એસોસિયેટેડ પ્રેસ તરફથી ગઈ ૧૩ ફેબ્રુઆરીએ યુક્રેનના બખમૂત શહેર પર ડ્રોન ઉડાવીને વિવિધ વિસ્તારોનું વીડિયો ફૂટેજ લેવાયું હતું. રશિયાના આક્રમણ પછી લાંબા વખતથી ચાલતી લડાઈમાં એક વખતમાં નમક અને જિપ્સમની ખાણો માટે જાણીતું પૂર્વ યુક્રેનનું બખમૂત ભૂતિયા શહેર બની ગયું હોવાનું વીડિયો ફૂટેજનાં દૃશ્યોમાં જોવા મળે છે. એ શહેરમાં એક વખતમાં માનવીઓની જીવંતતાથી ધબકતા મકાનો હવે ભૂતબંગલા બની ગયા છે. હવાઈ વીડિયો ફૂટેજમાં વિનાશ ઠેર ઠેર દેખાય છે. ક્યાંક બારી નથી, કયાંક દરવાજા નથી અને ક્યાંક ભીંતો નથી. (એપી/પીટીઆઈ)