Homeઆમચી મુંબઈદિવાળીમાં મુંબઈમાં કચરાનું પ્રમાણ એક હજાર મેટ્રિક ટનથી વધ્યું

દિવાળીમાં મુંબઈમાં કચરાનું પ્રમાણ એક હજાર મેટ્રિક ટનથી વધ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: દિવાળી દરમિયાન મુંબઈમાં પ્રતિદિન નીકળતા કચરાનું પ્રમાણ એક હજાર મેટ્રિક ટનથી વધી ગયું હોવાનું જાણવા મળ્યું છે. હાલ પ્રતિદિન સરેરાશ ૬,૬૦૦ મેટ્રિક ટનની આસપાસ કચરો નીકળે છે, તે દિવાળીના દિવસો દરમિયાન પ્રતિદિન ૭,૬૦૦ મેટ્રિક ટનની આસપાસ પહોંચી ગયો હતો.

મુંબઈમાં ૨૦૧૮ સુધીમાં દરરોજ સરેરાશ નવ હજાર મેટ્રિક ટન સુધી કચરો નીકળતો હતો. જુદી જુદી ઉપાયયોજના પાલિકા પ્રશાસન અમલમાં લાવતા પ્રતિદિન નીકળતા કચરાનું પ્રમાણ ૬,૬૦૦થી ૬,૭૦૦ની આસપાસ લાવવામાં સફળતા મળી છે. જોકે દિવાળીના ત્રણ-ચાર દિવસ દરમિયાન પ્રતિદિન કચરાનું એક હજાર ટનથી વધી ગયું હોવાનું પાલિકાના ઘનકચરા વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

દિવાળી દરમિયાન કચરાનું પ્રમાણ વધી જવાનું કારણ જણાવતાં અધિકારીએ કહ્યું હતું કે દિવાળીના દિવસો દરમિયાન ઘરમાં સાફસફાઈનું પ્રમાણ વધી જતું હોય છે. લોકો મોટા પ્રમાણમાં ઘર સાફ કરીને કચરો બહાર ફેંકતા હોય છે. એ સિવાય દિવાળીમાં ફટાકડા ફોડવાનું પ્રમાણ પણ વધારે હોય છે. તેથી તેનો કચરો પણ મોટા પ્રમાણમાં નીકળતો હોય છે.
ઘનકચરા વિભાગના ઉચ્ચ અધિકારીના કહેવા મુજબ મુંબઈમાં ૨૦૧૮ની સાલ સુધી પ્રતિદિન નવ હજાર મેટ્રિક ટનની આસપાસ કચરો નીકળતો હતો. પાલિકા પાસે કચરાનો નિકાલ કરવા માટે ફક્ત દેવનાર અને કાંજુર માર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડ આ બે જ પર્યાય છે. તેમાંથી દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડની ક્ષમતા લગભગ પૂરી થઈ ગઈ છે અને મોટા પ્રમાણમાં કચરાનો નિકાલ કાંજુર માર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં કરવામાં આવે છે. કાંજુર માર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડ પર ભાર વધી ગયો છે. તેથી મુંબઈમાંથી પ્રતિદિન નીકળતા કચરાનું પ્રમાણ ઘટાડવા માટે છેલ્લાં થોડાં વર્ષમાં પાલિકાએ અનેક યોજના હાથ ધરી હતી, જેમાં ભીના અને સૂકા કચરાનું વર્ગીકરણ, ભીના કચરા પર પ્રક્રિયા, કચરામાંથી વીજળીનું ઉત્પાદન જેવી અનેક યોજનાનો સમવેશ થાય છે. એ સિવાય પ્રોપર્ટી ટૅક્સમાં રાહત આપવાની જાહેરાત બાદ તો છેલ્લા ત્રણેક વર્ષથી મુંબઈમાં દરરોજ નીકળનારા કચરાનું પ્રમાણ પણ લગભગ અઢી હજાર મેટ્રિક ટન જેટલું ઘટાડવામાં પાલિકાને સફળતા મળી છે.
આ દરમિયાન કોરોના મહામારી દરમિયાન ૨૪ માચર્ર્, ૨૦૨૦થી મુંબઈમાં લોકડાઉન જાહેર થયા બાદ બે મહિનામાં કચરાનું પ્રમાણ વધુ અઢી હજાર મેટ્રિક ટન જેટલું ઘટી ગયું હતું. આ સમય દરમિયાન દરરોજ ફક્ત સાડા ચાર હજાર મેટ્રિક ટન કચરો મુંબઈમાં જમા થતો હતો. જોકે જૂન, ૨૦૨૦ બાદ ફરી તબક્કાવાર હોટેલ, દુકાન, બજારોમાં ફેરિયાઓ વગેરે વ્યવહાર ફરી ચાલુ થયા હતા તેથી કચરાનું પ્રમાણ પણ વધવાનું ચાલુ થયું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈમાં દરરોજ ૬૫૦૦ મેટ્રિકન ટન કચરો નીકળે છે, તેમાંથી લગભગ ૭૦ ટકા ભીનો કચરો હોય છે. પાલિકાએ મોટા પ્રમાણમાં કચરો નિર્માણ કરનારાઓને તેમના એસ્ટાબ્લિશમેન્ટના પરિસરમાં ભીના કચરા પર પ્રક્રિયા કરવાનું ફરજિયાત કર્યું છે, છતાં બહુ ઓછો લોકો તેમાં જોડાયા છે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -