સૌરાષ્ટ્રના જસદણ પાસે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ઘેલા સોમનાથ મંદિરમાં શિવલિંગ પર જળાભિષેક કરવા માટે ચાર્જ વસુલવાનો નિર્ણય લેવાત શિવભકતોમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી. સતત 8 દિવસ વિરોધ કર્યા બાદ અંતે લોકોની અસ્થા સામે તંત્રને ઝૂકવું પડ્યું છે. નાયબ કલેકટરે જલાભિષેક માટે ચાર્જ વસુલવાનો નિર્ણય પરત ખેંચ્યો છે.
નોંધનીય છે કે મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ અને નાયબ કલેકટર રાજેશ આલ દ્વારા ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં શિવલિંગ પર જળ અભિષેક કરવા માટે રૂ.351ની પહોંચ ફડાવવી પડશે એવો હુકમ જાહેર કર્યો હતો. દરરોજ મોટી સંખ્યમાં લોકો ઘેલા સોમનાથ મહાદેવના દર્શને આવતા હોય છે. એવામાં ઘેલા સોમનાથ દાદાનાની પૂજા-અર્ચના માટે ચાર્જ વસુલાતા લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. લોકોના કહ્યા પ્રમાણે તંત્ર લોકોની અસ્થા સાથે ચેડા કરી રહ્યું છે, અસ્થા સાથે જોડાયેલા વિષયમાંથી પૈસા કમાવવા યોગ્ય નથી. ભોલાનાથ માટે ગરીબ-અમીર વચ્ચે ભેદ નથી ત્યારે ગરીબ ભાવિકોને ભોળાનાથની પૂજા અર્ચનાથી કેમ દુર રખાઈ છે.
વિરોધ બાદ આ નિર્ણય પરત ખેંચતા તંત્ર સામે શિવભક્તોની જીત થઈ હોવાનું લોકો જણાવી રહ્યા છે.આ મામલે નાયબ કલેકટર રાજેશ આલ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.