પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની હત્યાના મુખ્ય આરોપી હમીરપુરનો હિસ્ટ્રીશીટર છે. સની સિંહ કુરારા પોલીસ સ્ટેશનમાં પાંચ દિવસ પહેલા ફરાર થયો હતો. સની શૂટર પર કુરારા પોલીસ સ્ટેશનમાં 17 ગંભીર ગુના નોંધાયેલા છે, એવું પોલીસે જણાવ્યું હતું. બાકી બે આરોપી અરુણ મૌર્ય અને લવલેશ તિવારી વિશે પોલીસમાં કોઈ ગુનાહિત રેકોર્ડ નથી. લખાય છે ત્યાં સુધી તપાસ ચાલી રહી છે, એવું પોલીસે જણાવ્યું હતું.
શૂટર લવલેશ તિવારીને ગોળી વાગતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હત્યા કર્યા પછી ત્રણેય શૂટરની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરવામાં આવેલ લવલેશ તિવારી, સની સિંહ અને અરુણ મૌર્યનો સમાવેશ થાય છે. ફાયરિંગમાં લવલેશ તિવારી (ક્રોસ ફાયરિંગ)ને પણ ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પછી પણ તેના અંગે પોલીસ પ્રશાસન તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
પ્રયાગરાજની સ્વરુપરાની હોસ્પિટલમાં લવલેશ તિવારીને દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે લવલેશ તિવારીના પરિવારે કહ્યું હતું કે આ મુદ્દે અમને કોઈ જાણકારી નથી કે તે ત્યાં કઈ રીતે પહોંચ્યો. તે પ્રયાગરાજમાં ક્યારથી છે તેની પણ પણ માહિતી નથી. અહીં સાતેક દિવસ પહેલા આવ્યો હતો, જ્યારે પરિવારે તો ઘણા સમયથી તેની સાથે સંબંધો તોડી નાખ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. લવલેશ તિવારીના ભાઈએ કહ્યું હતું કે તે નશો બહુ કરતો હતો, જ્યારે ઘરે પણ રાતના બાર-એક વાગ્યા પછી આવતો અને પોતાના કામકાજ અંગે પણ પરિવારમાં કોઈને કંઈ કહેતો નહીં.
અતીક અને અશરફને મારાનારા ત્રણેય આરોપીમાંથી એક અરુણ મૌર્ય તેના કાકા અને કાકીને ઘરે રહે છે. ક્યારેક કાસગંજ સોરોનમાં પર રહે છે. આ મુદ્દે સ્થાનિકે કહ્યું હતું કે અરુણ મૌર્ય દિલ્હીમાં લગ્ન પણ કર્યા છે અને એ પણ દિલ્હીમાં રહે છે. પિતાનું નામ હીરાલાલ અને માતાનું નામ સવિતા છે. અરુણના માતાપિતાનું મોત થઈ ગયું છે, જેમાં સત્તર વર્ષ પહેલા બંનેનું મોત થયુ હતું.
અરુણ મૌર્ય કાસગંજનો રહેવાસી છે તથા તેના વિશે વિશેષ હજુ તપાસ ચાલી રહી છે. અરુણ મૌર્યની કાકી લક્ષ્મીએ કહ્યું હતું કે અરુણને ત્રણ ભાઈ અને બે બહેન છે. સૌથી મોટો ભાઈ રવિન્દ્ર, નાનો આકાશ અને સૌથી નાનો અરુણ છે. સૌથી નાનો અરુણ મૌર્ય હતો. તેમને બે બહેન છે, જેમાં એક (શિવાની)નું મોત થયું છે અને બીજી બહેન નીલમના લગ્ન થઈ ચૂક્યા છે. આ મુદ્દે તેના સંબંધીએ કહ્યું હતું કે અરુણ મૌર્ય ક્યારેક અહીં આવતો તો ક્યારેક કાદરવાડી ખાતે પણ રહેતો હતો. ક્યારેક તો તેને ભીખ માગવાનું પણ કામ કરી ચૂક્યો છે.
પરિવારની સ્થિતિ સારી નથી અને એક વીઘા જમીન છે ત્યારબાદ તે દિલ્હી ગયો હતો. અતીક અને અશરફની હત્યા અંગે તેમના સંબંધીની પૂછપરછ કર્યા પછી પણ તેમને ખબર પડી નહોતી કે અરુણે કોઈની હત્યા કરી છે. આ અંગે ગામના સરપંચ વિકાસ ચૌહાણે કહ્યું હતું કે અરુણ ઘણા દિવસથી ગામ આવ્યો નહોતો. તેમના અંગે એ વાતની પણ જાણકારી નથી કે અતીક અને અશરફની હત્યા તેને કરી છે. જોકે, તેને ભરેલા પગલાને કારણે ગામની બદનામી થઈ છે. ગામ આખામાં જાણે મેળો ભરાયો હોય એમ પોલીસની અવરજવર રહે છે. આ મુદ્દે અરુણના પરિવારની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે, જ્યારે અતીક અહેમદ અને અશરફ અહેમદની હત્યાના આરોપમાં અરુણની સામે 302ની અન્વયે કેસ નોંધવામાં આવ્યો છે. પ્રયાગરાજની પોલીસ પણ કાસગંજની પોલીસના સંપર્કમાં છે, જ્યારે તેના અંગે વિશેષ તપાસ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.