Homeઉત્સવગાંધીના ગાંધી અને પોઠીના પોઠી

ગાંધીના ગાંધી અને પોઠીના પોઠી

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

ગાંધી શબ્દ કાન પર પડતાની સાથે જ પહેલા તો ગાંધી બાપુ યાદ આવતા અને આદર સાથે મનોમન નમન થઈ જતા. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ગાંધીજી યાદ આવે પણ કેટલાક લોકોનું મોઢું કટાણું થઈ જાય છે. કરિયાણું, વસાણું, મસાલો વગેરે સરસામાન વેચનારો પણ ગાંધી તરીકે ઓળખાતો. આજની તારીખમાં પણ ઘરના વડીલો ગાંધીને કરિયાણું લખાવી દીધું? એવું પૂછતાં સાંભળવા મળે. ગાંધી શબ્દ પરથી કેટલાક રૂઢિપ્રયોગ – કહેવતો પણ જાણીતા છે. સૌથી જાણીતી કહેવત છે કે સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય. એટલે કે માત્ર સૂંઠનો ગાંગડો તમારી દુકાનમાં વેચવા રાખ્યો હોય એટલે તમે ગાંધી એટલે કે વેપારી નથી બની જતા. મતલબ કે ગાંધી એ જ કહેવાય જે વિવિધ ઉપયોગી વસ્તુઓનું વેચાણ કરે. બીજી એક કહેવત છે કે ‘ગાંધીના ગાંધી અને પોઠીના પોઠી.’ શેઠ અને નોકરનો ભેદ દર્શાવવા માટે આ કહેવત વપરાતી હોય છે. અન્ય એક મજેદાર કહેવત છે ગાંધી સાથે વેર તેથી સાકરને કંઈ કડવી કહેવાય?’ એ કહેવતમાં વસ્તુ જેવી છે એવી જ કહેવી જોઈએ એવો ભાવ છુપાયેલો છે. એક મજેદાર કહેવત એવી પણ છે કે ‘ગાંધીના ગણપતિ ને ગોળનું નૈવૈદ્ય.’ મતલબ કે જેવો યજમાન એવી ભક્તિ. ભાષામાં પણ ગાંધીજી કેવા વણાયેલા છે નહીં!
———-
દક્ષિણા અને ભીખ
દક્ષિણા: પુરાણોમાં યજ્ઞની સ્ત્રી તરીકે દક્ષિણાનો ઉલ્લેખ છે. દક્ષિણા એટલે યજ્ઞના મહેનતાણા તરીકે બ્રાહ્મણને આપવામાં આવતું ધન. પ્રાચીન સમયમાં બ્રાહ્મણોને યજ્ઞના કામના બદલામાં દક્ષિણા આપવામાં આવતી હતી, બક્ષિસ તરીકે નહીં. પુરાણ કાળમાં દક્ષિણા તરીકે મુખ્યત્વે ગાય આપવામાં આવતી. તે ઉપરાંત વાછરડી અને સોનારૂપાના સિક્કા વગેરે પણ આપવામાં આવતા. રૂઢ અર્થમાં દક્ષિણા મેળવેલી વસ્તુ કે સેવાની ચુકવણી છે. દક્ષિણાનું સૌથી ગાજેલું ઉદાહરણ છે એકલવ્ય અને દ્રોણાચાર્યનું. ધનુર્વિદ્યામાં એકલવ્ય અર્જુન કરતાં ચડિયાતો સાબિત ન થાય એ માટે દ્રોણ ગુરુદક્ષિણામાં એકલવ્યના જમણા હાથનો અંગૂઠો માગી લે છે જે એકલવ્ય જરાય અચકાયા વિના આપી દે છે.
ભિક્ષા: ભીખ અને ભિક્ષાનો અર્થફેર સમજી લેવો જોઈએ. ભીખ એ દયાભાવથી અપાતી સહાયતા છે. એ આપતી વખતે પાત્રની યોગ્યતાનો મોટેભાગે વિચાર નથી કરવામાં આવતો. ભિક્ષા આપતી વખતે આશય સ્પષ્ટ હોય છે કે એ સ્વીકારનાર તેનો સદુપયોગ કરશે. વૈદિક કાળમાં બ્રાહ્મણો ભિક્ષા માગતા હતા જેથી પેટ ભરવાની ચિંતા કર્યા વિના વેદના અભ્યાસનો પ્રસાર કરી શકે. આમ અહીં હિતનું મહત્ત્વ છે. દુલા કાગની એક અદ્ભુત રચના ‘આવકારો મીઠો આપજે’માં બે પંક્તિમાં બહુ સરસ વાત કહેવાઈ છે કે ‘હે જી, તારે કાને સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડું કાપજે રે જી.’ માત્ર ભૌતિક વસ્તુથી જ ભિક્ષા આપી શકાય એવું નથી. દુખિયારાનું દુ:ખ સાંભળવા કાન ધરવા અને શક્ય હોય તો એ સંકટ થોડું કાપવું એટલે કે ઓછું કરવું એ પણ ભિક્ષાનો ઉત્તમ પ્રકાર જ કહેવાય ને.
———–
COMMON IDIOMS
દૈનિક જીવનમાં બનતી ઘટનાઓ જ્યારે કહેવતો કે રૂઢિપ્રયોગો મારફત વ્યક્ત થાય ત્યારે એનું સૌંદર્ય વધી જતું હોય છે. કેટલાક ઉદાહરણ પરથી વાત સ્પષ્ટ થઈ જશે. The best of both worlds પ્રયોગમાં બમણા લાભ તરફ ઈશારો કરવામાં આવ્યો છે. મતલબ કે એક જ સમયે બે તકનો લાભ મળવો. એક પંથ દો કાજ કે પછી એક પર એક ફ્રી જેવું. By working part-time and looking after her kids two days a week she managed to get the best of both worlds. પાર્ટ ટાઈમ નોકરી મળવાથી અઠવાડિયામાં બે દિવસ એ બાળકોની સંભાળ પણ રાખી શકી. આમ બાળકો સચવાયા અને નોકરીને લીધે આવક પણ ઊભી થઈ. કોઈની વાત કરતા હોઈએ અને અચાનક એ વ્યક્તિ હાજર થઈ જાય એ માટે Speak of the devil and the devil is here કહેવત વપરાતી હોવાની તમને ખબર હશે.Hi Mayank, speak of the devil, I was just telling Vidhi about your new car. અરે, મયંક તું અહીંયા? હું વિધિ સાથે તારી નવી કાર વિશે વાત કરી રહ્યો હતો ત્યાં જ તું ટપકી પડ્યો. આંખના સંદર્ભે અંગ્રેજીમાં અનેક પ્રયોગો અને કહેવતો છે. See eye to eye એટલે કોઈની સાથે સહમત થવું. After much deliberation,They finally saw eye to eye on the business deal. ઘણી ચર્ચા – વિચારણા અને મથામણ પછી બિઝનેસ ડીલ અંગે બંને પક્ષ વચ્ચે સમજૂતી થઈ શકી. ક્યારેક જ થતા કામ માટે અથવા ભાગ્યે જ નજરે પડતી વ્યક્તિ માટેOnce in a blue moon રૂઢિપ્રયોગ વપરાય છે.
I only go to the cinema once in a blue moon. ફિલ્મ જોવા હું ભાગ્યે જ જાઉં છું. આપણે ઈદનો ચાંદ રૂઢિપ્રયોગ પણ એ જ અર્થમાં વાપરીએ છીએ ને. When pigs fly રૂઢિપ્રયોગના શબ્દાર્થ પરથી એના ભાવાર્થનો અંદાજ આવી જાય. ડુક્કર જ્યારે ઉડે મતલબ કે અશક્ય બાબત. એવી ઘટના કે જે ક્યારેય બનવાની નથી. I might wake up early tomorrow to clean my room. Yes, you’ll do that when pigs fly. સવારે વહેલો ઉઠીને હું રૂમની સાફસૂફી કરીશ એમ મેં કહ્યું એટલે મને જવાબ મળ્યો કે થઈ રહ્યું એ કામ.Let the cat out of the bag પ્રયોગમાં બિલાડી કે બેગની કોઈ વાત નથી. અજાણતા કોઈ રહસ્ય છતું થઈ જાય એ એનો ભાવાર્થ છે.While talking to friends, I let the cat out of the bag about my wedding plans. મિત્રો સાથે ગપાટા ચાલી રહ્યા હતા ત્યારે અજાણતા જ મારાં લગ્નના આયોજન વિશે મારાથી બોલાઈ ગયું.
