‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.
——-
ભાષા વૈભવ…
પૌરાણિક વ્યક્તિના પરિચયની જોડી જમાવો
A B
મકરધ્વજ હરણી
મહિષાસુર માછલી
મહર્ષિ ગોકર્ણ મગર
ઋષ્યશૃંગ ઋષિ ભેંસ
રાણી સત્યવતી ગાય
———
ઓળખાણ પડી?
ગઈ કાલથી તમિળનાડુમાં શરૂ થયેલા આ ચાર દિવસીય તહેવારની ઓળખાણ પડી? ઉજવણીમાં ખેતીમાં મદદરૂપ થયેલા જાનવરોનો આભાર માનવામાં આવે છે.
અ) બિહુ બ) ઉગડી ક) પોંગલ ડ) ઓણમ
———-
ગુજરાત મોરી મોરી રે
મહેન્દ્ર કપૂરે ગાયેલા પ્રખ્યાત ગુજરાતી ગીતની પંક્તિ પૂરી કરો.
પે’લા તે પે’લા જુગમાં રાણી
તુ હતી પોપટી ને, અમે રે ………………….
અ) મૃગેશ્ર્વર રાજા રામના બ) પોપટ બંધ પિંજરાના ક) પોપટ આંબાની ડાળના ડ) પોપટ રાજા રામના
———
માતૃભાષાની મહેક
સાંબેલું એટલે મુશળ. ગામડાંઓમાં વપરાતું ડાંગર કે પછી વિવિધ મસાલા ખાંડવા માટેનું સાધન સાંબેલું તરીકે ઓળખાય છે. એની એક છેડે લોખંડની ખોળ હોય. ખાંડણિયામાં અનાજ કે મસાલાની થપ્પી કરી ત્રણેક હાથ લાંબા સાંબેલાથી એનો ભૂકો કરી શકાય છે. દલપતરામની કટાક્ષયુક્ત કવિતા ‘શરણાઈવાળો અને શેઠ’માં પોલું છે તે બોલ્યું, તેમાં કરી તેં શી કારીગરી? સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે’ એવો ઉલ્લેખ આવે છે.
——–
ઈર્શાદ
ક્યાં કહું છું કે દાવ છોડી દો? ખેલ ખેલો તણાવ છોડી દો,
જીતની જીદ ના કદી રાખો, હારની બીક સાવ છોડી દો.
— ડૉ. મનોજ જોશી
——–
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
બારસો છતાં બારસો ઊંધા, બારસો બાવન વીર,
મારું ઉખાણું પારખે તેને તો આપું સોનાનું તીર.
અ) સળિયા બ) કોથળા ક) નળિયાં ડ) લાદી
———
માઈન્ડ ગેમ
(૧૨ ડ્ઢ ૧૩ ડ્ઢ ૧૪) + (૧૩ ડ્ઢ ૧૪ ડ્ઢ૧૫) = કેટલા થાય એ ચોકસાઈથી ગણતરી કરીને કહી શકશો?
અ) ૪૫૩૮ બ) ૪૭૭૪ ક) ૪૯૧૪ ડ) ૫૦૫૦
——–
ગયા સોમવારના જવાબ
વાસુદેવ શ્રી કૃષ્ણના પિતા
વાલી સુગ્રીવનો મોટો ભાઈ
વિચિત્રવિર્ય સત્યવતી- શાંતનુના પુત્ર
વિરાટ ઉત્તરાના પિતા
વિદુર ધૃતરાષ્ટ્ર-પાંડુના ભાઈ
——–
ગુજરાત મોરી મોરી રે
યાદ સતાવે
——–
ઓળખાણ પડી?
મહાશિવરાત્રી
——
માઈન્ડ ગેમ
૩૬૦૦
——-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
તડબૂચ
——-
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમયા (૨) મૂલરાજ કપૂર (૩) કલ્પના આશર (૪) નીતા દેસાઈ (૫) હર્ષા મહેતા (૬) ભારતી બુચ (૭) ખુશ્રુ કાપડિયા (૮) વિભા મહેશ્ર્વરી (૯) શ્રદ્ધા આશર (૧૦) જ્યોતી ખાંડવાલા (૧૧) નિખીલ બંગાળી (૧૨) અમીષી બંગાળી (૧૩) મહેન્દ્ર લોઢવિયા (૧૪) પુષ્પા પટેલ (૧૫) લજીતા ખોના (૧૬) હરીશ જી. સુતરીયા (૧૭) મીનળ કાપડીયા (૧૮) ભાવના કર્વે (૧૯) તાહેર ઔરંગાબાદવાલા (૨૦) શીરીન ઔરંગાબાદવાલા (૨૧) સુરેખા સુધીર દેસાઈ (૨૨) રજનીકાંત પટવા (૨૩) નિતીન બજરીયા (૨૪) અરવિંદ કામદાર (૨૫) મહેશ દોશી (૨૬) શિલ્પા શ્રોફ (૨૭) વીણા સંપટ (૨૮) દેવેન્દ્ર સંપટ (૨૯) પુષ્પા ખોના (૩૦) મનીષા શેઠ (૩૧) ફાલ્ગુની શેઠ (૩૨) શૈલેશ વોરા (૩૩) નયના ગિરીશ મિસ્ત્રી (૩૪) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩૫) જયવંત પદમશી ચિખલ (૩૬) વિજય કામદાર (૩૭) ડૉ. પ્રકાશ કટકિયા (૩૮) મિસીસ ભારતી કટકિયા (૩૯) દિલીપ પરીખ (૪૦) વિજય ગોરડીયા (૪૧) અંજુ ટોલીયા (૪૨) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૩) કલ્પના આશર (૪૪) ઈનાક્ષી દલાલ (૪૫) રમેશ દલાલ (૪૬) હિના દલાલ (૪૭) જ્યોત્સના ગાંધી