બેબી શાવરમાં પતિ સાથે આપ્યા રોમેન્ટિક પોઝ
એક્ટ્રેસ અને મોડલ ગૌહર ખાને પોતાની એક્ટિંગના દમ પર લોકોના દિલમાં જગ્યા બનાવી છે. ગૌહર ખાન તેની એક્ટિંગની સાથે સાથે તેની સુંદરતા માટે પણ જાણીતી છે. હાલમાં ગૌહર ખાન તેના પ્રેગ્નન્સી પીરિયડને એન્જોય કરી રહી છે. આ કપલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને ઘણીવાર તેમના અંગત અને વ્યાવસાયિક જીવનની ઝલક શેર કરે છે. જ્યારથી ગૌહરે પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે ત્યારથી આ કપલ તેના દરેક દિવસનો આનંદ માણી રહ્યું છે.

ગૌહરે તાજેતરમાં તેના પતિ ઝૈદ દરબાર સાથે બેબી શાવર સેરેમની સેલિબ્રેટ કરી હતી. સેલિબ્રેશનમાં કપલ કેક કાપતા અને ફોટોગ્રાફ્સ માટે પોઝ આપતા જોવા મળ્યા હતા. ઓનલાઈન સામે આવેલા એક વીડિયોમાં ગૌહરને સુંદર પ્રિન્ટેડ આઉટફિટ પહેરેલી જોઈ શકાય છે. તે તેના પતિ ઝૈદ દરબાર સાથે જોવા મળી રહી છે. ગૌહર ખાને ઝૈદ દરબાર સાથે ઘણા રોમેન્ટિક પોઝ આપ્યા છે, જે ચાહકોને પસંદ આવી રહ્યા છે.
View this post on Instagram
કપલે 30મી એપ્રિલે બેબી શાવરનું આયોજન કર્યું હતું. ફંક્શન માટે, ગૌહરે ફ્લોરલ પ્રિન્ટેડ મેક્સી ડ્રેસ પહેર્યો હતો અને તે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી વખતે ડ્રોપ ડેડ ખૂબસૂરત દેખાતી હતી. બીજી તરફ ઝૈદે ચેક શર્ટ અને સફેદ જીન્સ પહેર્યું હતું. આ દંપતી ઘણું ખુશ દેખાતું હતું અને કેમેરા સામે પોઝ આપતાં બધા હસતાં હતાં. ગૌહરના બેબી શાવરની કેક પણ ખૂબ જ ખાસ હતી.

ગૌહર અને ઝૈદનો એક ક્યૂટ વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બંને એકસાથે ડાન્સ કરતા જોવા મળે છે. બંને એકબીજાનો હાથ પકડીને ખુશીથી ડાન્સ કરી રહ્યાં છે. આગળ બે સુંદર કેક મૂકવામાં આવી છે, જેમાં એક પર બિસ્મિલ્લા લખેલું છે અને બીજામાં બેબી ગજા એટલે કે ગૌહર અને ઝૈદ લખેલું છે. ચાહકો અને શુભેચ્છકો સોશિયલ મીડિયા પર ટૂંક સમયમાં થનાર માતા-પિતા માટે તેમનો પ્રેમ અને આશીર્વાદ વરસાવી રહ્યા છે.