નાગપુર: વિદર્ભના નક્સલવાદ પ્રભાવિત ગઢચિરોલી જિલ્લાના યુવાનો હવે પ્રતિબંધિત ચળવળમાં જોડાતા નથી અને નવી ભરતીઓ ઓડિશા અને છત્તીસગઢમાંથી લાવાવમાં આવી છે, એવું મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્રમાં બોલતાં ફડણવીસે વધુમાં કહ્યું હતું કે તેમનું વલણ પણ એ જ છે જે ભૂતપૂર્વ ગૃહપ્રધાન આર. આર. પાટીલનું હતું. પાટીલે પણ ડાબેરી ઉગ્રવાદ સામે સખત કાર્યવાહી કરી હતી. આજે હવે ગઢચિરોલીના યુવાનો નક્સલમાં જોડાઇ રહ્યા નથી. તેઓએ છત્તીસગઢ અને ઓડિશામાંથી યુવાનોને બોલાવવા પડે છે, એવું ફડણવીસે જણાવ્યું હતું.