રાજસ્થાનમાં રાજકીય ગરમાવા વચ્ચે ફરી એક વાર ગેંગ વોરની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, ગેંગવોરની ઘટના રાજસ્થાનના સીકરમાં બની હતી. ગેંગસ્ટર રાજુ થેઠની શનિવારે રાજસ્થાનના સીકરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવતા સનસનાટી મચી જવા પામી હતી. સીકરના ઉદ્યોગ નગર વિસ્તારમાં તેના ઘર નજીક કેટલાક અજાણ્યા બદમાશો દ્વારા તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
Gang War in Sikar district ( near to Jaipur) of Rajasthan. In broad daylight the incident happened captured in CCTV. #LawrenceBishnoi group took the responsibility of the murder. pic.twitter.com/4pIhla1dKx
— Akashdeep Thind (@thind_akashdeep) December 3, 2022
“>
મળતી માહિતી મુજબ આનંદપાલ ગેંગ સાથે રાજુ થેઠની દુશ્મની ચાલી રહી હતી. આનંદપાલ ગેંગ અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે મળીને કામ કરતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. લોરેન્સ ગેંગના કુખ્યાત રોહિત ગોદારાએ રાજુ થેઠના મૃત્યુની જવાબદારી લીધી છે, સાથે જ તેમણે કહ્યું હતું કે તેણે તેના ભાઇ આનંદપાલની અને બલવીરની હત્યાનો બદલો લીધો છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બદમાશો પીડિતા પર ખુલ્લેઆમ ફાયરિંગ કરી રહ્યા છે. વીડિયોમાં ચાર આરોપીઓ દેખાઈ રહ્યા છે. ઘટનાની જવાબદારી સ્વીકારનાર રોહિત ગોદારા હાલમાં અઝરબૈજાનના લોરેન્સ અને ગોલ્ડીની ક્રાઈમ કંપની ચલાવે છે. તે ભારતમાં વોન્ટેડ ગુનેગાર છે. ફરાર થવા દરમિયાન દીપક ટીનુને આશ્રય અને ગ્રેનેડ આપવામાં રોહિતનો હાથ હતો.
દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના સૂત્રોના જણાવ્યા અનુસાર, બદમાશો 10 વર્ષથી રાજુ થેઠની હત્યા કરવાની યોજના બનાવી રહ્યા હતા. રાજુ થેઠે એકવાર આનંદપાલ પર જેલમાં હુમલો કર્યો હતો, જેમાં આનંદપાલ બચી ગયો હતો પરંતુ એક વ્યક્તિનું મોત થયું હતું.
આનંદપાલના મૃત્યુ પછી, તેની ગર્લફ્રેન્ડ અનુરાધાએ લોરેન્સ બિશ્નોઈ અને કલા જાથેડી સાથે હાથ મિલાવ્યા હતા. એવું માનવામાં આવે છે કે લોરેન્સ અને કાલા જાથેડી ગેંગે મળીને રાજુ થેઠની હત્યા કરી હતી. અનુરાધાની તાજેતરમાં NIA દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
રાજુ થેઠની હત્યા બાદ પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દીધી છે.