Homeવીકએન્ડફન વર્લ્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
——-
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A           B
કરડાકી     ચમત્કાર
કરડું      ધાક, દાબ
કરડો     કાનનું ઘરેણું
કડપ      કઠોરતા
કરામત   ગૂંચળાવાળી વીંટી
——–
ઓળખાણ પડી?
ઉત્તરાયણની ઉજવણીમાં રાત્રીના સમયે સ્કાય લેન્ટર્ન ઉડાડવાની પ્રથા પણ છે. મુખ્યત્વે ચીનથી આવતું આ સ્કાય લેન્ટર્ન ગુજરાતમાં કયા નામથી જાણીતું છે?
અ) ફાળકો બ) પતંગા ક) તુક્કલ ડ) શાંડિલ
——–
ગુજરાત મોરી મોરી રે
મકરસંક્રાંતિ – ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો આનંદ ઘણા લોકો લેતા હોય છે, વિશેષ કરીને ગુજરાતમાં. પતંગ બીજા કયા નામે પણ ઓળખ ધરાવે છે એ વિકલ્પમાંથી શોધી કાઢો.
અ) લુગદી બ) પરસાળ ક) ફાનસ ડ) કનકવો
——-
જાણવા જેવું
ઉત્તરાયણ એટલે સૂર્યનું દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશા તરફ આગમન. મકરસંક્રાંતિથી કર્કસંક્રાંતિ સુધીનો વખત. મોટામાં મોટી રાત અને નાનામાં નાનો દિવસ થાય ત્યારથી લઈને મોટામાં મોટો દિવસ અને નાનામાં નાની રાત થાય ત્યાં સુધીનો સમય. વર્ષનો અર્ધ ભાગ સૂર્યની ઉત્તર તરફ ગતિ હોવાથી ઉત્તરાયણ કહેવાય છે. ઉત્તરાયણ પોષ માસમાં બેસી છ મહિના રહે. તે પછી દક્ષિણાયન એટલે સૂર્ય દક્ષિણ દિશામાં જવાનો પ્રારંભ થાય.
———
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ઉત્તરાયણના દિવસે દાન કરવાનો મહિમા છે. ગરીબોને અન્ન અને વસ્ત્રનું દાન આપવા ઉપરાંત શેમાંથી બનેલા લાડુમાં પૈસા મૂકી ગુપ્તદાન કરવામાં આવે છે એ કહી શકશો?
અ) ગોળ
બ) ઘઉં
ક) રવો
ડ) તલ
——-
નોંધી રાખો
જીવનમાં કોઈ પણ વ્યક્તિ અન્ન આરોગ્ય વિના ચાર દિવસ, પાણી પીધા વિના ત્રણ દિવસ અને હવા વિના આઠ મિનિટ રહી શકે છે, પણ આશા વિના જીવવું મુશ્કેલ હોય છે. માટે આશા ક્યારેય ન છોડવી.
——-
માઈન્ડ ગેમ
ભારત અને શ્રીલંકામાં તમિલભાષી લોકોનો ખેડૂત વર્ગ ૧૪ જાન્યુઆરીએ સૂર્યદેવને સમર્પિત કયા તહેવારની ઉજવણી કરે છે એ વિચાર કરીને કહી શકશો?
અ) ગૌરી વ્રત બ) પોંગલ ક) પુઠાંડુ ડ) વૈકુંઠ એકાદશી
—–
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A            B
ફજેતી   બદનામી
ફટાણુ    ગીતનો પ્રકાર
ફડકો    ધ્રાસકો
ફણગો    અંકુર
ફરજ      કર્તવ્ય
——-
ગુજરાત મોરી મોરી રે
ડાકોર
——-
ઓળખાણ પડી?
આઈએનએસ વિક્રાંત
——–
માઈન્ડ ગેમ
બાજુ
——
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
નોર્વે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -