funworld

funworld
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
અ ઇ
ફરજ VICTORY
ફજેતી ALUM
ફટકડી COMMAND
ફતેહ DUTY
ફરમાન FIASCO

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
નહીં સગો નહીં સાગવો, રૂડો દેખી રોઈ,
એના બાપનો બનેવી, મારો સગો નણદોઈ
અ) ભાઈ – ભાભી બ) માસી – ભાણેજ
ક) બહેન – બનેવી ડ) મા – દીકરો

ઓળખાણ પડી?
આયુર્વેદ ઉપચારમાં અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવતી ત્રિફળા ચૂર્ણના બે ઘટક હરડે અને આંબલા છે. તસવીરમાં નજરે પડતા ત્રીજા ઘટકની ઓળખાણ પડી?
અ) ગંઠોડા બ) લીંડીપીપર ક) બેડાં ડ) ભારંગ

ગુજરાત મોરી મોરી રે
મધ્ય પ્રદેશના અમરકંટક પહાડમાંથી નીકળી ગુજરાતમાં થઈ ભરૂચ પાસે અરબી સમુદ્રને મળતી પવિત્ર ગણાતી નર્મદા નદી અન્ય કયા નામે પણ ઓળખાય છે એ કહી શકશો?
અ) નાગમતી બ) રેવા ક) ભાદર ડ) કપિલા

માઈન્ડ ગેમ
વેદની જેમ આયુર્વેદની ઉત્પત્તિ પણ દિવ્ય માનવામાં આવી છે. ચરક, સુશ્રુત આદિ આચાર્યો આયુર્વેદને કયા વેદનો ઉપવેદ માને છે એ જણાવો.
અ) સામવેદ બ) યજુર્વેદ
ક) ઋગ્વેદ ડ) અથર્વવેદ

માતૃભાષાની મહેક
ઋષિઓ પાસે કર ઉઘરાવવા લંકાપતિ રાવણે જબરદસ્તી કરી ત્યારે દરેક ઋષિએ પોતાના શરીરનું એક એક ટીપું કાઢી રાવણનો ઘડો ભરી આપ્યો. પાપ કર્યું હોવાનો ખ્યાલ આવતા રાવણે તે ઘડો અત્યંત દૂર કૌશલ દેશમાં દટાવી દીધો. જનક રાજાએ ખેતી માટે હળ ચલાવતા એ ઘડો ફૂટ્યો. એમાંથી સીતાજી (જાનકી) ભૂમિપુત્રી તરીકે જન્મ્યાં અને રાવણના નાશમાં નિમિત્ત બન્યાં. એ પરથી પાપનો ઘડો ભરાઈ જવો કે ફૂટવો એ રૂઢિપ્રયોગ બન્યો.

ઈર્શાદ
આમ તો બેઠા રહીયે તોય ચાલે જિંદગી,
ક્યાં સુધી આ બેસવું છે, એ નક્કી કરો.
— ગૌરાંગ ઠાકર
————-

ભાષા વૈભવ
અ ઇ
નાવી BARBER
નાવિક BOATMAN
નાવણ BATH
નાન્યતર NEUTER
નામવંત FAMOUS

ગુજરાત મોરી મોરી રે
પાણિનિ

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
કેળું

ઓળખાણ પડી?
મિડાસ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -