કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં જી20 બેઠકને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જોકે દીવમાં હાલમાં પર્યટકોની સંખ્યા પણ ઘણી છે. આવનારી 18 અને 19 મેના રોજ જી-20 સમિટ યોજાશે.
પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં જી20 બેઠકને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. દીવના રોડ-રસ્તાઓ હાલમાં તો ચકાચક થઈ રહ્યા છે.
સ્માર્ટ સિટીમાં સમાવેશ થયા બાદ દીવમાં અનેક પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યા છે, તો હવે જી-20 બેઠકને લઈને દીવમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. દીવમાં આગામી 18 અને 19 મેના રોજ બે દિવસીય જી20 બેઠક યોજવામાં આવશે.
સમિટમાં 20 દેશના પ્રતિનિધિને દીવ અને આસપાસના સ્થળો બતાવવામાં આવશે. અહીંના ફરવાલાયક જગ્યાઓની તેઓ મુલાકાત લેશે. આ માટે પણ તેમની આઈટની તૈયાર કરવામાં આવી રહી છે અને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દીવના શૈક્ષણિક હબમાં બેઠક યોજાવવાની છે. ત્યાં હાલ દરિયાઈ રેતીમાંથી તમામ દેશની વિખ્યાત આકૃતિઓ ઇકોફ્રેન્ડલી રીતે બની રહી છે.
આ સાથે જી20 બેઠકને લઈને દીવના મુખ્ય રસ્તાઓ મઢવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ દીવના ફરવાલાયક સ્થળો પર પણ જી20માં આવી રહેલા પ્રતિનિધિઓ જવાના હોવાથી તેને પણ સજાવવામાં આવી રહ્યા છે.
દીવમાં 17 તારીખે આવ્યા બાદ 18 અને 19 તારીખ સુધી જી20 ના પ્રતિનિધિઓ રોકાણ કરશે. દીવના શૈક્ષણિક હબમાં મિટિંગ બાદ આઈએનએસ ખુકરી, દીવ કિલ્લાની મુલાકાત લેશે. જી20ના અધિકારીઓ 19 તારીખે સોમનાથ મંદિર જશે અને દર્શન કરી પરત દીવ આવશે, તેવી માહિતી મળી હતી.
અગાઉ ગુજરાતમાં પણ જી-20 સમિટના બે રાઉન્ડ થઈ ગયા છે.