‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.
————
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
FARE તળવું
FAIR રૂંવાટી
FRY આગ
FUR ભાડું
FIRE મેળો
————-
ઓળખાણ પડી?
સુલતાન અહમદશાહે ૧૪૧૧ની સાલમાં દુશ્મનના આક્રમણથી બચવા તેમ જ પરિવારની સલામતી માટે અમદાવાદમાં બંધાવેલો કિલ્લો કયા નામથી ઓળખાય છે?
અ) ઉપરકોટ કિલ્લો બ) ભદ્રનો કિલ્લો ક) ભૂજિયો કિલ્લો
ડ) સિંદરી કિલ્લો
———–
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
લીલી લીલી સળીઓ ને ગાંઠે ગાંઠે ચોર,
ચોરનું તો તેલ થાય ને છોડાં ખાય ઢોર.
અ) મરચા બ) કાકડી ક) શેરડી ડ) મગફળી
———–
માતૃભાષાની મહેક
પા એટલે એક ચતુર્થાંસ અથવા એકનો ચોથો ભાગ; ચોથિયું. આ શબ્દ પાદ એટલે પગ પરથી બન્યો છે. પાદ, પદ અને ચરણ શબ્દનો સામાન્ય અર્થ પગ થાય છે; પણ ખેતીવાડીનું જીવન ગાળનાર આપણા પૂર્વજોએ ગાય આદિ ચોપગાં જાનવરોના ચાર પગ પૈકીના એક પગ માટે પાદ શબ્દ વાપર્યો છે. છેવટે પાદ પરથી દ અક્ષરનો લોપ થયો અને પા એટલે ચાર પૈકીનું એક અથવા એકનો ચોથો ભાગ એવો સામાન્ય અર્થ પ્રચલિત થયો.
————-
ગુજરાત મોરી મોરી રે
ઈન્દુલાલ ગાંધીની પ્રખ્યાત રચના ‘આંધળી માનો કાગળ’ની પંક્તિ પૂરી કરો.
ભાણાનો ભાણિયો લખે કે ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું ખેંચવા, રાતે હોટલમાં ખાય,
નિત નવા લૂગડાં પહેરે, ——
અ) ફેશન ઝાઝી કરે બ) વટથી બધે ફર્યા કરે
ક) પાણી જેમ પૈસા વેરે ડ) અભિમાનમાં રાચતો ફરે
——–
ઈર્શાદ
આપ મારા શ્ર્વાસ છો એનો મને વિશ્ર્વાસ છે,
એટલા વિશ્ર્વાસ પર હું શ્ર્વાસ ભરતો જાઉં છું.
– અસીમ રાંદેરી
———-
માઈન્ડ ગેમ
૯૦૦ રૂપિયાના ભાવે ખરીદેલી ૨૫ કિલો બદામ ૧૫ ટકા નફે વેચી તો કુલ કેટલા પૈસા હાથમાં આવ્યા?
અ) ૨૪,૯૫૦ બ) ૨૫, ૫૧૦
ક) ૨૫,૮૭૫ ડ) ૨૬,૩૦૦
———–
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
NOT નહીં
KNOT ગાંઠ
NOTE નોંધ, ચિઠ્ઠી
NOTEWORTHY નોંધપાત્ર
NAUGHT શૂન્ય
———-
ગુજરાત મોરી મોરી રે
અતિ પ્યારું ગણી લેજે
————
ઓળખાણ પડી?
ઉકાઈ ડેમ
————
માઈન્ડ ગેમ
૪,૨૬,૧૨,૫૦૦
————
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ઝાકળ
————
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) મૂલરાજ કપૂર (૩) કલ્પના આશર (૪) શ્રદ્ધા આશર (૫) ડૉ. પ્રકાશ કટકિયા (૬) ભારતી કાટકિયા (૭) વિભા મહેશ્ર્વરી (૮) લજિતા ખોના (૯) હર્ષા મહેતા (૧૦) ભારતી બુચ (૧૧) નિખિલ બંગાળી (૧૨) અમીષી બંગાળી (૧૩) જ્યોતિ ખાંડવાલા (૧૪) પુષ્પા પટેલ (૧૫) તાહેર ઔરંગાબાદવાલા (૧૬) શીરીન ઔરંગાબાદવાલા (૧૭) મહેશ સંઘવી (૧૮) ખુશરૂ કાપડિયા (૧૯) મનીષા શેઠ (૨૦) ફાલ્ગુની શેઠ (૨૧) મીનળ કાપડિયા (૨૨) મહેન્દ્ર લોઢાવિયા (૨૩) રજનીકાંત પટવા (૨૪) વિજય ગરોડિયા (૨૫) મહેશ દોશી (૨૬) અંજુ ટોલિયા (૨૭) કિશોરકુમાર વેદ (૨૮) જયવંત ચિખલ (૨૯) વીણા સંપટ (૩૦) દેવેન્દ્ર સંપટ (૩૧) ભાવના કર્વેે (૩૨) પુષ્પા ખોના (૩૩) દિલીપ પરીખ (૩૪) સુરેખા દેસાઈ (૩૫) ગિરીશ મિસ્ત્રી (૩૬) નયના મિસ્ત્રી (૩૭) નિતીન બજરિયા (૩૮) જ્યોત્સના ગાંધી (૩૯) રમેશ દલાલ (૪૦) ઈનાક્ષી દલાલ (૪૧) હિના દલાલ (૪૨) પ્રવીણ વોરા (૪૩) અરવિંદ કામદાર (૪૪) સુનીતા પટવા