ઓળખાણ પડી?
શિયાળામાં જેનું સેવન ગુણકારી ગણાય છે એ ઘાણીમાં પિલાયેલા કાળા તલનો ભૂકો કે કચરા સાથે ખાંડ વગેરે ભેળવીને ખવાતા આ મજેદાર ખાદ્યપદાર્થની ઓળખાણ પડી?
અ) અડદિયા બ) ગુંદર પાક ક) સાલેમ પાક ડ) કચરિયું
—
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
દિલ CRAZY, MAD
ડિલ BRAVERY
દિવાકર BODY
દીવાના HEART
દિલેરી SUN
—
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
નહીં પાતાળમાં કે નહીં સ્વર્ગમાં, મૃત્યુલોકમાં વસવાટ,
પૂછે કવિ લહેકામાં કે સોળ વિહુ (૩૨૦) દાંત કોને હતા?
અ) સુગ્રીવ બ) રાવણ ક) વિભીષણ ડ) અંગદ .
—
માતૃભાષાની મહેક
ટાઢી રાબ સારી, પણ કડકડતી ખીચડી માઠી એ આરોગ્યની જાળવણીની વાત કરતી સુંદર કહેવત છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શિયાળાની ઠંડીમાં ગરમાગરમ રાબ પીવી આરોગ્યપ્રદ ગણાય છે. રાબ જો ટાઢી હોય તો લાભ ઓછો થાય પણ નુકસાન ન થાય. બીજી તરફ પચવામાં સહેલી ગણાતી ખીચડી કકડી ગઈ હોય મતલબ કે ખૂબ ઊની હોય તો એ ન ખાવી જોઈએ, કારણ કે અત્યંત ગરમ ખીચડી નુકસાન કરી શકે છે.
—
ગુજરાત મોરી મોરી રે
શેષ ઉપનામથી કાવ્યો, દ્વિરેફ ઉપનામથી વાર્તા અને સ્વૈરવિહારી ઉપનામથી નિબંધ લખનાર ગુજરાતી સાહિત્યકારનું નામ કહી શકશો?
અ) સુરેશ દલાલ બ) રમણભાઈ નીલકંઠ ક) સુરેશ જોશી ડ) રામનારાયણ પાઠક
—
ઈર્શાદ
ખુશબૂથી મારું ગળું ટૂંપાવ નહિ.
છોડ, આ રીતે મને મ્હેંકાવ નહિ.
– અનિલ ચાવડા
—
માઈન્ડ ગેમ
દેવતાઓના વૈદ્ય તરીકે જાણીતા અને સમુદ્રમંથન વખતે નીકળેલા ૧૪ રત્નોમાંનું એક રત્ન કયા નામે ઓળખાય છે?
અ) વરાહમિહિર બ) ધન્વંતરિ ક) વિદ્યાસાગર ડ) સુકુમાર
—
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
અ ઇ
ફરજ DUTY
ફજેતી FIASCO
ફટકડી ALUM
ફતેહ VICTORY
ફરમાન COMMAND
ગુજરાત મોરી મોરી રે
રેવા
ઓળખાણ પડી?
બેડાં
માઈન્ડ ગેમ
અથર્વવેદ
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
મા – દીકરો