તો અનેક સવાલ અને નારાજગી પણ ઊભી થાય છે. આવો જ એક કિસ્સો હાલમાં કહેવાતા વિક્સીત અને સભ્ય દેશ અમેરિકામાં બન્યો છે.
અમેરિકન સ્કૂલમાં ફાટેલ જીન્સ પહેરીને પહોંચેલી વિદ્યાર્થીની સાથે શિક્ષકે એવું શરમજનક કૃત્ય કર્યું કે ગુસ્સે ભરાયેલા વાલીઓએ સ્કૂલ પ્રશાસનનો વિરોધ શરૂ કરી દીધો. જ્યાં પણ વિદ્યાર્થિનીનું જીન્સ ફાટી ગયું હતું, તે તમામ જગ્યાએ ટીચરે તેના શરીરને ઢાંકવા માટે ટેપ લગાવી હતી, ફોટો અને વીડિયો જોયા બાદ લોકોએ તેને શરમજનક કૃત્ય ગણાવ્યું હતું. આ સમગ્ર મામલામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ઘટના અમેરિકાની સ્કૂલની છે.
જ્યારે વિદ્યાર્થિની ફાટેલી જીન્સ પહેરીને સ્કૂલે ગઈ ત્યારે શિક્ષકે વિદ્યાર્થિનીએ જાણે કોઈ મોટો ગુનો કર્યો હોય તેવી પ્રતિક્રિયા આપી. અને સજા પણ આપી. છોકરીના ફાટેલા જીન્સમાં જ્યાં પણ તેની ત્વચા દેખાતી હતી, શિક્ષકે તે તમામ જગ્યાઓ પર લાલ રંગની ટેપ લગાવી અને તેનું શરીર ઢાંકવાનો પ્રયાસ કર્યો.
વિદ્યાર્થીનીએ શિક્ષકના કૃત્યની તસવીરો ક્લિક કરી અને સોશિયલ મીડિયા પર શેર કરી. ત્યારબાદ શિક્ષકની માનસિકતા પર સવાલો ઉઠવા લાગ્યા છે.
વિદ્યાર્થિનીની માતાએ મહિલાએ મિઝોરીની શાળામાં જઈને તેની પુત્રીની ત્વચા સંવેદનશીલ હોવાનો દાવો કરતા દુર્વ્યવહારની ફરિયાદ કરી હતી.