હેમા સાથે લગ્ન જ અસંભવ હતાં અને તેના માટે એક કારણ જ પર્યાપ્ત હતું મારા માટે ‘ઉત્સવ’ જેવી ઊચ્ચ દરજ્જાની ફિલ્મ અને માઈલસ્ટોન સરીખા
ફિલ્મનામા-નરેશ શાહ
ગિરીશ કર્નાડને હેમા માલિની સાથે
લગ્ન નહોતાં કરવાં, કારણ કે…
હેમા સાથે લગ્ન જ અસંભવ હતાં અને તેના માટે એક કારણ જ પર્યાપ્ત હતું મારા માટે
‘ઉત્સવ’ જેવી ઊચ્ચ દરજ્જાની ફિલ્મ અને માઈલસ્ટોન સરીખા ‘હયવદન’, ‘નાગમંડલ’ જેવા નાટકો આપનારા ગિરીશ કર્નાડે લખેલાં પોતાના સંસ્મરણોની વાત ચાલી રહી છે. આ સંસ્મરણો તેલુગુ ભાષ્ાાના સાહિત્યિક સામયિકોમાં હપ્તાવાર પ્રસિદ્ધ થયા હતા. જે ગિરીશ કર્નાડે (૧૯૩૮-ર૦૧૯) પોતાની ડાયરીમાં રોજનિશીની જેમ ટપકાવેલી વાતો પરથી લખ્યા હતા, પરંતુ એ અંગે્રજી કે હિન્દીમાં ઉપલબ્ધ નહોતા. એ માટેનું અનુવાદ કાર્ય પોતે જ કરતાં હતા પણ કથળતી જતી તબીયતને કારણે તેમણે એ કામ શ્રીનાથ પેરુરને સોંપેલું. અફસોસ કે પોતાના સંસ્મરણો અંગે્રજી-હિન્દી ભાષ્ાામાં પ્રગટ થયા, એ પહેલાં ગિરીશ કર્નાડે આખરી એકઝિટ લઈ લીધી હતી.
આ સંસ્મરણો પણ ૧૯૮૦ પહેલાનાં છે, એ પછીનો ઘટનાક્રમ લખવાનો તેમને આગ્રહ થતો ત્યારે તેઓ પોતાના પુત્રને કહેતાં કે એ પછી તો સન્માન, એવૉર્ડ અને પ્રશંસાનો જ દૌર લાંબો ચાલેલો એટલે એ કંઈ વાચકો સમક્ષ્ા મુક્વાની જરૂર નથી…
આ જિનિયસનું લક્ષ્ાણ છે. આપણે ફિલ્મ કે નાટકના ક્ષ્ોત્રના લોકોને સામાન્ય રીતે રૂપકડા પણ એવરેજ જ્ઞાનસમૃદ્ધિવાળા સમજી લેતા હોઈએ છીએ. ‘ધ પ્લે ઓફ લાઈફ’માં અત્યંત વિવેકપૂર્ણ શૈલીથી ગિરીશ કર્નાડે વિજય તેન્ડુલકરથી માંડીને બી. બી. કારંત જેવા નાટકકર્મીઓની (ક્રેડિટ ન આપવાની) નગુણાઈની વાતો પણ કરી છે. જો કે આપણે ફિલ્મી પૂર્તિઓમાં શોભે એવા જ એક માનુની વાત કરવી છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે હેમા માલિની (પરિણીત) ધર્મેન્દ્ર સાથે પ્રેમમાં હતી ત્યારે તેનો ભારે વિરોધ ચક્રવર્તી (હેમા માલિનીની અટક) પરિવારમાં થયો હતો. એ વખતે સંજીવકુમાર ઉપરાંત ગિરીશ કર્નાડ સાથે પણ તેના લગ્ન થવાની વાતો મીડિયામાં પુષ્કળ આવતી હતી.
ખરેખર તો હેમા માલિનીના માતા જયા ચક્રવર્તી ઈચ્છતાં હતા કે ધર્મેન્દ્રના હાથમાંથી ગમે તેમ હેમા માલિનીનો પાલવ છોડાવી લઈને એ બીજા કોઈના હાથમાં સોંપી દેવો. જો કે એવું થઈ શક્યું નહોતું અને ૧૯૮૦ માં ધર્મેન્દ્ર-હેમા માલિની પરણી ગયા હતા પણ…
સંજીવકુમારે લંબાવેલો હાથ હેમા માલિનીએ ઠુકરાવી દીધો હતો. એ પહેલાં બન્નેએ ‘ધૂપછાંવ’, ‘શોલે’, ‘ત્રિશૂલ’, ‘કુંવારા બાપ’ અને ‘સુરાગ’ તેમજ ‘સીતા ઔર ગીતા’ (૧૯૭ર) માં સાથે કામ ર્ક્યું હતું. આ વરસો દરમિયાન હિ-મેન અને ડ્રીમગર્લને જયા ચક્રવર્તી અલગ કરી શક્યા નહોતા એટલે તેમણે તેમની જ જ્ઞાતિના ગિરીશ કર્નાડ સાથે હેમા માલિનીની જોડી બનાવવાનું નક્કી કરી લીધું અને મનોમન એ માટેના સોગઠાં ગોઠવી દીધા હતા. તેમણે ગિરીશ કર્નાડ અને હેમા માલિનીને નજીક લાવવા માટે ‘સ્વામી’ (હિરોઈન : શબાના આઝમી હતા પણ હેમાનો તેમાં સ્પેશિયલ અપિરીયન્સ હતો) અને ‘રત્નદીપ’ નામની ફિલ્મ બનાવી છતાં ગિરીશ કર્નાડ – હેમા માલિનીનું ગોઠવાયું નહીં એ આપણે જાણીએ છીએ ,પરંતુ ‘ધ પ્લે ઓફ લાઈફ’માં ગિરીશ કર્નાડે પૂર્ણાહુતિ પ્રસંગે માત્ર એક-દોઢ પાનાંમાં એ ચેપ્ટરનો ખુલાસો ર્ક્યો છે.
આ વાત ૧૯૭પની સાલની છે. પૂનાની ફિલ્મ ઈન્સ્ટિટયૂટના ચેરમેનપદે ગિરીશ કર્નાડનું બીજું વરસ ચાલતું હતું અને છેલ્લાં દસ વરસથી તેમની અને સરસ્વતી (જે તેમના પછી પત્ની બન્યા) વચ્ચે અફેર ચાલતું હતું પણ સરસ્વતી અમેરિકા હતા અને પરણવા માટેની હામી ભણતા નહોતા. એ અરસામાં પૂના પહોંચીને હેમાના માતાજી જયા ચક્રવર્તી ગિરીશ કર્નાડને મળવા માટે સતત ફોન કરતા હતા. આખરે એક દિવસ ગિરીશ તેમને મળવા ફાઈવસ્ટાર હોટેલ પહોંચ્યા. જયા ચક્રવર્તીએ તેમને ‘સ્વામી’ ફિલ્મના હીરો બનવાની ઓફર મૂકી અને એ રીતે બર્નાડ-ચક્રવર્તી કુટુંબ વચ્ચે સંબંધ બન્યો, વધ્યો. હવે તેને હેમા માલિનીના ઘરે જમવા જવાના આમંત્રણ મળવા લાગ્યા. ગિરીશ કર્નાડ લખે છે કે તેમને અંદાજ આવી ગયો હતો કે જયા ચક્રવર્તી તેમનામાં હેમા માલિનીનો દુલ્હો જોઈ
રહ્યા છે…
અખબારોમાં પણ એવી વાતો આવવા માંડી હતી અથવા એ ઈરાદાપૂર્વક ફેલાવવામાં આવી રહી હતી. ‘સ્વામી’ (૧૯૭૭) માં રિલીઝ થઈ અને હિટ બની એટલે જયા ચક્રવર્તીએ ‘રત્નદીપ’ ફિલ્મ માટે ગિરીશ કર્નાડને સાઈન કરી લીધા. હિરોઈન તરીકે તેમની પુત્રી હેમા માલિનીને જ પસંદ કરવામાં આવી. ‘રત્નદીપ’ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું. તેનું એક શેડયૂલ ખજૂરાહોમાં હતું. એક સાંજે હેમા માલિનીએ ગિરીશ કર્નાડને પોતાની સાથે વોકિંગ પર આવવાનું કહ્યું અને ચાલતાં-ચાલતાં વાત છેડી : પ્રેસ કહે છે કે આપણે લગ્ન કરવાના છીએ, તમને આ વિચાર કેવો લાગે છે? હું પ્રેસની વાતોને બિલકુલ મહત્ત્વ નથી આપતો. ગિરીશ કર્નાડ એ પછી જૂઠું બોલ્યા : મારી ના પાડવાનું કારણ એ છે કે મારી અમેરિકામાં કોઈની સાથે સગાઈ થઈ ગઈ છે.
બેશક, આ વાત ખોટી હતી. અમેરિકા રહેતાં સરસ્વતીજીએ ત્યારે લગ્નની ‘હા’ કે ‘ના’- નો જવાબ સુધ્ધાં ગિરીશ કર્નાડને નહોતો આપ્યો. ‘ધ પ્લે ઓફ લાઈફ’માં આ ડાયલોગ ટાંકીને ગિરીશ કર્નાડ લખે છે કે સરસ્વતીવાળી વાત ન હોત તો પણ હેમા સાથે લગ્નનું વિચારવું મારા માટે અસંભવ હતું અને એ માટેનું એક કારણ જ મારા માટે પર્યાપ્ત હતું… એક્વાર મેં હેમાને પૂછેલું કે તમે કેમ ક્યારેય કોઈ તામિલ ફિલ્મમાં કામ ર્ક્યું નથી? હેમાનો જવાબ હતો : અરે, વહાં કે લોગ બહુત કાલે હૈ.