અત્યારે આગ ઓકતી ગરમી પડી રહી છે અને તેમાં પણ જો બપોરના સમયે કશે બહાર ગયા હોવ અને ક્યાંક ઠંડુ ઠંડુ માટલાનું પાણી પીવા મળી જાય તો તો જલસો પડી જાય… આપણે પણ અનેક ઠેકાણે મોટા-મોટા માટલા જોયા હશે કે જેમાંથી આવતા-જતાં લોકો પાણી પીને પોતાની તરસ છિપાવે છે… પણ તમે ક્યારેય એટલું મોટું માટલું જોયું છે કે જેમાંથી હજારો લોકો પાણી પી શકે? નહીં ને, આજે અમે તમને અહીં આવા જ માટલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
આ જાયન્ટ માટલાની ખાસિયત વિશે વાત કરીએ તો આ માટલામાં એક ટ્રક ભરાય એટલું પાણી સમાઈ શકે છે. તમે ભલે ક્યારેય આટલા મોટા માટલા વિશે વિચાર્યું ન હોય, પણ આવડું મોટું માટલું છે અને આ માટલા વિશે જાણવા અને જોવા માટે આપણે પહોંચી જવું પડશે ભારતના ઉત્તર પ્રદેશ રાજ્ય ખાતે. તો ચાલો સમય વેડફ્યા વિના વાત કરીએ યુપીના એક શહેરમાં રાખવામાં આવેલા વિશ્વના સૌથી મોટા અને સૌથી જૂના માટલાની…
ઉત્તર પ્રદેશમાં આવેલું કનોજ શહેર એ પરફ્યુન અને તેની સુવાસ માટે પ્રસિદ્ધ છે. પરફ્યુમ સિવાય પણ આ શહેરની એક બીજી વસ્તુ ફેમસ છે અને એના વિશે જ આપણે અહીં વાત કરવાના છીએ. કનોજના મ્યુઝિયમમાં દુનિયાનું સૌથી મોટું માટલું સાચવીને રાખવામાં આવ્યું છે અને મીડિયા રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો આ ઘડો એટલો વિશાળ છે કે તેમાં 2,000 લિટર પાણી સમાઈ શકે છે. આ ઘડો લગભગ 40 વર્ષ પહેલાં શહેરના શેખપુરા વિસ્તારમાં ખોદકામ દરમિયાન મળી આવ્યો હતો.
કનોજનો ઈતિહાસ ખૂબ જ ગૌરવશાળી રહ્યો છે. સમયાંતરે ખોદકામ દરમિયાન અહીં ઘણી વાર દુર્લભ અને ઐતિહાસિક વસ્તુઓ મળી આવી છે. આ ઘડો એ દુનિયાના સૌથી મોટા ઘડાઓમાંથી એક હોવાનું કહેવાઈ રહ્યું છે. જે કુશાણ વંશ દરમિયાન 1લી થી 3જી સદી વચ્ચે અસ્તિત્વમાં હતું, એવું કહેવાય છે.
લગભગ 1500 વર્ષ પહેલા બનેલાં આ વિશાળ ઘડાની ઉંચાઈ લગભગ 5.4 ફૂટ અને પહોળાઈ 4.5 ફૂટ છે અને તેમાં લગભગ 1 ટેન્કરનું પાણી ભરીને રાખી શકાય એમ છે. કનોજમાં 50થી વધુ વર્ષોથી પુરાતત્વ વિભાગ દ્વારા દર થોડા સમયે ખોદકામ કરવામાં આવે છે. આ પ્રાચીન શહેર હોવાને કારણે અહીંના ખોદકામમાં દર વખતે કંકઈને કંઈક એવું બહાર આવે છે કે બહાર આવે છે કે જે ઈતિહાસની ગવાહી આપે છે. પછી તે ટેરાકોટાની મૂર્તિઓ હોય કે 1000 વર્ષથી વધુ જૂની કરન્સી હોય, ભગવાન શિવની વિવિધ મુદ્રામાંની પ્રાચીન મૂર્તિઓ પણ અહીંથી મળી આવી હોવાનું કહેવાય છે….