Homeવીકએન્ડફન વર્લ્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
——-
ઓળખાણ પડી?
લાલ રંગના ફૂલોથી શોભતું, ઉજ્જ્વલ અને ઝાકઝમાળ લાગતું આ સુંદર અને દેખાવડું વૃક્ષ મૂળ તો માડાગાસ્કર દેશનું છે. લગભગ ૧૯૭૦ના દાયકામાં ભારતમાં વનવિભાગવાળા લઇ આવ્યા. ઓળખાણ પડી?
અ) ગરમાળો બ) ગુલમોહર ક) ચમેલી ડ) જાસૂદ
——–
જાણવા જેવું
વાંચીને ચોંકી જશો અને બે મિનિટ આંખો પર વિશ્ર્વાસ નહીં બેસે. વાત એમ છે કે બીજા વિશ્ર્વયુદ્ધમાં અત્યાચાર ફેલાવનાર જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલરને શાંતિ માટેના નોબેલ પ્રાઈઝ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. જોકે, ૧૯૩૯માં સ્વિડિશ રાજકારણીએ કટાક્ષમાં નામાંકન કર્યું હતું અને પછી પાછું પણ ખેંચી લીધું હતું. આમ પણ ૧૯૩૫થી હિટલરે એવૉર્ડ સ્વીકારવા અંગે જર્મન જનતા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
———
નોંધી રાખો
ઈજ્જત સૌ કોઈને જોઈતી હોય છે, પણ કોઈની ખંખેરી લીધેલી ઈજ્જત પાછી આપવાની લોકો ભૂલી જતા હોય છે.
——-
ભાષા વૈભવ…
ગુજરાતી-ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો

A            B
કાવો     દૂત, ખેપિયો
કાસદ   અફીણનો કસુંબો
કમખો    જૂનો પૈસો
કસૂર     નાની ચોળી
કાવડિયું ભૂલ, અપરાધ
——–
ગુજરાત મોરી મોરી રે
ગુજરાતના કયા શહેરમાં રામાયણ, મહાભારત, રઝિયા સુલતાન સહિત કેટલીક ટીવી સિરિયલનું શૂટિંગ થયું છે એ જણાવો.
અ) બીલીમોરા બ) ઉમરગામ ક) સંજાણ ડ) કેશોદ
——-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
બે પદાર્થ વચ્ચેની આંતરક્રિયામાં બળના આઘાત અને પ્રત્યાઘાત, હંમેશાં સરખા મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે એ નિયમ શોધનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો.
અ) રૂધરફોર્ડ બ) આઈન્સ્ટાઈન ક) ન્યુટન ડ) ડાલ્ટન
——
માઈન્ડ ગેમ
ભાવનગર જિલ્લા ઉપરાંત સિહોર નામ ધરાવતું શહેર આપણા દેશના અન્ય કયા રાજ્યમાં પણ આવેલું છે એ જણાવો.
અ) રાજસ્થાન બ) મધ્ય પ્રદેશ ક) આંધ્ર પ્રદેશ ડ) ઓડિશા
——-
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
વારિ   પાણી
વાત   પવન, વાયુ
વામ   ડાબું
વાળ   કેશ
વાજ   તોબા, હેરાનગતિ
——–
ગુજરાત મોરી મોરી રે
ભાલ
——
ઓળખાણ પડી?
તમાલપત્ર
——-
માઈન્ડ ગેમ
ટોક્યો
——
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ઈલેક્ટ્રમ
——-
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમયા (૨) મુલરાજ કપૂર (૩) સુરેખા દેસાઈ (૪) શ્રદ્ધા આશર (૫) ખુશ્રુ કાપડિયા (૬) ડૉ. પ્રકાશ કટકિયા (૭) મિસીસ. ભારતી કટકિયા (૮) નિખીલ બંગાળી (૯) અમીષી બંગાળી (૧૦) ભારતી બૂચ (૧૧) લજીતા ખોના (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) પુષ્પા પટેલ (૧૪) મહેન્દ્ર લોઢવિયા (૧૫) રંજન લોઢવિયા (૧૬) પ્રવીણ વોરા (૧૭) તાહેર ઓરંગાબાદવાલા (૧૮) શીરીન ઔરંગાબાદવાલા (૧૯) રસીક જુઠાની – ટોરન્ટો – કેનેડા (૨૦) મહેશ દોશી (૨૧) મીનળ કાપડિયા (૨૨) જ્યોતિ ખાંડવાલા (૨૩) મનીષા શેઠ (૨૪) ફાલ્ગુની શેઠ (૨૫) દીના વિકમશી (૨૬) સ્નેહલ કોઠારી (૨૭) અંજુ ટોલીયા (૨૮) વિલાસ સી. અંબાણી (૨૯) હરીશ જી. સુતરીયા (૩૦) હર્ષા મહેતા (૩૧) ભાવના કર્વે (૩૨) શિલ્પા શ્રોફ (૩૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩૪) જ્યોત્સના ગાંધી (૩૫) રમેશ દલાલ (૩૬) ઈનાક્ષી દલાલ (૩૭) રજનીકાંત પટવા (૩૮) સુનીતા પટવા (૩૯) વિજય ગોરડિયા (૪૦) પુષ્પા ખોના (૪૧) નિતીન બજરીયા (૪૨) કલ્પના આશર (૪૩) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૪) અરવિદ કામદાર.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -