‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
————–
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
PLY ચાલ, દાવ
PLAY આવજા કરવી
PLOY રમવું
PLEA છાલ કાઢવી
PEEL પ્રતિવાદીની દલીલ
————-
ઓળખાણ પડી?
જેના આગમન સાથે ’વી વોન્ટ સિક્સર’ની માંગણી પ્રેક્ષકો શરૂ કરી દેતા એ મૂળ જામનગરના ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટરની ઓળખાણ પડી?
અ) બુદ્ધિ કુંદરન બ) રુસી સુરતી ક) સલીમ દુરાની
ડ) નરી કોન્ટ્રેક્ટર
————
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
પશુ નહીં પણ ચાર પગ, એક વાંસો બે શિશ,
બાળક રહે એના પેટમાં, કઈ ચીજ એ કહીશ?
અ) ટેબલ બ) ખાટલો ક) ઘોડિયું ડ) મોટર
———
માતૃભાષાની મહેક
એક અંગારો સો મણ જાર બાળેનો ભાવાર્થ છે એક નઠારી વ્યક્તિને કારણે આખા સમાજની વગોવણી થવી. સો મણ તેલે અંધારું એટલે સાધન સગવડ હોવા છતાં સફળતા ન મેળવી. સો મણ રૂની તળાઇએ સૂવું એટલે તદ્દન નચિંત થઈ રહેવું. સોના સાઠ કરવા એટલે આબરૂ ગુમાવવી અથવા ખોટ ખાવી. સોમાં શૂરો, તે એકેમાં નહીં પૂરો એટલે બધી બાબતમાં માથું મારે, એનું એકેય કામ પાર ન ઉતરે, ઉત્સાહનો અતિરેક.
————-
ગુજરાત મોરી મોરી રે
નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાની પ્રખ્યાત રચનાની પંક્તિ પૂરી કરો.
મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો,
જીવન વન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઊભો શિશુ ——-
અ) રમતો બ) નટખટ ક) ઉદાસ ડ) ભોળો
————–
ઈર્શાદ
રે પંખીડાં, સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો,
શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો?
— સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ’કલાપી’
———–
માઈન્ડ ગેમ
૧,૫૦,૦૦૦ રૂપિયાની વસ્તુ પર ૯.૫ ટકા ટેક્સ ભર્યા પછી ૧૮ ટકા નફે વેચી તો વેચાણ કિંમત જણાવો.
અ) ૧,૭૮,૭૭૫ રૂપિયા બ) ૧,૮૧,૯૯૦ રૂપિયા ક)૧,૮૭,૭૫૦ રૂપિયા ડ) ૧,૯૩,૮૧૫ રૂપિયા
———–
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
PEEL ભાડું
FAIR મેળો
FRY તળવું
FUR રૂંવાટી
FIRE આગ
————
ગુજરાત મોરી મોરી રે
પાણી જેમ પૈસા વેરે
———–
ઓળખાણ પડી?
ભદ્રનો કિલ્લો
———-
માઈન્ડ ગેમ
૨૫,૮૭૫
———-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
મગફળી
———-
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) હર્ષા મહેતા (૩) શ્રદ્ધા આશર (૪) કિશોરકુમાર વેદ (૫) ભારતી બુચ (૬) ખુશરૂ કાપડિયા (૭) મહેન્દ્ર લોઢાવિયા (૮) મૂલરાજ કપૂર (૯) લજિતા ખોના (૧૦) ડૉ પ્રકાશ કટકિયા (૧૧) ભારતી કટકિયા (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) નિખિલ બંગાળી (૧૪) અમીષી બંગાળી(૧૫) મીનળ કાપડિયા (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) પ્રવીણ વોરા (૧૮) પુષ્પા પટેલ (૧૯) તાહેર ઔરંગાબાદવાલા (૨૦) શીરીન ઔરંગાબાદવાલા (૨૧) મનીષા શેઠ (૨૨) ફાલ્ગુની શેઠ (૨૩) ભાવના કર્વે (૨૪) મહેશ સંઘવી (૨૫) મહેશ દોશી (૨૬) કલ્પના આશર (૨૭) રજનીકાંત પટવા (૨૮) સુનીતા પટવા (૨૯) વિણા સંપટ (૩૦) દેવેન્દ્ર સંપટ (૩૧) હરીશ સુતરીયા (૩૨) અંજુ ટોલિયા (૩૩) જ્યોત્સના ગાંધી (૩૪) રમેશ દલાલ (૩૫) ઈનાક્ષી દલાલ (૩૪) હિના દલાલ (૩૫) દિલીપ પરીખ (૩૬) પુષ્પા ખોના (૩૭) નિતિન બજરિયા (૩૮) સુરેખા દેસાઈ (૩૯) નીતા દેસાઈ (૪૦) વિજય ગરોડિયા (૪૧) ગિરીશ શેઠ (૪૨) શીલા શેઠ (૪૩) વીન દેઢીયા (૪૪) રાજુલ પટેલ (૪૫) નયના મિસ્ત્રી (૪૬) અરવિંદ કામદાર