નવી દિલ્હીઃ દુનિયાભરના શ્રીમંતોની યાદીમાંથી ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી દિવસેને દિવસે પાછળ પડતાં જઈ રહ્યા છે અને આજના લેટેસ્ટ રિપોર્ટની વાત કરીએ તો શ્રીમંતોની યાદીમાં આજે ગૌતમ અદાણી 30મા સ્થાને પહોંચી ગયા છે.
અમેરિકન સંસ્થા હિંડનબર્ગના અહેવાલ બાદ ગૌતમ અદાણીની મુશ્કેલીઓની શરૂઆત થઈ ગઈ હતી અને હજી પણ આ મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. દરરોજ એક પછી એક નવી નવી મુશ્કેલીઓ અદાણીની સામે આવી રહી છે. ચાલુ વર્ષ અદાણી માટે મુશ્કેલીથી ભરપુર હશે એવું દેખાઈ રહ્યું છે.
દુનિયામાં શ્રીમંતોની યાદીમાં બીજા સ્થાને હતા અને 24મી જાન્યુઆરીના અહેવાદ બાદ તેઓ 10મા નંબર પર આવી ગયા હતા, ત્યાર બાદ વીસમા સ્થાને અને ત્યાંથી આજે હવે ત્રીસમા સ્થાને પહોંચી ગયા છે તેઓ. 2022માં અદાણીએ જેટલું કમાવ્યું હતું એટલું એક મહિનામાં ગુમાવવાનો વારો આવ્યો છે,
અદાણીની નેટવર્થમાં ઘટાડો થઈ રહ્યો છે અને દુનિયાભરના શ્રીમંતોની યાદીમાં તેમનો દબદબો ઓછો થઈ રહ્યો છે. ગયા વર્ષે 2022માં સૌથી વધુ તમાણી કરીને અદાણી દુનિયાના બીજા નંબરના શ્રીમંત વ્યક્તિ બની ગયા હતા અને હિંડનબર્ગના રિપોર્ટ બાદ તેઓ સીધા ત્રીસમા સ્થાને પહોંચી ગયા છે. આ જોઈને આવનારા વર્ષમાં તો એટલીસ્ટ તેમની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી એવું દેખાઈ રહ્યું છે.