‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
————-
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
જ્યોતિ અગ્નિશિખા
જ્યોત્સના બળવું
જ્વર તેજ, પ્રકાશ
જ્વલન ચાંદની
જ્વાળા તાવ
————-
ઓળખાણ પડી?
વિશ્ર્વભરના બેટ્સમેનોને સ્પિનની જાળમાં ફસાવનાર મશહૂર ભારતીય સ્પિન ચોકડીમાંના આ ઓફ સ્પિનરની ઓળખાણ પડી?
અ) પ્રસન્ના
બ) વેંકટરાઘવન
ક) ચંદ્રશેખર
ડ) શિવલકર
————-
ગુજરાત મોરી મોરી રે
માનવીય સંબંધોને અનોખી રીતે વાચા આપતી ગુજરાતી કહેવત ’ગરજ સરી એટલે વૈદ વેરી’નો ભાવાર્થ કયા વિકલ્પમાં નજરે પડે છે એ કહી શકશો?
અ) અંદર હોય તો બહાર દેખાય બ) સ્વાર્થ સધાતા સંબંધ તોડવો ક) સુખ પછી દુ:ખ આવે છે ડ) ઘરની વસ્તુની કદર ન થાય
————–
જાણવા જેવું
પૃથ્વીની આસપાસ નજીકમાં અલ્પાવકાશ અને દૂર શૂન્યાવકાશ છે. વચમાંના વિસ્તારને અંતરીક્ષ તરીકે ઓળખવામાં આવે છે. અંતરીક્ષમાં યાત્રીની શારીરિક પ્રક્રિયાઓમાં અનુભવાતા ફેરફાર તેમજ તેના સ્વાસ્થ્ય રક્ષણ અંગેના શાસ્ત્રને અંતરીક્ષ આયુર્વિજ્ઞાન કહે છે. સજીવો પર અંતરીક્ષયાત્રા દરમિયાન થતી અસરોના અભ્યાસ માટે ૧૯૪૮-૫૬ દરમિયાન અમેરિકાએ તેમજ રશિયાએ રોકેટ દ્વારા નાના પ્રાણીઓને અંતરીક્ષમાં મોકલ્યાં હતાં.
———–
ચતુર આપો જવાબ
૧૯૭૭માં કૉંગ્રેસને પરાસ્ત કરી દેશનું શાસન જનતા પાર્ટીના હાથમાં આવ્યું ત્યારે વડા પ્રધાનપદે કોની વરણી થઈ હતી એ કહી શકશો?
માથું ખંજવાળો
અ) જયપ્રકાશ નારાયણ
બ) જ્યોર્જ ફર્નાન્ડિઝ
ક) મોરારજી દેસાઈ
ડ) મધુ લિમયે
————–
નોંધી રાખો
પુસ્તકનો પ્રભાવ વ્યક્તિના ચિત્ત પર મિત્રના પ્રભાવ કરતાંય વિશેષ પડતો હશે. કેટલીકવાર તો પુસ્તક વ્યક્તિના સમગ્ર જીવનનું પરિવર્તન કરી નાખે છે.
————-
માઈન્ડ ગેમ
ભૂમિતિમાં કોઈ પણ આકૃતિની બધી બાજુઓની લંબાઈનો સરવાળો કયા નામે ઓળખાય છે એ વિકલ્પમાંથી શોધીને જણાવો.
અ) પરિઘ બ) પરિમિતિ ક) એકંદર ડ) ક્ષેત્રફળ
————
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
અડબાઉ અક્કલહીન, ભોટ
અડિયલ હઠીલું
અબોટણ નાના બાળકનું પહેલું અન્નપ્રાશન
અરમાન કોડ
અવનિ પૃથ્વી
————-
ગુજરાત મોરી મોરી રે
કાવડિયું
———-
ઓળખાણ પડી?
જોન્ટી રહોડ્સ
———-
માઈન્ડ ગેમ
૧૨૦ અંશ
————-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
૧૫
————-
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) મૂલરાજ કપૂર (૩) કલ્પના આશર (૪) શ્રદ્ધા આશર (૫) ખુશરૂ કાપડિયા (૬) નિખિલ બંગાળી (૭) અમીષી બંગાળી (૮) શ્રદ્ધા આશર (૯) જ્યોતિ ખાંડવાલા (૧૦) મહેન્દ્ર લોઢાવિયા (૧૧) વિભા મહેશ્ર્વરી (૧૨) ભારતી બુચ (૧૩) લજિતા ખોના (૧૪) મનીષા શેઠ (૧૫) ફાલ્ગુની શેઠ (૧૬) મીનળ કાપડિયા (૧૭) હર્ષા મહેતા (૧૮) દિલીપ પરીખ (૧૯) ભાવના કર્વે (૨૦) તાહેર ઔરંગાબાદવાલા (૨૧) શીરીન ઔરંગાબાદવાલા (૨૨) દેવેન્દ્ર સંપટ (૨૩) અંજુ ટોલિયા (૨૪) સુનીતા પટવા (૨૫) રજનીકાંત પટવા (૨૬) પુષ્પા પટેલ (૨૭) પુષ્પા ખોના (૨૮) કિશોરકુમાર વેદ (૨૯) જયવંત ચિખલ (૩૦) અરવિંદ કામદાર (૩૧) વિજય ગરોડિયા (૩૨) રવિન્દ્ર પાટડીયા (૩૩) નીતા દેસાઈ (૩૪) મહેશ દોશી (૩૫) ગિરીશ મિસ્ત્રી (૩૬) નયના મિસ્ત્રી (૩૭) સુરેખા દેસાઈ (૩૮) જ્યોત્સના ગાંધી (૩૯) ઈનાક્ષી દલાલ (૪૦) હિના દલાલ (૪૧) રમેશ દલાલ