‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.
———-
ભાષા વૈભવ…
પૌરાણિક વ્યક્તિના પરિચયની જોડી જમાવો
અ ઇ
માદ્રી કામદેવની સ્ત્રી
શકુંતલા ધૃતરાષ્ટ્રની રાણી
ગાંધારી શ્રીકૃષ્ણની પટરાણી
રતિ દુષ્યંતની રાણી
સત્યભામા પાંડુ રાજાની પત્ની
——–
ઓળખાણ પડી?
વેદશાસ્ત્રના પ્રખર અભ્યાસુ અને સદૈવ બીજાનું હિત જોતા આ ઋષિની ઓળખાણ પડી? અસુરોના સંહાર માટે તેમણે પોતાનાં અસ્થિનું દાન કરી દીધું હતું?
અ) કશ્યપ બ) કણ્વ ક) પરશુરામ ડ) દધીચિ
——–
ગુજરાત મોરી મોરી રે
ઉમાશંકર જોશીની પ્રખ્યાત કવિતાની પંક્તિમાં ખૂટતો શબ્દ જણાવો.
ભોમિયા વિના મારે ભમવા’તા ——-, જંગલની કુંજ કુંજ જોવી’તી,
જોવી’તી કોતરો ને જોવા’તા કંદરા, રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.
અ) પર્વત બ) ડુંગરા ક) જંગલ ડ) ગામડા
———-
કરતાલ એટલે મંજીરા. નરસિંહ મહેતાના નામ સાથે જોડાયેલા આ સંગીત વાદ્યના સામાન્ય સ્વરૂપમાં હાથમાં પકડવાની ધાતુની બે તકતી હોય છે એટલે કરતાલ તરીકે પણ ઓળખાય છે. મોટા કદના અને કાંસાના બનાવેલા મંજીરાને ઝાંઝ કે કાંસીજોડાં પણ કહે છે. કાંસિયા, ઝાંઝરી, કરતાળ, છલ્લૈયાં, વગેરે અન્ય નામથી પણ આ વાદ્ય જાણીતું છે. હિન્દી અને બંગાળી ભાષામાં સાદા મંજીરાને કરતાલ કહે છે, જ્યારે ગુજરાતમાં કરતાલ નામનું એક અલગ વાદ્ય છે, જે લાકડાની પટ્ટીઓના ખાંચામાં ધાતુની પાતળી તક્તીઓથી બનેલા નાના મંજીરા પરોવીને બનાવેલું હોય છે.
——–
ઈર્શાદ
જીવન સમજવું હોય તો ક્ષણનો ખ્યાલ કર,
ટીપાંની વાત એ જ સમંદરની વાત છે. – હેમેન શાહ
————-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ગાઉં છું પણ ગવૈયો નથી, વાત કરું છું પણ મોઢું નથી,
સમાચાર આપું છું પણ અખબાર નથી, બોલો હું કોણ?
અ) તાર બ) રેડિયો ક) પતંગ ડ) સંગીત
——–
માઈન્ડ ગેમ
(૧૭૫ + ૩૯૫ – ૪૨૦) ડ્ઢ (૩૪૦ – ૧૭૦ – ૧૩૦) = કેટલા થાય એ ચોકસાઈથી ગણતરી કરીને કહી શકશો?
અ) ૧,૫૪૦ બ) ૩,૯૫૦
ક) ૫,૫૫૦ ડ) ૬,૦૦૦
———
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
મકરધ્વજ મગર
મહિષાસુર ભેંસ
મહર્ષિ ગોકર્ણ ગાય
ઋષ્યશૃંગ ઋષિ હરણી
રાણી સત્યવતી માછલી
———-
ગુજરાત મોરી મોરી રે
પોપટ રાજા રામના
——-
ઓળખાણ પડી?
પોંગલ
——-
માઈન્ડ ગેમ
૪૯૧૪
———
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
નળિયાં
——–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમયા (૨) મૂલરાજ કપૂર (૩) ભારતી બુચ (૪) ડૉ. પ્રકાશ કાટકિયા (૫) ભારતી કાટકિયા (૬) શ્રદ્ધા આશર (૭) જ્યોતિ ખાંડવાલા (૮) પુષ્પા પટેલ (૯) ખુશરૂ કાપડિયા (૧૦) નિખિલ બંગાળી (૧૧) અમીષી બંગાળી (૧૨) લજિતા ખોના (૧૩) મહેન્દ્ર લોઢાવિયા (૧૪) મીનળ કાપડિયા (૧૫) હર્ષા મહેતા (૧૬) મનીષા શેઠ (૧૭) ફાલ્ગુની શેઠ (૧૮) ભાવના કર્વે (૧૯) વિભા મહેશ્ર્વરી (૨૦) અરવિંદ કામદાર (૨૧) મહેશ સંઘવી (૨૨) તાહેર ઔરંગાબાદવાલા (૨૩) શીરીન ઔરંગાબાદવાલા (૨૪) અંજુ ટોલિયા (૨૫) રજનીકાંત પટવા (૨૬) જાગૃતિ બજરિયા (૨૭) મહેશ દોશી (૨૮) કાન્તાબેન દોશી (૨૯) દેવેન્દ્ર સંપટ (૩૦) મહેશ સંઘવી (૩૧) સુરેખા દેસાઈ (૩૨) ગિરીશ મિસ્ત્રી (૩૩) પુષ્પા ખોના (૩૪) શિલ્પા શ્રોફ (૩૫) નયના મિસ્ત્રી (૩૬) જ્યોત્સના ગાંધી (૩૭) રમેશ દલાલ (૩૮) ઈનાક્ષી દલાલ (૩૯) હિના દલાલ (૪૦) રજનીકાંત પટવા (૪૧) સુનીતા પટવા (૪૨) નિતીન બજરિયા (૪૩) પ્રવીણ વોરા (૪૪) કિશોર વેદ (૪૫) જયવંત પદમશી ચીખલ