ઓળખાણ પડી?
વાળ સંબંધિત સમસ્યાઓમાં જડીબુટ્ટી ગણાતી આ વનસ્પતિની ઓળખાણ પડી? આયુર્વેદમાં તેના ઔષધીય લાભના ગુણગાન ગાવામાં આવ્યા છે. એનું તેલ વાળને પોષણ આપે છે.
અ) અજમોદ બ) ગિલોય ક) બ્રાહ્મી ડ) એરંડો
—
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
આંતરડું VEIN
ધમની STOMACH
શિરા LIVER
યકૃત INTESTINE
હોજરી ARTERY
—
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ચોટી છે મને અને પગ સુધ્ધાં છે મને,
તોય મારી જગ્યાએ હું હાલતો નથી, છું એવો અચલ.
અ) નદી બ) પર્વત ક) દરિયો ડ) જંગલ
—
ગુજરાત મોરી મોરી રે
શરીરના સાંધા રહી જાય તેવો રોગ કયા નામથી ઓળખાય છે એ જણાવો. રક્ત વિકાર એટલે કે રક્તમાં લેક્ટિક એસિડનો વધારો થઈ લોહી તથા તેમાંથી પેદા થતા રસ આમ્લ થવાથી, ઠંડી કે શરદીથી, ખટાશ ખાવાથી આ રોગ થાય છે.
અ) લકવો બ) સનેપાત ક) સંધિવા ડ) સળેખમ ુ
—
માતૃભાષાની મહેક
ધનુષ્ય સૌથી પ્રાચીન શસ્ત્રમાંનું એક છે. તેનાં વિવિધ રૂપો ચલણમાં હતાં. સાદું ધનુષ્ય વચ્ચે જ્યાં ધનુર્ધર તેને મુઠ્ઠીમાં પકડે છે ત્યાં જાડું અને બંને તરફ પાતળું થતું જઈ છેડે લગભગ અણીદાર હોય છે. ત્યાં ખાંચ પાડી દોરીનો ગાળો ભરાવવામાં કે બાંધવામાં આવે છે. આવી બાંધેલી દોરીને પણછ કહે છે. શરસંધાન (શર એટલે તીર અથવા બાણ) એટલે કે બાણ તાકતી વેળા બાણના છેડાની ફાટમાં ધનુષ્યની પણછ ભરાવી તેને પાછી ખેંચવામાં આવે છે.
—
ઈર્શાદ
મંદિર માટે આરસ જોઈએ, ભક્તિ માટે મન નિખાલસ જોઈએ,
કઈ રીતે જગ થાય રોશન, શું ખબર? ઝૂંપડીને માત્ર ફાનસ જોઈએ.
– રઈસ મનીઆર
—
માઈન્ડ ગેમ
સ્વાદેન્દ્રિયને વશ થઈને કે વગર વિચાર્યે આહાર લેવો નહિ, પણ જોઈ તપાસીને (નિયમાનુસાર) હિતકારક આહાર લેવો. કારણ કે, દેહ આહારમાંથી જ ઉત્પન્ન થાય છે ને ટકે છે એમ કોણે કહ્યું છે?
અ) માધવાચાર્ય બ) વાગ્ભટ્ટ ક) ચરક ડ) આયુર્વેદાચાર્ય
—
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
અ ઇ
જીવશાસ્ત્ર ZOOLOGY
વનસ્પતિશાસ્ત્ર BOTANY
ખગોળશાસ્ત્ર ASTRONOMY
જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
ભૌતિકશાસ્ત્ર PHYSICS
—
ગુજરાત મોરી મોરી રે
હાકેમ
—
ઓળખાણ પડી?
અરીઠાં
—
માઈન્ડ ગેમ
અશ્ર્વિનીકુમાર
—
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ઘડિયાળ