Homeલાડકીફન વર્લ્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.comપર મોકલવાના રહેશે.
—————-
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A             B
घाइ        કચરો, ગંદકી
घाऊक    ડરપોક
घाटा     ઉતાવળ
घाण     નુકસાન
घाबरट    જથ્થાબંધ
————-
ઓળખાણ પડી?
વડવાનલ, શીમળાનાં ફૂલ, વાવંટોળ જેવી નવલકથા ઉપરાંત નાટક અને ‘ભવની ભવાઈ’ ફિલ્મના લેખકની ઓળખાણ પડી?
અ) તારિણી દેસાઈ
બ) વિનોદિની નીલકંઠ
ક) ધીરુબહેન પટેલ
ડ) કુન્દનિકા કાપડિયા
———–
ગુજરાત મોરી મોરી રે
‘મારે શ્રી મોહમયીની બે મૂલ્યપત્રિકાની આવશ્યકતા છે. તેનું વિતરણ કરવું એ તવ કર્તવ્ય છે’ જેવી સંસ્કૃત પ્રચુર ભાષા રમણભાઈ નીલકંઠની કઈ વાર્તામાં આવે છે એ જણાવો.
અ) અમે બધાં બ) રવિનું રમખાણ
ક) ભદ્રંભદ્ર ડ) ભારેલો અગ્નિ
———-
જાણવા જેવું
વનસ્પતિ તથા પ્રાણીમાં એક મૂળ ભેદ એ છે કે બધી વનસ્પતિ લીલા રંગની હોય છે. તેઓ સૂર્યના પ્રકાશમાં રહીને જ ક્લોરોફિલની મદદથી વાયુમાંના કાર્બોનિક એસિડ ગેસનું પૃથક્કરણ કરીને કાર્બનને પોષણ માટે શરીરમાં લે છે તથા ઓક્સિજન તજે છે, પરંતુ પ્રાણીઓ વાયુમાંથી ઓક્સિજન લે અને કાર્બોનિક એસિડ તજે છે. આ ભેદથી થતા તફાવત માત્ર લીલા રંગની વનસ્પતિઓને જ લાગુ પડે છે અને તેઓ સૂર્યના અજવાળામાં રહે છે ત્યારે જ.
———–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
જેમાંથી ખાંડ, ગોળ, આલ્કોહોલ વગેરેનું ઉત્પાદન કરી શકાય છે એ ખેતરમાં ઊગતા રોકડીયા પાકને ઓળખી કાઢો.
કરો કામ હોંશે હોંશે રડીને કરવાથી અર્થ ક્યારેય સરતો નથી.
———–
નોંધી રાખો
પામવાની પ્રક્રિયા જ એટલી રસભર હોય છે કે પ્રાપ્તિ ક્યારેક રિક્તતાનો અનુભવ કરાવે છે. પરિણામે એક અસંતોષ ફરીથી પામવાની ભ્રમણા અને રઝળપાટ ભણી ખેંચી જાય છે.
————
માઈન્ડ ગેમ
ઉકળતા પાણીનું તાપમાન ૧૦૦ ડિગ્રી સેન્ટિગ્રેડ હોય છે. ફેરનહીટ એકમમાં ઉકળતા પાણીનું તાપમાન કેટલું હોય છે એ કહી શકશો?
અ) ૧૦૦ બ) ૧૫૦
ક) ૧૮૨ ડ) ૨૧૨
———–
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A            B
तुरइ      શરણાઈ
तुरळक   છૂટક
तुरुंग     જેલ
तुला     ત્રાજવું
तुटवडा   અછત
————
ગુજરાત મોરી મોરી રે
નિરંજન ભગત
———–
ઓળખાણ પડી?
સરોજિની નાયડુ
———-
માઈન્ડ ગેમ
ગ્રેફાઈટ
———
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
રક્ત
———
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મુલરાજ કપૂર (૨) સુભાષ મોમાયા (૩) કલ્પના આશર (૪) નીતા દેસાઈ (૫) ડૉ. પ્રકાશ કટકિયા (૬) ભારતી કટકિયા (૭)
હરીશ સુતરીયા (૮) લજિતા ખોના (૯) ભારતી બુચ (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) જ્યોતિ ખાંડવાલા (૧૨) પુષ્પા પટેલ (૧૩) હર્ષા મહેતા
(૧૪) મીનળ કાપડિયા (૧૫) તાહેર ઔરંગાબાદવાલા (૧૬) શીરીન ઔરંગાબાદવાલા (૧૬) ખુશરૂ કાપડિયા (૧૮) મનીષા શેઠ (૧૯) ફાલ્ગુની શેઠ (૨૦) મહેન્દ્ર લોઢાવિયા (૨૧) મહેશ દોશી (૨૨) દેવેન્દ્ર સંપટ (૨૩) વિજય ગરોડિયા (૨૪) અંજુ ટોલિયા (૨૫) જ્યોત્સના ગાંધી (૨૬) રમેશ દલાલ (૨૭) ઈનાક્ષી દલાલ (૨૮) હિના દલાલ (૨૯) ભાવના કર્વે (૩૦) રવિન્દ્ર પાટડિયા (૩૧) દિલીપ પરીખ (૩૨) રજનીકાંત પટવા (૩૩) સુનીતા પટવા (૩૪) નિતિન બજરિયા (૩૫) શિલ્પા શ્રોફ (૩૬) ગિરીશ મિસ્ત્રી (૩૭) સુરેખા દેસાઈ (૩૮) વર્ષા નાનસી (૩૯) મહેશ સંઘવી (૪૦) પુષ્પા ખોના

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -