દોહા: ફિફા વર્લ્ડ કપમાં ગુરુવારે રાત્રે રમાયેલી મેચમાં કોસ્ટા રિકા સામે જર્મનીએ ૪-૨થી જીત હાંસલ કરી હતી. જીત છતાં જર્મની સતત બીજા વિશ્ર્વ કપમાં ગ્રૂપ સ્ટેજમાંથી બહાર થઈ ગયું હતું. ચાર વખતની ચેમ્પિયન જર્મની સતત બીજી વખત ફિફા વર્લ્ડ કપના ગ્રૂપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. આ વિજય પણ જર્મનીને રાઉન્ડ ઓફ ૧૬માં લઈ જવા માટે પૂરતો નહોતો.
જર્મનીના કોચ હેન્સી ફ્લિકે કહ્યું, હું ચેઝિંગ રૂમમાં હતો કારણ કે તમે કલ્પના કરી શકો છો કે હતાશા કેટલી મોટી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્લ્ડ કપમાં પણ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે જર્મન ટીમ ગ્રૂપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી.
ફિફા વર્લ્ડ કપની શરૂઆતમાં જર્મનીને જાપાન સામે પરાજય મળ્યો હતો. જો સ્પેનિશ ટીમે જાપાનને હરાવ્યું હોત તો જર્મનીની ટીમ ગ્રૂપમાં બીજા સ્થાને રહી હોત.
મેચની વાત કરીએ તો સર્ગે ગનાબ્રીએ ૧૦મી મિનિટે હેડર ગોલ કરીને જર્મનીને લીડ અપાવી હતી. યેલ્ટસિન તેજેદાએ ૫૮મી મિનિટમાં ગોલ કરીને કોસ્ટારિકાને બરોબરી પર લાવી દીધું હતું. બાદમાં ૭૦મી મિનિટે જર્મનીના ગોલકીપરે આત્મઘાતી ગોલ કરીને કોસ્ટા રિકાએ ૨-૧ની સરસાઈ મેળવી હતી પરંતુ જર્મનીના અવેજી ખેલાડી કાઈ હાવર્ટ્ઝે ત્રણ મિનિટ પછી સ્કોર ૨-૨ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી અને પછી ૮૫મી મિનિટે તેને ૩-થી આગળ કરી હતી.
જર્મનીના અન્ય ખેલાડી નિક્લસ ફુલક્રગે ૮૯મી મિનિટે ચોથો ગોલ કર્યો હતો. જાપાનની ટીમ ગ્રૂપ ઈમાં છ પોઈન્ટ સાથે ટોચ પર છે. તે સ્પેન અને જર્મની બંને કરતા બે પોઈન્ટ આગળ હતી. શ્રેષ્ઠ ગોલ તફાવતના આધારે સ્પેન રાઉન્ડ ઓફ ૧૬માં આગળ વધ્યું હતું. હવે રાઉન્ડ ઓફ ૧૬માં સ્પેનનો સામનો મોરોક્કો સામે થશે જ્યારે જાપાનનો મુકાબલો ક્રોએશિયા સામે થશે.