‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
———
ઓળખાણ પડી?
ઓલિમ્પિક્સની પુરુષોની જવેલીન થ્રો કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ એશિયાઈ એથ્લીટનું સન્માન પ્રાપ્ત કરનાર ભારતીય ખેલાડીની ઓળખાણ પડી?
અ) રવિકુમાર દહિયા બ) નીરજ ચોપરા
ક) પ્રવીણ જાદવ ડ) શિવપાલ સિંહ
——–
માતૃભાષાની મહેક
ખ: ગુજરાતી લિપિના વ્યંજન માંહેનો કંઠસ્થાની બીજો વર્ણ કે અક્ષર. ક્ષના અપભ્રંશ તરીકે ગુજરાતીમાં ખ વપરાય છે. જેમકે, ક્ષમા = ખમા, ક્ષેમ = ખેમ, ક્ષાર = ખાર, ક્ષેત્ર = ખેતર, કુક્ષિ = કૂખ, ભક્ષ = ભખ. યજુર્વેદી બ્રાહ્મણો ષનો ખ બોલતા હોવાથી ગુજરાતીમાં ષને ઠેકાણે ખ અને ખ ને ઠેકાણે ષ બોલાય છે. જૂનાં લખાણોમાં એ પ્રમાણે લખાતું પણ હતું. જેમકે, અભિલાષ = અભિલાખ, વિષે = વિખે, લખીને = લષીને, ષટ્શાસ્ત્ર = ખટ્શાસ્ત્ર.
——–
ઈર્શાદ
નજરના ભેદ છે કેવા ! હસે છે કોણ કોના પર ?
મને મારા હૃદયના ભાર પર આવી ગયું હસવું !
– શેખાદમ આબુવાલા
——
ભાષા વૈભવ…
અંગ્રેજી – ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
HEAR સસલું
HERE સાંભળવું
HARE અહીં
NEED કણક
KNEAD જરૂર
——
ગુજરાત મોરી મોરી રે
મજેદાર અને યાદગાર બાળ ગીતની પંક્તિ પૂરી કરો.
પા પા પગલી, ધૂળની ઢગલી,
ઢગલીમાં ઢેલ, ………………
અ) રમે મારો ભાઈ બ) દોડે મારો ઘોડો
ક) જીવે મારી બેન ડ) નાચે જંગલનો મોર
——–
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
મા ગોરી રૂપકડી ને બચ્ચા સાવ કાળા મેશ,
મા મરે બચ્ચા જો ભળે, દૂધ – ચામાં સુગંધ પ્રસરે.
અ) મરી બ) શિંગોડા ક) તલ ડ) એલચી
——–
માઈન્ડ ગેમ
કોઈ એક સંખ્યાના અઢી ગણા કરી એમાં ૨૭૫ ઉમેરતા
જો જવાબ ૫૦૦ આવતો હોય તો એ સંખ્યા કઈ એ જણાવો.
અ) ૯૦ બ) ૧૭૫ ક) ૨૨૫ ડ) ૨૭૫
——-
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
SIGN નિશાની, હસ્તાક્ષર
SINE ત્રિકોણમિતીનો એકમ
SING ગાવું
SHY શરમાળ
SIGH ઊંડો શ્ર્વાસ
——
ગુજરાત મોરી મોરી રે
કોમલ સેજ બિછાવે
——
ઓળખાણ પડી?
બૂમરેંગ
——-
માઈન્ડ ગેમ
૬૭૨૦૦ રૂપિયા
——
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ઘોડો
——-
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) પ્રજ્ઞાબેન પુરોહિત (૨) પ્રમોદભાઈ પુરોહિત (૩) સુભાષ મોમયા (૪) મુલરાજ કપૂર (૫) સુરેખા સુધીર દેસાઈ (૬) જાગૃતિ બજરીયા (૭) નિતીન બજરીયા (૮) રસીક જુઠાની – ટોરન્ટો – કેનેડા (૯) શ્રદ્ધા આશર (૧૦) નિખીલ બંગાળી (૧૧) અમીષી બંગાળી (૧૨) ખુશ્રુ કાપડિયા (૧૩) ડૉ. પ્રકાશ કટકિયા (૧૪) મિસીસ. ભારતી કટકિયા (૧૫) ભારતી બૂચ (૧૬) લજીતા ખોના (૧૭) વિભા મહેશ્ર્વરી (૧૮) મહેશ દોશી (૧૯) પુષ્પા પટેલ (૨૦) પ્રવીણ વોરા (૨૧) તાહેર ઔરંગાબાદવાલા (૨૨) શીરીન ઔરંગાબાદવાલા (૨૩) દીના વિકમશી (૨૪) જ્યોતિ ખાંડવાલા (૨૫) મીનળ કાપડિયા (૨૬) મનીશા શેઠ (૨૭) ફાલ્ગુની શેઠ (૨૮) રજનીકાંત પટવા (૨૯) સુનીતા પટવા (૩૦) મહેશ સંઘવી (૩૧) હર્ષા મહેતા (૩૨) કિસોરકુમાર જીવણદાસ વેદ (૩૩) નીતા દેસાઈ (૩૪) હરીશ જી. સુતરીયા (૩૫) અંજુ ટોલીયા (૩૬) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૭) ભાવના કર્વે (૩૮) જ્યોત્સના ગાંધી (૩૯) હીના દલાલ (૪૦) રમેશ દલાલ (૪૧) ઈનાક્ષી દલાલ (૪૨) નયના ગિરીશ મિસ્ત્રી (૪૩) દિલીપ પરીખ (૪૪) વિજય ગોરડિયા (૪૫) પુષ્પા ખોના.