તર્કથી અર્ક સુધી -જિજ્ઞેશ અધ્યારુ
આજે ગાયત્રીના પાંચ મુખ એટલે પાંચ ડાયમેન્શન વિશે મારી સમજણ વહેચવી છે, તર્કથી મંત્રના અર્ક સુધી પહોંચવાની યાત્રા શરૂ કરીએ એ પહેલા…
એક સરસ મજાની કથા એવી છે કે શિવજી પાસેથી ધનુર્વેદ શીખી ઋષિ વિશ્ર્વામિત્રે મહર્ષિ વસિષ્ઠ પર આક્રમણ કર્યું, પરંતુ વસિષ્ઠજીના બ્રહ્મદંડથી પરાજીત થયેલા વિશ્ર્વામિત્ર તેમના આશ્રમ પાસેના જ વનમાં નદીને સામે કિનારે તપસ્યા કરવા લાગ્યા હતાં અને તેમને માટે રોજ ફળાહાર લઈને જતાં મહર્ષિ વસિષ્ઠના પત્ની માતા અરુંધતિ. માતા અરુંધતીના ચરિત્ર વિષે, પતિવ્રત ધર્મ વિષે આ જ કોલમમાં આપણે આખો લેખ જોયો છે.
ઋષિ વિશ્ર્વામિત્ર તપસ્યામાં મગ્ન થયા. એકવાર ખૂબ વરસાદ થયો અને નદી ભયંકર વેગમાં વહેતી હતી. ઋષિ વિશ્ર્વામિત્રને ફળાહાર આપવા જઈ રહેલા માતા અરુંધતીને નદીને સામે પાર જવા કોઈ હોડી ન મળી. એમણે પાછા આવી પોતાની મૂંઝવણ વસિષ્ઠજીને કહી. ધ્યાનમાં બેસતા પહેલા મૂંઝવણમાંથી તેમને માર્ગ દર્શાવતા વસિષ્ઠજીએ કહ્યું, “નદીને પ્રાર્થના કરજો કે જેમને માટે નદી પાર કરી રહી છું એમણે જો સંપૂર્ણપણે નિરાહાર રહી ભક્તિમાં ધ્યાન પરોવ્યું હોય તો નદી મને માર્ગ આપે. અને ધ્યાનમાં લીન થઈ ગયાં.
નદી પાસે જઈ માતા અરુંધતીએ એમ પ્રાર્થના કરી અને નદીએ તેમને માર્ગ આપ્યો. માતા અરુંધતીએ આણેલ ફળાહાર ગ્રહણ કરી ઋષિ વિશ્ર્વામિત્ર ફરી તપસ્યામાં લીન થઈ રહ્યાં હતા કે તરત માતા અરુંધતિએ તેમને પરિસ્થિતિ વિશે વાત કરી, પાછા જવા નદીને શું પ્રાર્થના કરવી એ તેમણે વિશ્ર્વામિત્રને પૂછ્યું. વિશ્ર્વામિત્રજીએ કહ્યું, “નદીને પ્રાર્થના કરજો કે જેમની પાસે જવા નદી પાર કરી રહી છું એમણે આજીવન બ્રહ્મચર્યવ્રત પાલન કર્યું હોય તો નદી મને માર્ગ આપે. માતાએ નદી પાસે જઈ એમ પ્રાર્થના કરી અને નદીએ ફરી તેમને માર્ગ આપ્યો.
આ જોઈ રહેલા નારદજીએ શ્રી વિષ્ણુને આ અજાયબ બીના કહી, પોતાની શંકા જણાવી “ભગવન, જેમને ફળાહાર આપવા ગયા એના નિરાહાર રહેવાની વાત, જેમને પત્ની અને સો પુત્રો છે એમના આજીવન બ્રહ્મચર્યની વાત? આ તે કેવી લીલા?
શ્રી વિષ્ણુએ તેમને કહ્યું, “વિશ્ર્વામિત્ર ફળાહાર ગ્રહણ કરે છે પણ કોઈ લાલસા વગર, શરીરનું કર્મ છે આહાર ગ્રહણ કરવો અને જીવંત રહેવું તપ માટે, જ્ઞાન પ્રાપ્તિ માટે શરીર આવશ્યક સાધન છે અને જીવંત રહેવા માટે જરૂરી ફળાહાર તેઓ ગ્રહણ કરે છે પણ એ ભોજન પ્રત્યે એમને મોહ, લોભ કે બંધન નથી. કદાચ માતા અરુંધતી મોડું કરશે કે ફળ લઈને નહીં જાય તો વિશ્ર્વામિત્ર એમની રાહ જોતાં નહીં બેસે, કારણ કે એમનું સમગ્ર ધ્યાન તપસ્યામાં છે. જે કર્મ પ્રત્યે જ આસક્ત નથી એ ફળ પ્રત્યે તો આસક્ત ક્યાંથી હોય? એમની તપસ્યાની શરૂઆત વસિષ્ઠને હરાવવાના કારણથી, એ ઇચ્છાથી થઈ હતી, ઈચ્છાના મોહમાં સઘળું ગૌણ થઈ ગયું. તપની પ્રક્રિયામાં એ મોહ પણ હવે હતો-નહતો થઈ ગયો અને રહી તો ફક્ત તપસ્યા જે એમને ઉર્ધ્વગામી બનાવશે. એવું જ ઋષિ વસિષ્ઠનું છે, એમણે ગૃહસ્થધર્મનું પાલન કર્યું પણ એ શરીરિક આકર્ષણથી નથી, કર્મ પૂર્ણ કરી એમાંથી એ હવે વિરક્ત થઈ ગયાં, જ્યાં આસક્તિ જ નથી ત્યાં બ્રહ્મચર્ય ન હોવાનો પ્રશ્ર્ન જ ઉપસ્થિત નથી થતો. પ્રભુ સ્મિત રેલાવી રહ્યા અને નારદજી “નારાયણ નારાયણ કરતાં ત્યાંથી ચાલી નીકળ્યા.
ગીતાજી પણ કર્મની આ જ વાત કહે છે, સામે ઊભેલા વડીલોને જોઈ મોહને લીધે યુદ્ધમાંથી નિવૃત્ત થવા તત્પર અર્જુનને શ્રીકૃષ્ણ કહે છે કે “આ બધાં તો મરેલા જ છે, તું એમને મારીશ એમ વિચારતો હોય તો એ તારો ભ્રમ છે. તું ફક્ત તારું કર્મ કર, એમાં આસક્ત ન થઈશ, અને આસક્તિ ન હોય ત્યારે ફળની ચિંતા તો સ્વાભાવિકપણે ન જ હોય.
ગાયત્રીમંત્રના દૃષ્ટા વિશ્ર્વામિત્રજીના આ અનાસક્ત તપનો પ્રતાપ હતો કે એમને ગાયત્રી મંત્ર મળ્યો. એ ગાયત્રી મંત્રના દૃષ્ટા છે. જલદ એસિડમાં કઈ ભેળવીએ નહીં તો એ એવું જ જલદ રહે છે, ગાયત્રી મંત્રની ઉત્પત્તિના મૂળમાં અનાસક્તિ છે, એટલે જ એ અત્યંત અસરકારક છે.
ટટ્ટલરુમટૂમૃફજ્ઞર્ઞ્રૈ ધઉંર્ળી ઢપિરુવ રુઢ્રૂળજ્ઞ ્રૂળજ્ઞ ર્ણીં પ્ખળજ્ઞડ્રૂળટ્ર – ઋક્કમજ્ઞડ ર્પૈઠ્ઠ (૩/૬૨/૧૦)
ગાયત્રી માતાને પાંચ મુખ છે, જે પંચકોશી સાધનાનું પ્રતીક છે. મારે આ પાંચ મુખ સાથે પાંચ પરિમાણ (ઋશદય ઉશળયક્ષતશજ્ઞક્ષત) સાંકળવા છે.
પાંચ કોશ માનવીની ચેતનાના પાંચ સ્તર છે, અન્નમય કોશ, પ્રાણમય કોશ, મનોમય કોશ, વિજ્ઞાનમય કોશ અને આનંદમય કોશ. જે વ્યક્તિ જેટલા વધુ કોશ પર અધિકાર મેળવી શકે એટલી જ એની આત્મિય ક્ષમતા અને શક્તિ વધે છે.
અન્નમય કોશને ખફિિંંયિ, પ્રાણમય કોશને ઈયહહ, મનોમય કોશને ખશક્ષમ, વિજ્ઞાનમય કોશને ઙયતિજ્ઞક્ષફહશિું અને આનંદમય કોશને શક્ષિીંશશિંજ્ઞક્ષ કહી શકીએ. વિજ્ઞાન ‘મેટર’ વિશે ઘણું જાણી શક્યું છે, ચોથા પરિમાણ વિશેની જાણકારી એને જ આભારી છે. સેલ અને માઇન્ડ વિશેની વૈજ્ઞાનિકતા હજુ પણ પૂર્ણ વિકસિત નથી. પર્સનાલિટી અને ઇન્ટ્યુશન વિશેની વિશે વિશેષ પ્રગતિ નથી. એનું મૂળ કારણ સાધનોની મર્યાદા છે.
આ પાંચ કોશ મારા મતે પંચતત્ત્વ સાથે પણ સાંકળી શકાય જેનું આપણું શરીર બનેલું છે. પંચમહાભૂતોની સમગ્રતયા કૃપા પ્રાપ્ત કરવાનો મંત્ર એટલે ગાયત્રી મંત્ર કારણ કે પાંચેય મહાભૂતો જ જો ત્રાણ એટલે કે રક્ષણ કરે તો માણસને કોઈ પણ વસ્તુનો ભય રહે નહીં. અષ્ટ સિદ્ધિ અને નવ નિધિનું વરદાન ગાયત્રીની કૃપાથી મળે એવો ભાવ એમાં છે.
ગાયત્રી પંચદેવતાની સિદ્ધિ કહેવાય છે. ગણેશ, દુર્ગા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ઉપાસનાનું ફળ એ ગાયત્રી પૂજાથી પ્રાપ્ત થતું શક્તિપુંજ ગણાય છે. ચાર વેદ અને પાંચમો યજ્ઞ એ ગાયત્રીના પાંચ મુખ છે. પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, પાંચ પ્રાણ, પાંચ યજ્ઞ એમ અનેક પંચજ્ઞો ગાયત્રીના પાંચ મુખનો સાર ગણાય છે. પણ એથીય વધુ અગત્યનો છે પાંચ મુખ એટલે પાંચ પરિમાણ એ વિશેનો તર્ક
પંચકોશીય સાધનાનું મહત્ત્વ એટલે છે કે એ સાધના પંચમહાભૂતોના બનેલા જડ શરીરમાં રહેલી ચેતનાના પાંચેય કોશ સાથે સીધો તંતુ સાધી એમને એકબીજા સાથે સાંકળે છે. પાંચ બલ્બ જેમનો ઇલેક્ટ્રિસિટી સાથે સંપર્ક થશે તો જ એ ઝળહળશે. એમ કહો કે આ પાંચ કોશ એ નેટવર્ક છે જેના માધ્યમે આપણા શરીરમાં રહેલા આત્માનું અનુસંધાન પરબ્રહ્મ સાથે કરી શકાય છે, એટલે શરીરને ધર્મ માટેનું સાધન કહે છે.
એ માટે જપ અને ધ્યાનની પ્રાથમિક સ્થિતિ પસાર કરી સાધકે યોગ અને તપની ઉચ્ચ ભૂમિકામાં પ્રવેશ કરવાનો હોય છે. આ જ વાતને યમ નચિકેતાને પંચાગ્નિ વિદ્યા તરીકે સમજાવે છે. કહેવાય છે કે આત્મારૂપી બ્રહ્મ પર આ પાંચ તત્ત્વોનું આવરણ હોય છે જેને પાંચ દેવતાઓના આશીષથી અળગું કરી બ્રહ્મને જાણી શકાય છે. ગાયત્રી મંત્રની સાધના આ પંચકોશીની અનાવરણ વિદ્યા કહેવાય છે.
મૃત્યુ સમયે માનવ અને પ્રાણીઓના શરીરમાંથી વિદ્યુતની ધારાઓ જેવું કંઈક નીકળતું જોવામાં આવે છે. થર્મોડાઇનમિક્સના નિયમ મુજબ ઊર્જાનો નાશ થઈ શક્તો નથી, ફક્ત એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે છે. તો આ ઊર્જા ક્યાં જાય છે? આઇન્સ્ટાઇન આ ચોથા પરિમાણને સમય માને છે. જો તમે ક્રિસ્ટોફર નોલનની અદ્ભુત ફિલ્મ ‘ઇન્ટરસ્ટેલર’ જોઇ હશે તો સમજી શક્શો કે ચોથા પરિમાણની પ્રાપ્તિ સાથે જ પહેલા ત્રણેય પરિમાણ વિશેની સઘળી ધારણાઓનો છેદ ઉડી જાય છે.
આ ચોથું પરિમાણ કયું? જો આ ઊર્જા ચોથા પરિમાણમાં જતી હોય તો એ આયામની સમજણ સાથે જીવનનું અને વિશ્ર્વનું સંપૂર્ણ સત્ય સમજી શકાતું હોવું જોઈએ. પણ એવું નથી. આપણાં ગ્રંથો કહે છે કે સમય પછી પણ (ધ્યાન રાખો કે સમયને પાર જવાની ક્ષમતાની વાત ગ્રંથોમાં છે જ) પાંચમા આયામમાં મસ્તિષ્ક અને ચેતનાના અનેક અકલ્પિત ક્રિયા વ્યાપાર સંભવ છે. શરીરમાંથી મૃત્યુ વખતે નીકળતા વિદ્યુત તરંગો એ ચેતના છે જે પાંચમા પરિમાણમાં જાય છે.
આપણે હજુ લંબાઈ અને પહોળાઈના બે પરિમાણોમાં જ રત છીએ. કોઈ ત્રિપરિમાણીય – થ્રિ ડી ચિત્ર જોઈ આપણે ભ્રમિત થઈ જઈએ છીએ. હજુ તો ત્રીજા પરિમાણ સાથે પણ આપણે પૂર્ણ પણે સુસંગત થયા નથી. ચોથા પરિમાણ વિશેની જાણકારી પ્રાથમિક તબક્કામાં છે. તો પાંચમા પરિમાણ વિશેની વૈજ્ઞાનિક જાણકારી કે સાબિતિ ખૂબ દૂરની વાત છે.
આઇન્સ્ટાઇન પણ પાંચમા પરિમાણની સંભાવનાઓ જુએ છે. વેદો અને ગ્રંથો એને સમજી શક્યા છે, શું એ સમજણને, એ જ્ઞાનને જ બ્રહ્મવિદ્યા કહે છે? શું આપણાં ઋષિઓને આ પાંચેય પરિમાણ વિશેની પૂર્ણ જાણકારી હતી? પાંચમા આયામને લીધે આપણાં શરીરમાં રહેલા આત્મા (ધારો કે પર્સનલ કમ્પ્યુટર)ને બ્રહ્મ (સૂપર કમ્પ્યુટર) સાથે જોડી શકાય. આ પાંચેય પરિમાણોમાં સિદ્ધ એવા પુરુષોને જ અવતાર કહેવાય? શું આ પાંચ પરિમાણોને જ પંચકોશ કહે છે અને એ પાંચ પરિમાણ જ ગાયત્રીના પાંચ મુખ તરીકે દર્શાવાયા હોઈ શકે? શું ગાયત્રી મંત્ર એ ડેટા કેબલ છે જેના મધ્યમે આપણે એ ઉચ્ચ અવસ્થા સુધી પહોંચી શકીએ? પ્રશ્નો ઘણાં છે અને એના ઉત્તર શોધવાની ઇચ્છાઓ પણ ઘણી છે.
ભૌતિકવાદ આ અવધારણાને સમજાવવામાં અક્ષમ છે કારણ કે આપણે એક કાગળ પર થ્રિડી ચિત્ર બનાવવાનો, ચશ્મા વડે થ્રિડી અનુભવ લેવાનો પ્રયત્ન કરીએ છીએ જે ખરેખર ત્રિપરિમાણીય નથી. હજુ ત્રીજું પરિમાણ જ ભ્રમ વડે સમજી રહ્યા છીએ તો પછી ચોથા અને પાંચમા પરિમાણ વિશે આ મર્યાદિત સંસાધન કઈ રીતે સમજાવી શકે? પાંચમો આયામ વિશુદ્ધ ચેતના છે. શું વેદો આ જ વાતને છદ્મ સ્વરૂપે કહે છે જેનો ભેદ આપણે પામવાનો પ્રયત્ન કરીએ છીએ? જીવનના પૂર્ણત્વને- બ્રહ્મને જાણવાની આ ઉપલબ્ધિ અદ્વિતિય છે, એને જ શાસ્ત્રો સિદ્ધિ કહે છે.
(ક્રમશ:)