અભિનેત્રી જોર્જિયા એંડ્રિયાનીએ તાજેતરમાં તેના બોયફ્રેન્ડ અરબાઝ ખાનની એક્સ વાઈફ મલાઈકા અરોરા વિશે નિવેદન આપ્યું હતું. જોર્જિયાને જ્યારે પૂછવામાં આવ્યું કે તે મલાઈકા અરોરાને મળી છે કે? ત્યારે તેણે જણાવ્યું હતું કે, હું મલાઈકા સાથે ઘણી વાર મળી છું. તેમને ખૂબ જ પસંદ કરું છું. તેમના સંઘર્ષની પ્રશંસા કરું છું. મોડેલથી અભિનેત્રી બનવાની તેમની સફર મને પસંદ છે એટલે હું પણ તેમની એક પ્રસંશક છું.
નોંધનીય છે કે અરબાઝ અને મલાઈકાએ વર્ષ 2017માં છુટાછેડા લઈને 19 વર્ષના લગ્નજીવનનો અંત આણ્યો હતો. બાદમાં મલાઈકા અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં આવી હતી અને અરબાઝનું નામ જોર્જિયા સાથે જોડાયું છે.