———–
दगड्यांच्या म्हणी
આજે આપણે સામાન્ય ચીજવસ્તુ રૂઢિપ્રયોગ અને કહેવતમાં વણાઈ જવાથી કેવા અર્થ ધારણ કરે છે એ વિશે જાણીએ. આજનો પહેલો પ્રયોગ છે पगडा बसणे – पगडा पडणे।પગડા એટલે ચોપાટમાં વપરાતી સોગઠી. અલબત્ત વાક્યમાં એનો વપરાશ અર્થ બદલી નાખે છે.इंग्रजी भाषेचे महत्व मान्य करुनही भारतीय भाषांवर तिचा पगडा बसणे योग्य नाही. અંગ્રેજી ભાષાનું મહત્ત્વ જરૂર સ્વીકારીએ પણ ભારતીય ભાષા પર એ ભાષા પ્રભુત્વ જમાવે એવું ન થવું જોઈએ. બીજો પ્રયોગ છે पगडी फिरविणे.પગડી એટલે પાઘડી. પગડી ફિરવીણે એટલે પાટલી બદલવી. રાજકારણ સંબંધિત વાતચીતમાં આ પ્રયોગનો વપરાશ બહોળો જોવા મળે છે. काही वेळा निवडणूकात उमेदवार एका पक्षाच्या मतांवर निवडून येताच पगडी फिरवून दुसर्‍या पक्षात प्रवेश करतात। ઘણીવાર ચૂંટણી પછી એક પક્ષના ટેકાથી જીતનાર ઉમેદવાર પાટલી બદલી બીજા પક્ષમાં જતો રહે છે. હવે અન્ય રૂઢિપ્રયોગો જાણીએ. पदरचे घालणे એટલે ખિસ્સાના પૈસા ઉમેરી રકમ ભરપાઈ કરવી. भाऊनी दिलेल्या पैशात रेश्माने आपले पदरचे पैसे घालून स्वतःची इच्छा पूर्ण केली।ભાઈએ આપેલા પૈસામાં પાસે રહેલી રકમ ઉમેરીને રેશમાએ પોતાની ઈચ્છા પૂરી કરી. पदरी घालणे એટલે સ્વાધીન કરવું અથવા ક્ધયા આપવી. विवाह संबंध जुळवून त्याने मुलगी पदरात घातली. યુવક યુવતીના ગુણ મળી ગયા એટલે તેમણે ક્ધયા વળાવવાની તૈયારી શરૂ કરી દીધી.पदरात पडणे એટલે ભાગે આવવું કે મળવું.भावाला काही मिळाले नाही. सारे धन माझ्या पदरात पडले ભાઈને રાતી પાઈ મળી નહીં અને બધી મિલકત મારા ભાગે આવી.
———-
आँखों की तौहीन
आँखें हमारे जिस्म का सिर्फ एक हिस्सा नहीं बल्कि हजारों दिलकश ख्वाबों, शायराना खयालों का एक कीमती खजाना भी है. शायरों ने मेहबूब की तारीफ में जो कुछ लिखा और जितनी बडी तादाद में लिखा है वो हैरा करनेवाला हैं. आँखों पर लिखी गई शायरी ऐसे खूबसूरत अशआर का एक गुलदस्ता है. આંખ એ કેવળ દૃષ્ટિ આપતું શરીરનું અંગ જ નથી, અનેક મધુર સપનાં અને શાયરોના ભાવવિશ્ર્વનો અમૂલ્ય ખજાનો પણ છે. શાયરોએ પ્રિયતમ – પ્રિયતમાની પ્રશંસા કરતું વિપુલ માત્રામાં કરેલું લખાણ હેરત પમાડનારું છે. આંખો પર લખવામાં આવેલી ખૂબસૂરત શાયરીઓ એક ગુલદસ્તા જેવી છે. મુનવ્વર રાણાનો શેર છે: तुम्हारी आँखों की तौहीन है जरा सोचो, तुम्हारे चाहनेवाला शराब पीता है. આ પંક્તિનો ભાવાર્થ છે કે પ્રિયતમાએ આંખો ફેરવી લીધી હોવાથી પ્રેમભગ્ન થયેલો પ્રેમી શરાબ પી રહ્યો છે. કેવું સુંદર રૂપક. घर का सबसे छोटा बच्चा सबकी आंखों का तारा होता है। સૌથી નાના બાળક માટે ઘરના દરેક સભ્યને અપાર લાગણી હોય છે. जब कोई मेहमान आपके घर के क्रियाकलापों में दखल देने लगे तो वे आँखों की किरकिरी बन जाते हैं મહેમાન જ
યારે અંગત બાબતમાં માથું મારવા લાગે ત્યારે એમની
હાજરી ખૂંચવા – ખટકવા લાગે છે.आँखों का तेल निकलना અત્યંત ઝીણું કામ કરવું.बारीक सी सुई में बार बार धागा डालने से आँखों का तेल निकल जाता हैं। નાનકડી સોઈમાં વારંવાર દોરો પોરવવો એ અત્યંત ઝીણવટથી કરવાનું
કામ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -