(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન સહિતનાં રાજ્યોમાં આતંક ફેલાવનારા લોરેન્સ બિશ્નોઇ પર ગુજરાત એટીએસએ ગાળિયો કસ્યો છે. બિશ્નોઇ પર પાકિસ્તાનથી ૧૯૪ કરોડનું ડ્રગ્સ મગાવવાનો આરોપ છે. હવે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ગુજરાત લાવવાની મંજૂરી મળી ગઇ હતી.
મળતી માહિતી મુજબ રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડવાના કેસમાં પોલીસે આ પહેલા છ પાકિસ્તાની સહિત આઠ લોકોને પકડ્યા હતાં. ગુજરાત એટીએસે હવે પ્રોડક્શન વોરન્ટ જાહેર કર્યું છે.
ગુજરાતના એમડીપીએસના એક કેસમાં પુછપરછની માગ કરવામાં આવી હતી. એટીએસ દ્વારા આ મામલે પટિયાલા હાઉસની એનઆઈએ કોર્ટમાં લોરેન્સ બિશ્નોઈની પુછપરછ માટે અરજી કરવામાં આવી હતી. જેને કોર્ટે મંજૂર કરી દીધી હતી. ગુજરાત એટીએસે આ પહેલા લોરેન્સ બિશ્નોઈના સાગરીતને પણ ઝડપી પાડ્યો હતો. ગેંગસ્ટર રાજુ ઠેહટની હત્યા કેસમાં ગુજરાત એટીએસને મોટી સફળતા મળી હતી. તેમણે ઠેહટની હત્યા કરીને સનસનાટી મચાવનાર લોરેન્સ બિશ્નોઈ ગેંગના સુત્રધાર વિજય બિશ્નોઈને પકડી લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન સહિતનાં રાજ્યોમાં આતંક મચાવનાર લોરેન્સ બિશ્નોઈએ અભિનેતા સલમાનખાન, ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેનાના સંજય રાઉત, અભિનેત્રી રાખી સાવંત સહિત સુરતમાં પણ વેપારીઓને ધમકીઓ આપી છે. ઉ